જોડણી નાં નિયમો(૫)

(૧૬) શબ્દમાં છેડે આવતા ‘ણૂક’ અને ગીરી’માં દીર્ઘ ‘ઊ’ અને ‘ઈ’ આવે છે.
નિમણૂક, વર્તણૂક, કામગીરી, યાદગીરી, ઉઠાઉગીરી, દાદાગીરી
પરંતુ ગિરિ પર્વતના અર્થમાં હોય હ્રસ્વ ‘ઇ’ આવે છે.
નીલગિરિ, હિમગિરિ, ધવલગિરિ.

(૧૭) શ્રેષ્ઠતાદર્શક રૂપ તરીકે ‘ઇષ્ઠ’માં હ્રસ્વ ‘ઇ’ આવે છે.
કનિષ્ઠ, ધનિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ

(૧૮) આ શબ્દોમાં ઇષ્ટ છે ઈષ્ઠ નથી.
ઇષ્ટ, શિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ક્લિષ્ટ.

(૧૯) આ શબ્દોમાં ‘ઠ’ છે ‘ટ’ નથી.
કાષ્ઠ, નિષ્ઠા, પરાકાષ્ઠા, શર્મિષ્ઠા, નૈષ્ઠિક,

(૨૦) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે.
શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર, લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો, ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર, પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ, મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર, વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર, શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૨૧) તીવ્ર અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તાં હ્રસ્વ ‘ઇ’, ‘ઉ’ આવે છે.
ચિંતા (ચિન્તા), ચુંબક, હિંદ, કુંતા, સુંદર, કુંભ, પિંડ, ગુંજન, બિંદુ, અરવિંદ, ચિંતન, સિંધુ, નિંદા, કિંમત.

(૨૨) કોમલ અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તેમ ન હોય ત્યાં દીર્ઘ ઈ, ઊ આવે છે.
વીંટી, હીંચકો, પૂંછડું, ખૂંધ, ભીંત, ટૂંકમાં, ભીંસ, ઊંચું, ચૂંટણી, લૂંટ, ભૂંસ, લૂંટારો, ગૂંથણ, ઊંઘ, ડુંટી, ભીંડો.

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.