શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ

દુનિયાની ચિંતા છોડો, ભીતરે જ વસી છે શાંતિ

તે આણશે પરિવર્તન,”સ્વ”માં વસ, “પર”થી ખસ.

 

નિવૃત્ત જીવન માં દાખલ થતા એક વાત સમજવી જરુરી છે અને તે છે “સ્વ”માં વસવું અને “પર” થી ખસવું. આ વાત તો સાવ નાની છે પણ તે આત્મ સાત કરવી તે સાધના છે.

એક સીધી વાત કહીયેતો આપણને હુકમો કરવા ગમે છે પણ કોઇ આપણને હુકમ કરે તો ગમતું નથી. કેમ?

આપણે બીજા માટે સલાહ આપવાની હોય તો ક્ષણની પણ વાર નથી લગાડતા પણ આપણે આપણેજ જો તે સલાહ પર અમલ કરવાનો હોય તો તે આપણ ને ગમતું નથી. કેમ?

માણસ માત્રને અન્યની વાતો..અન્યની ક્ષતિઓ અન્યની બુરાઇને ચગાવવા કે વાગોળવા ગમે છે. અને આ પરિસ્થિતિને “પર”માં વસ કહે છે.

આ પરિવર્તનને આત્મસાત કરવા કેટલાંક પ્રયોગો કરવા પડશે. જેને મનોવૈજ્ઞાનિકો “ Transaction Analysis” કહે છે. આ માન્યતા મુજબ દરેક વ્યક્તિમાં એક બાળક એક  એક પુખ્ત અને એક વૃધ્ધ માણસ હોય છે. જ્યારે તમે વાત કરો ત્યારે સામા માણસ નાં પ્રતિભાવો ત્રણ પ્રકારનાં હોય.

બાળક્ની વાતોનો પ્રતિભાવ વૃધ્ધ માણસ સરસ રીતે આપે કારણ કે બાળક શીખવાનાં મત માં હોય અને વૃધ્ધ શીખવાડવાનાં મતમાં તેથી બાળકનાં પ્રશ્નો હોય પણ અભિમાન ના હોય જે વૃધ્ધ સરસ રીતે આપે. પુખ્ત માણસ નાં પ્રતિભાવમાં તેનો વિવેક અથવા અભિમાન આવે અને વાત ચેડાઇ શકે અને વૃધ્ધની વાતોમાં જાણકારીનું અભિમાન ટકરાયા વિના ના રહે. તારા કરતા હું વધુ જાણું વાળી વાતો આવે અને આવે જ.

મોટી ઉંમરે જો “સ્વ”માં વસ વાળી વાત હશે તો ખટરાગ ઉભો જ નહીં થાય કારણ કે મનમાં પ્રશ્નનો જવાબ “ એમાં મારે શું?” આવશે. અથવા “ભાઇ દરેક જણ ને પોતાનો ક્રોસ જાતે ઉપાડવાનો છે.”

જૈન સિધ્ધાંતોમાં અનેકાંતવાદ આ વાત બહુ સરસ રીતે સમજાવે છે અને કહે છે ભાઇ તું પણ સાચો હોઇ શકે છે અને હું પણ સાચો હોઇ શકું છું. મને મારી વાત સાચી છે અને તારી વાત ખોટી છે તેવું કોઇ મમત્વ જ નથી.

મહદ અંશે આ વાતનો જવાબ એ આવશે કે ભાઇ તમે જો સંસારમાં રહેતા હશો તો આ પલાયન વાદ તમને બદનામ કરશે.

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમે, નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.

2 Responses to શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ

  1. Pingback: » શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ » GujaratiLinks.com

Comments are closed.