આજે વિશ્વ માતૃભાષા દિવસ ….

1361453153_mother-language

જીજીએન ટીમ દ્વારા | February 21, 2013, 06:44 PM IST

વડોદરા :
આજે વિશ્વ માતૃભાષા દિવસ. મને તમને અને આપ સહુને માટે ગૌરવવંતો દિવસ . આપણી પોતાની ભાષા પ્રત્યે આપણે ક્યારેય ગંભીર રહ્યા નથી. જેને પરિણામે આજે ગુજરાતી પોતાની ભાષાથી વિમુખ થતી જાય છે. અને તે માટે જો કોઈ સૌથી વધારે જવાબદાર હોય તો તે છે અંગેજી ભાષા અને ત્યારબાદ રશિયન ભાષા આવે છે જેણે પ્રાંતીય ભાષાનો દાટ વાળી નાંખ્યો.

જો કે ગુજરાતી ભાષાનો ખો કાઢી નાખવામાં આપણે પણ એટલા જ જવાબદાર છે. કારણ કે સ્પર્ધામાં અવ્વલ ત્યારે જ અવાય જ્યારે કે આપનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એવી ગેરમાન્યતા ઘટવાને બદલે દિવસે દિવસે વકરતી જ જાય છે. ગુજરાતી ભાષાને પરમ શિખરે રાખવા માટે ગુજરાતી સાહિત્ય અને તેના કર્મઠ કવિશ્રીઓએ ખુબ મહેનત કરી છે.

અરદેશર અલી ખબરદાર કહે છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.’ આ અવિસ્મરણીય સુત્ર આપીને આપણી માતૃભાષાના રખેવાળોએ સુંદર કાર્ય કર્યું છે. મહાકવિ ઉમાશંકર જોશી કહે છે કે ‘સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.’ તો ગુજરાતના પ્રાચીન આખ્યાનકાર પ્રેમાનંદે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ નહિ સ્થપાય ત્યાં સુધી માથે પાઘડીનો ત્યાગ કરવાનો પડકાર ફેંક્યો. કવિ દલપતરામે કહ્યું કે ‘હું રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું.’ તો વર્ષ 1868માં રેવરન ફાધર ટેલરના શબ્દો હતા કે ‘સંસ્કૃતની દીકરી ગુજરાતી, તને સદાકાળ આશીર્વાદ હજો, તારું સદાય કલ્યાણ થાજો.’

આમ ગુજરાતી ભાષા કેટલી વૈભવશાળી ભાષા છે તેનો ચિતાર આપવા માટે આ કવિઓએ ખુબ વિશાળ યોગદાન આપ્યું. પરંતુ કમનસીબે ઘરમાં માતૃભાષાનું ચલણ ધીમે ધીમે ઘટતું જાય છે. અને એવા કેટલાય ગુજરાતી પરિવાર છે કે જે કોઈની સામે ગુજરાતી બોલવામાં નાનમ સમજે છે. ત્યારે આપને સહુએ એક અવાજે આપની પિતાની માતૃભાષાને જીવાડવા માટે જાગૃત થવું પડશે. નહીતર દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી જીવતો હશે પરંતુ ગુજરાતી ભાષા મરી પરવારી હશે.

DP
http://www.globalgujaratnews.com/article/world-mother-language-day/

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

2 Responses to આજે વિશ્વ માતૃભાષા દિવસ ….

  1. Kirit Modi says:

    જયારે પણ ગુજરાતમાં વસતા ગુજરાતીઓના મુખે ગૌરવથી બોલતા સાંભળું છું કે “મારો દિકરો ઈંગ્લીશ mediumમાં ભણે છે”, ત્યારે મને પણ ઘણું દુઃખ થાય છે!

Comments are closed.