તારા વિના સૂરજ તો ઉગ્યો પણ આકાશ આથમી ગયું- સુરેશ દલાલ

 http://ugc.dhingana.com/uploads/mgreeting/1537338864ceee8880cbe88.45177461.jpg

તારા વિના સૂરજ તો ઉગ્યો પણ આકાશ આથમી ગયું

તારા વિના ફૂલ  તો ખીલ્યા
પણ  આંખો  કરમાઈ  ગઈ

તારા  વિના  ગીત  તો  સાંભળ્યું
પણ  કાન  મૂંગા  થયા

તારા વિના ….
તારા વિના ….
તારા વિના …

જવા  દે,
કશું  જ  કહેવું  નથી
અને  કહેવું  પણ  કોને?
તારા  વિના  ?

સુરેશ દલાલ

૦   આ  એક  નાનકડું  ઊર્મિ ગીત   જીવનમાં  પ્રિયજનના  અનિવાર્ય  મહત્વને  વર્ણવે  છે
૦    ‘તારા  વિના ‘   શબ્દો  દ્વારા  પ્રિયજન વિના  શું શું   થઇ  ગયું  તે  સૂચવાયું  છે
૦    પ્રથમ  કડીમાં કવિ  કહે છે- પ્રિયજન  વિનાનો સૂરજ કેવો? આકાશ આથમી  ગયા પછી સૂરજની  કલ્પના  કેવી  હોય ? જેના   આધારે  સૂર્યનું  અસ્તિત્વ  હોય  એ  આકાશ જ  આથમી  જાય  પછી  સૂર્યનું  હોવું  જ  અર્થ  વગરનું  બની  ન  જાય  શું ?
૦    પછીની  બીજી  બે  કડીમાં  આજ  વાતને  કવિ બીજા  ઉદાહરણોથી  દ્રઢાવે છે . કવિ કહે  છે – તારા  વિના ફૂલ તો ખીલ્યા  પણ  આંખ  કરમાઈ  ગઈ ….ગીત તો  સાંભળ્યું  પણ કાન  મૂંગા  બન્યા
૦ કવિ  ‘તારા  વિના ‘  પંક્તિને  વારંવાર  યોજીને -ત્રણ વાર  યોજીને   એજ  વાત  દોહરાવે છે ….પણ   રજૂ  કરવાની રીત  કેવી  સુંદર ..
૦ અંતની   પંક્તિઓ  તો  અદભુત…ઘણું  ઘણું  કહી દેવાની  રીત  તો  જુઓ … કવિ  કહે છે ‘કશું  જ  કહેવું  નથી ‘  કારણકે  કહેવું તો કોને?
૦  આ  નાનકડું  કાવ્ય એક  તરફ  પ્રિય  વ્યક્તિ  વિનાના  જીવનની  વેદનાને  આલેખે છે તો બીજી બાજુ  જીવનમાં  એની અનિવાર્યતા  વર્ણવે  છે
૦   આખું  કાવ્ય ‘તારા વિના’ના પુનરાવર્તન થી ભર્યું  છે

This entry was posted in કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.