અનુસ્વારના નિયમો

(૧) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
 હું અને તું સર્વનામમાં
 બોલું, લખું તેવા ક્રિયાપદોમાં
 બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં
 પોતાનું, રાજાનું, મીનાનું સંબંધક વિભક્તિમાં
 મેં, તેં, સર્વનામમાં
 ઘરમાં, નદીમાં, શાળામાં – અધિકરણ વિભક્તિના પ્રત્યયમાં
 ખાતું, પીતું, લખતું જેવા કૃદંતોના તું પ્રત્યયમાં
 જ્યાં, ત્યાં, ક્યાં શબ્દોમાં
(૨) નરજાતિના શબ્દોમાં ક્યારેય અનુસ્વાર ન આવે, તેને લગતાં વિકારી વિશેષણો કે ક્રિયાપદનાં વિકારીરૂપોમાં પણ અનુસ્વાર આવતો નથી.
ગાંધીજી સત્યપ્રેમી હતાં. (હતા – આવે)

(૩) નારીજાતિના શબ્દોમાં અનુસ્વાર ન આવે, પરંતુ નારીજાતિનો શબ્દ માનાર્થ બહુવચનમાં આવે તો અનુસ્વાર આવે.
મોટાં બહેન આવ્યાં.

(૪) નાન્યતર જાતિમાં એકવચનમાં છેલ્લે ‘ઉ’ હોય ત્યારે બહુવચનમાં અને તેની સાથે વપરાતાં વિકારી વિશેષણોમાં અનુસ્વારનો ઉપયોગ થાય છે.
નાનું છોકરું રમતું હતું.
નાનાં છોકરાં કોને વહાલાં ન હોય ?

(૫) જ્યારે વાક્યમાં કર્તા વિવિધ જાતિના હોય ત્યારે અનુસ્વાર આવે છે.
નર-નારી અને બાળકો સૌ કોઈ સૂઈ ગયાં હતાં
ધણી-ધણિયાણી ઝઘડી પડ્યાં.

(૬) જ્યારે વાક્યમાં વિવિધ જાતિના કર્તાઓ અથવાથી જોડાયેલા હોય ત્યારે અનુસ્વાર છેલ્લા શબ્દની જાતિ કે વચન પ્રમાણે આવે છે.
મેં કોઈ પત્ર અથવા રાજીનામું આપ્યું નથી.
મેં કોઈ રાજીનામુ અથવા પત્ર આપ્યો નથી.

(૭) સરખામણી માટે વપરાતાં કરતાં, પહેલાં પર અનુસ્વાર આવે.
શિલ્પા મીના કરતાં મોટી છે.
અનુસ્વારને લીધે વ્યક્ત થતો અર્થભેદ

કંદ – કાંદો
કાંપ – કાદવ
ખેડું – ગામડું
ખાંધ – ખભો
ખંત – ધગશ
ખંડ – ભાગ, ટુકડો
કંપ – ધ્રુજારી
ગંડ – ગાલ, ગાંઠ
ગાંડી – દીવાની
ચિંતા – ફિકર
જંગ – યુદ્ધ
ચોમાસું – વર્ષાઋતુ
જંપ – શાંતિ, નિરાંત
ઝંડી – નાનો ઝંડો
દંડી – દંડધારી સન્યાસી
નંગ – હીરો, લુચ્ચો
ઢંગ – રીત
બંદી – બંધી, કેદી, મના
બંગ – કલાઈ
બંગલો – મકાન
ભાંગ – એક પીણું
વંડો – વાડો
પંખ – પાંખ
પંડ – શરીર
ફાંટ – ઝોળી
કદ – પ્રમાણ, માપ
કાપ – અટકાવવું તે
ખેડુ – ખેડૂત
ખાધ – ખોટ
ખત – પત્ર
ખડ – ઘાસ, નીંદામણ
કપ – પ્યાલો
ગડ – ગડી, ગેડ
ગાડી – વાહન
ચિતા – ચેહ, અગ્નિ
જગ – જગત
ચોમાસું – ચોમાસામાં થતું
જપ – નામ કે મંત્રનું રટણ
ઝડી – એક સપાટે, ઝપાટો
દડી – નાનો દડો
નગ – પર્વત
ઢગ – ઢગલો
બદી – અનીતિ
બગ – બગલો
બગલો – એક પક્ષી
ભાગ – હિસ્સો
વડો – મુખી
પખ – તરફેણ, પક્ષ
પડ – ઢાંકણ, ગડી
ફાટ – કળતર, પીડા

યાદ રાખો :
(1) નહિ અને નહીં બન્ને જોડણી સાચી છે.
(2) નીચેના શબ્દોમાં અનુસ્વાર નથી.
હોશિયાર, નાણાકીય, વર્તણૂક અને અનુનાસિકા એકસાથે ઉપયોગ થતો નથી.
(3) શબ્દમાં એકીસાથે અનુસ્વાર અને અનુનાસિક ઉપયોગ થતો નથી.
અંમ્બા, ઈંન્દ્ર, કાંન્તા, બોંમ્બ – ખોટી જોડણી છે.
અંબા કે અમ્બા, ઈંદ્ર કે ઈન્દ્ર, કાન્તા કે કાંતા અને બોમ્બ કે બોંબ લખાય.

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.