સુનો હતો દરબાર- વસંત પરીખ

પામ્યું તેને માપ્યું નહીં ને, માપીને ના પામ્યા
માણ્યું તેનું ગાણું નહીં ને, રહ્યું તેની ખજવાળ

વરસ્યું એથી વિશ્રામ નહીં ને,કોરાનો કચવાટ
મળ્યું તેની મસ્તી નહીં ને ,ખૂટ્યું તેનો કકળાટ

ગાયું તે તો ગીત નહીં ને ,સુણ્યું નહીં સંગીત
અલખના જયારે સૂર રેલાયાં સુનો હતો દરબાર

-વસંત પરીખ

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to સુનો હતો દરબાર- વસંત પરીખ

  1. vijayshah says:

    અલખના જયારે સૂર રેલાયાં સુનો હતો દરબાર
    waah!

  2. vijayshah says:

    અલખના જયારે સૂર રેલાયાં સુનો હતો દરબાર
    waah!

Comments are closed.