સોદો–ખેવના ત્રિવેદી

રહ્યો આપણી વચ્ચે એટલો ફરક
તમે રહ્યા ચૂપ અનેઅમે ચર્ચાઈ ગયા

જાતને જાણવાનો વખત આવ્યો જયારે
તમે લગાવી વગ ને અમે વર્તાઈ ગયા

અમથા જ જમ્યા’તા વાદળા જયારે
તમે ભાખ્યું ને અમે ભરમાઈ ગયા

સોદો બહુ ખાસ નફાનો નથી
તમે જાણતા માંડ્યો અમે છેતરાઇ ગયા

-ખેવના ત્રિવેદી

This entry was posted in Uncategorized. Bookmark the permalink.