જોડણી નાં નિયમો-

આ વિષયે બ્લોગ ઉપર ઘણું જ લખાયુ છે છતા તે બાબતે જે જરૂરી છે તે એક જ જગ્યાએ સ્પષ્ટ સ્વરુપે નથી લખાયુ તેથી અત્રે ડો બી સી રાઠોડ અને મારા લખાયેલા પુસ્તક ” ગુજરાતી વ્યાકરણ પરિચય” માં થી ૧૯મું પ્રકરણ પુનઃ પ્રસિધ્ધ કરું છું… આશા છે કે ગુજરાતી સાહિત્યમાં સગવડનાં નામે ઘુસેલી જોડણી રમતો શમે…
ગાંધીજી કહેતા કે “અંગ્રેજી ભાષાનાં શબ્દોની જોડણી ખોટી કરતા આપણ ને શરમ લાગે છે,તેના કરતા માતૃભાષાની જોડણી નો વધ કરતા આપણ ને વધુ શરમ લાગવી જોઇએ”

જોડણી નાં નિયમો

(૧) નીચેના પૂર્વગો હ્રસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દો હ્રસ્વ “ઇ” આવે.

અતિ- અતિશય, અતિજ્ઞાન, અતિભાર, અતિવૃષ્ટિ, અતિરિક્ત
અધિ અધિકારી, અધિસૂચના, અધિનિયમ, અધિકૃત, અધિકારી
અભિ અભિરૂચિ, અભિજ્ઞાન, અભિનય, અભિમુખ.
નિ નિવેદન, નિયોજન, નિવાસ, નિરોધ, નિયંત્રણ, નિગ્રહ
નિઃ નિરક્ષર, નિરંકુશ, નિરાધાર, નિર્લજ્જ, નિઃસ્પૃહ, નિઃસ્વાર્થ,્નિઃશંક, નિર્મલ, નિરુપાય, નિર્ગુણ,
પરિ પરિગ્રહ, પરિત્યાગ, પરિમિતિ,પરિવહન, પરિચિત, પરિપાક, પરિમલ, પરિસ્થિતિ, પરિશિષ્ટ
પ્રતિ પ્રતિકાર,પ્રતિકૂળ,પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિનિધિ, પ્રતિબંધ
વિ વિજ્ઞાન, વિનિમય, વિશેષ, વિવશ, વિશ્રુત, વિભિન્ન,
બહિ બહિર્ગોળ, બહિષ્કાર, બહિર્મુખ, બહિષ્કોણ, બહિઃસીમા
( ક્રમશઃ)

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.