શતાયુ થવાનાં કિમીયા (૧)

Life’s tragedy is that we get old too soon and wise too late.        -Benjamin Franklin

 

“શતાયુ ભવ” કે “દીર્ઘાયુ ભવ” નો આશીર્વાદ આપતા વડીલોને પણ કદાચ ખબર નહીં હોય કે તે આશીર્વાદ નહીં કેટલાયને માટે એ શાપ હશે. જોકે એ આશીર્વાદ કે શાપ સાબિત થતા પહેલા જેમને તે આશિર્વાદ મળ્યા હોય તેને કેટલાય કલાકો કસરતમાં અને શરીર સાચવવામાં જતા હોય છે . હરિકૃષ્ણ દાદા આજે પણ ૯૩ વર્ષની ઉંમરે રોજનાં ૧૦૦૦૦ પગલા ચાલતા હોય છે.

શતાયુ થવું એ આશીર્વાદ ત્યારે બને કે જ્યારે શરીર સારું હોય..પુરતા પૈસા કે જે મનની શાંતિ આપતા હોય અને જિંદગીમાં આધી વ્યાધી અને ઉપાધીને પહોંચી વળવાનું સચોટ હકારાત્મક મનોબળ હોય.

શતાયુ થવું એ શાપ ત્યારે બને જ્યારે ઉપર જણાવેલ વાતો જેવું કશું ના હોય. જેમકે માંદગી થી ભરેલું શરીર અને વિચ્છેદિત કુટુંબ હોય..ને સૌથી વધુ આગત્યની વાત પૈસા ન હોવાને કારણે અશાંત નકારત્મક વાતાવરણ હોય.

મારી વાતોમાં નકારાત્મક વાતો ન હોય અને તે બાબતને હું ગર્વથી કહું છું કારણ કે રડતા માનવીઓ દુઃખને વધુ વહાલ કરતા હોય છે કે સદા “હું બીચારો  મને કેટલું દુઃખ” કહીને સહાનુભૂતિ મેળવવા મથતો હોય છે.  દુનિયા આવા રોતલ અને બીચારા બાપડા સાથે રહેવા માંગતી હોતી નથી. તેમને તો તેમનું દુઃખ હરણ કરે તેવી કંપની ગમતી હોય છે. તમે જો આવા બાપડા અને બીચારા હો તો શતાયુ થશો કે કેમ એ શંકાસ્પદ ઘટના હશે અને જો તમે જીવશો તો પણ મહદ અંશે એકલા અને મુંઝાયેલા હશો.

એક સર્વે એવી વાત લઈને આવે છે કે આવા રોતલ લોકો મહદ અંશે કો’ક પ્રાણી પાળતા હોય છે. અને તે પાલતું પ્રાણી એટલા માટે રાખે છે કે તેમને કોઇના ઉપર ભરોંસો હોતો નથી. બીચારું નાનું ગલુડીયું કે પક્ષી કે બીલાડી ખાલી ભુખ લાગે ત્યારેજ બોલે બાકી ચુપ ચાપ માલીકની વાતો સાંભળે, ગેલ કરે અને કદી ગુસ્સો ન કરે.

હું તમે શતાયુ થાવ તેના રસ્તા તો બતાવીશ પણ અગત્યની વાત એ છે કે નિવૃત્ત જીવન સંપૂર્ણ આનંદથી જીવવા માટેનાં કીમિયા પણ બતાવીશ. કહે છે જે ઘરેડમાં જીવે છે તે ઘરડો જલ્દી થાય પણ જેના વાંચનમાં, શુભ કાર્યમાં અને કીર્તિમાં વૃધ્ધિ થાય છે તે વૃધ્ધ. REMEMBER, GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL.આ વાતનું જીવંત ઉદાહરણ છે હરેકૃષ્ણ દાદા.. તેમના મગજમાં ઉંમર એક નંબર માત્ર છે ૯૩ વર્ષે એક કાર્ય પત્યુ અને તેની પાછળ બીજું કાર્ય શરું જ હોય. મારા જેવા કેટલાયની સુષુપ્ત શક્તિઓ જગાડે અને પોતે પણ નવું શીખવાની ધગશ ના છોડે..હાલ તેઓ નવી ભાષા શીખવાનાં ઉત્સાહમાં છે

કીમિયો ૧.”સ્વ”માં વસ અને “પર”થી ખસ

નિવૃત્ત જીવન માં દાખલ થતા એક વાત સમજવી જરુરી છે અને તે છે “સ્વ”માં વસવું અને “પર” થી ખસવું. આ વાત તો સાવ નાની છે પણ તે આત્મ સાત કરવી તે સાધના છે.

એક સીધી વાત કહીયેતો આપણને હુકમો કરવા ગમે છે પણ કોઇ આપણને હુકમ કરે તો ગમતું નથી. કેમ?

