(11) નીચેના શબ્દોની જોડણી યાદ રાખો, જ્યાં ત્ ની સાથે ત હોય ત્યાં ત્ત લખાય

સતા – સત્તા

વિદ્વતા – વિદ્વત્તા

મહત્વ – મહત્ત્વ

પુરાતત્વ – પુરાતત્ત્વ

નીતિમતા – નીતિમત્તા

પ્રજાસતાક – પ્રજાસત્તાક

ચિત – ચિત્ત

મહતર – મહત્તર

વિત – વિત્ત

સ્વાયત – સ્વાયત્ત

વિષુવવૃત – વિષુવવૃત્ત

આપતિ – આપત્તિ

મનોવૃતિ – મનોવૃત્તિ

અગરબતી – અગરબત્તી

છાત્રવૃતિ – છાત્રવૃત્તિ

ગુણવતા – ગુણવત્તા

તત્વ –તત્ત્વ

સત્વ – સત્ત્વ

બુદ્ધિમતા – બુદ્ધિમત્તા

તત્વવેતા – તત્વવેત્તા

ઉતર – ઉત્તર

નિમિત – નિમિત્ત

ઉદાત – ઉદાત્ત

પિત – પિત્ત

નિવૃત – નિવૃત્ત

સંપતિ – સંપત્તિ

ઉત્પતિ – ઉત્પત્તિ

બતી – બત્તી

ઉતીર્ણ – ઉત્તીર્ણ

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.