રોબોટ

હા આજ કાલ તુ રોબોટ થઇ ગયો છે
વાત કરે ત્યારે બાઇનરીમાં (હા અથવા ના)
કેમ કરી સમજાવું તને
પ્રેમ આખો મારો એ બે અંતિમો વચ્ચે
અને તુ રહે સદા અંતિમોએ
ક્યારેક હસ કે હસાવ સખે
ક્યારેક રડ અને રડાવ સખે
ના પકડ એ જડતા પથ્થર સમી

તુ રોબોટ નથી.
તુ તો મારો અને મારો સજન સખે
માફ કર જો મેં તને દુભવ્યો ગુસ્સા થકી
તુ વિચારે તે બધું સાચું નથી અને
હા તે બધું ખોટુ પણ નથી

અંતિમોની વચ્ચે જ શ્વસે મિત મારો
અંતિમોની વચ્ચે જ ખીલે પ્રેમ મારો

This entry was posted in કવિતા, રાજ્જા મારા. Bookmark the permalink.