મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર  મારું   ઝળહળતું ….મેં  તો

મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો

મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો

મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે  અંતર  મારું  ઝળહળતું …..મેં તો

મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો

-દલપત પઢીયાર

 • આ  કાવ્યમાં  સરળ  શબ્દોમાં   ઉંચો  જીવનબોધ
 • આમ  તો  દીવો  ઘરમાં  કે  પરસાળમા  મૂકી  શકાય  પણ  દીવો  મૂકવાનું ઉત્તમ  સ્થાન  ઉંબરો  જ  ગણી  શકાય –
 •  ઘર  , ઉંબરો  અને  પરસાળ  – આ  ત્રણ  સ્થાને  મુકાતા દીવા  સાથે  ત્રણ  ભાવ  જોડાયેલા  છે .
 • ઘરમાં  પ્રગટતા  દીવામાં  સ્વાર્થભાવ ,
 • પરસાળમાં  પ્રકાશતા  દીવામાં  પરમાર્થભાવ  અને  ઉંબરના  દીવામાં સ્વાર્થ -પરમાર્થ  ભાવ
 • આથી ઉંબરે  મૂકેલો  દીવો  ઉત્તમ , ઘરમાં  મૂકેલો  દીવો  કનિષ્ઠ
 • ઉંબરે  મૂકેલા  દીવાનો  પ્રકાશ  ઘરમાં  અને  બહાર  બંને  ઠેકાણે …એનાથી  એક પંથ  દો  કાજ …
 •  ઉંબરનો  દીવો  ઘરના અજવાશ  સાથે  અંતરને  અજવાળે
 • મેડીનો  દીવો  મનના અજવાશ  સાથે   બૃહદને મહેકાવે
 • કૂવા પરનો  દીવો જળની  સાથે  સકલને  ઝળહલાવે
 • કવિ  ઘર , ખેતર , ડુંગર  ઉપર  દીવો  મૂકવાની વાત કરીને  સકળને  આલોકિત  કરે  છે
 • અહીં  આત્મજ્ઞાન  રૂપી  દીવડાના  પ્રકાશ  દ્વારા  ખુદને  અને  સકલ  માનવજાતના  અંતરને  અજવાળવાની  વાત  કવિ  કરે  છે
 • અંતરમાં  સ્નેહ , સદભાવ ,સહાનુભુતિ  ,આત્મીયતા , સંવેદનશીલતા  જેવી  સુક્ષ્મ  સંપત્તિઓની  સરવાણી વહેતી  કરી  એ  સંપત્તિઓનું  શ્રેય
 • પોતાની  સાથે  સાથે  અન્યને  પણ  સાંપડે  એવો  દીવો  પ્રગટાવવાની  વાત  છે

દીપાવલીના  આ અવસરે  આપણે પણ  આવો  દીવો  પ્રગટાવીને  સકળને   ઝળહળતું  કરીશુંને ?

This entry was posted in received E mail, પ્રાર્થના, વિચાર વિસ્તાર. Bookmark the permalink.

6 Responses to મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર

 1. Pingback: મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર « વિજયનુ ચિંતન જગત

 2. Pingback: મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર « વિજયનુ ચિંતન જગત

 3. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 4. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 5. Pingback: મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર « વિજયનુ ચિંતન જગત

 6. Pingback: મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર « વિજયનુ ચિંતન જગત

Comments are closed.