જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો

(1)               ક્ + ષ = ક્ષ, – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = જ્ઞ – યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ = દૃ – દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ = દ્દ, ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ = દ્ધ, – યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ = દ્મ, – પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય = દ્ય, – વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર = દ્ર, – દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ = દ્વ, વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ = ધ્ધ, અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય = ધ્ય, – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ = શ્વ, અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ = શ્ચ,  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર = શ્ર,  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન= શ્ન, પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત = ત્ત, સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર = સ્ર, સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર = સ્ત્ર, સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ = હૃ હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન = હ્ન, વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ = હ્મ, બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય = હ્ય, સહ્ય, રહ્યું

(23)         હ્ + ર = હ્ર, હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર = ડ્ર, ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર = ટ્ર, રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ = સૃ, સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ = પૃ, પૃથ્વી, પૃચ્છા

નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’

જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)               

        

 

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.