આપણે બીજા માટે સલાહ આપવાની હોય તો ક્ષણની પણ વાર નથી લગાડતા પણ આપણે આપણેજ જો તે સલાહ પર અમલ કરવાનો હોય તો તે આપણ ને ગમતું નથી. કેમ?

માણસ માત્રને અન્યની વાતો..અન્યની ક્ષતિઓ અન્યની બુરાઇને ચગાવવા કે વાગોળવા ગમે છે. અને આ પરિસ્થિતિને “પરમાં વસ” કહે છે.

આ પરિવર્તનને આત્મસાત કરવા કેટલાંક પ્રયોગો કરવા પડશે. જેને મનોવૈજ્ઞાનિકો “ Transaction Analysis” કહે છે. આ માન્યતા મુજબ દરેક વ્યક્તિમાં એક બાળક એક  એક પુખ્ત અને એક વૃધ્ધ માણસ હોય છે. જ્યારે તમે વાત કરો ત્યારે સામા માણસ નાં પ્રતિભાવો ત્રણ પ્રકારનાં હોય.

બાળક્ની વાતોનો પ્રતિભાવ વૃધ્ધ માણસ સરસ રીતે આપે કારણ કે બાળક શીખવાનાં મત માં હોય અને વૃધ્ધ શીખવાડવાનાં મતમાં તેથી બાળકનાં પ્રશ્નો હોય પણ અભિમાન ના હોય જે વૃધ્ધ સરસ રીતે આપે. પુખ્ત માણસ નાં પ્રતિભાવમાં તેનો વિવેક અથવા અભિમાન આવે અને વાત ચેડાઇ શકે અને વૃધ્ધની વાતોમાં જાણકારીનું અભિમાન ટકરાયા વિના ના રહે. તારા કરતા હું વધુ જાણું વાળી વાતો આવે અને આવે જ.

મોટી ઉંમરે જો “સ્વ”માં વસ વાળી વાત હશે તો ખટરાગ ઉભો જ નહીં થાય કારણ કે મનમાં પ્રશ્નનો જવાબ “ એમાં મારે શું?” આવશે. અથવા “ભાઇ દરેક જણ ને પોતાનો ક્રોસ જાતે ઉપાડવાનો છે.”

જૈન સિધ્ધાંતોમાં અનેકાંતવાદ આ વાત બહુ સરસ રીતે સમજાવે છે અને કહે છે ભાઇ તું પણ સાચો હોઇ શકે છે અને હું પણ સાચો હોઇ શકું છું. મને મારી વાત સાચી છે અને તારી વાત ખોટી છે તેવું કોઇ મમત્વ જ નથી.

મહદ અંશે આ વાતનો જવાબ એ આવશે કે ભાઇ તમે જો સંસારમાં રહેતા હશો તો આ પલાયન વાદ તમને બદનામ કરશે.

હા અને કરીને ય બદનામી મળશે તો?

ખરેખર આ ભુલ છે.

જેમ કે નટુ કાકાનો એક માત્ર ભત્રીજો નવિન વારે અને તહેવારે કોઇ અને કોઇ બહાને નટુકાકા પાસે પૈસા પડાવે. નટુ કાકા નવિનને ના કહે નહી અને બહાનુ બનાવે.”પૈસા હમણા છુટા નથી એફ. ડી. પાક્યા પછી જોઇશું.” “ એટલે ક્યારે પાકશે?” નટુ કાકા આનો જવાબ ના આપવા ગોળા ગબડાવે પણ નવિન તો એમજ માને કે આ મારી બેંક છે અને પંદર દિવસ પછી માંદગી આવી..પછી છોકરીને પરણાવવાની છે આમ વાતો રોજ નવી આવે અને નટુ કાકા મુંઝાયા કરે.

મોટાભાગનાં લોકો આ પરિસ્થિતિને ટાળવા. ઉંમર, તબિયત કે બીન અનુકુળ વાતનો સહારો લે છે. તેમ ન કરતા વહેવારીક રસ્તો લો અને સ્પષ્ટ પણે જણાવો કે હવે હું બહાર નથી જતો કે જેથી તેઓ આગળ જતા નવી અપેક્ષાઓ પેદા કરી તમને ફરીથી અસ્વસ્થ ન કરે.

રેવા કાકીએ એક દિવસ નવિન ને ઉધડો લીધો “ અલ્યા નવિન! મોટાભાઇ તારા માટે બેંકમાં દલ્લો મુકીને તો ગયા છે. તે પટારો ક્યારેક તો ખોલ.”

નવિન કહે “ કાકી બાપા ગયા ત્યારે કહેતા ગયા હતા કે નટુ કાકાનું ધ્યાન રાખજે”

“ તે તુ આ કાકાનું ધ્યાન રાખે છે કે કાકાનાં પૈસાનું?”

 

 

 

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.