જોડણીના નિયમો (૪)

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, વીર્ય, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ, કીર્તિ, દીર્ઘ, વિસ્તીર્ણ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ, મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ હોય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય, ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં, એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો, ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર, નાળિયેર, ફેરિયો.

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’ છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ, ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) ‘વતી’ અને ‘મતી-વાળી’ના અર્થમાં હોય ત્યાં દીર્ઘ ‘ઈ’ છે.
લીલાવતી, કલાવતી, ભગવતી, સરસ્વતી, ગુણવતી, ભાનુમતી, ઇંદુમતી, તારામતી, શ્રીમતી.

(૧૩) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’ આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની, સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની, હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની, નંદિની, પદ્મિની.

(૧૪) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’ લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા, સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

(૧૫) શબ્દને છેડે કૃત, ભૂત, કરણ, ભવન, આવે ત્યાં દીર્ઘ ‘ઈ’ આવે છે.
વિકેન્દ્રીકરણ, વર્ગીકરણ, સ્પષ્ટીકરણ, સમીકરણ, વનીકરણ, વંધ્યીકરણ, ઘનીભવન, બાષ્પીભવન, વર્ગીકૃત, અંગીકૃત, સ્વીકૃત, ઘનીભૂત, દ્રઢીભૂત, ગુણીભૂત, ભસ્મીભૂત.

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.