ધાર્મિક વિરાસત સાચવીને બેઠેલો શત્રુંજય-કનૈયાલાલ નાયક

અમદાવાદ :
શત્રુંજય કે શેત્રુંજો તરીકે ઓળખાતો આ પર્વત ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો છે. તેનું ભૌગોલિક સ્થાન 210 31’ ઉ.અ. અને 710 42’ પૂ.રે. વચ્ચે આવેલું છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર છે, તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની ઉત્પત્તિની બાબતમાં જે ભૌગોલિક સંશોધનો થયેલાં છે, તે પ્રમાણે લાવા-પ્રસ્ફુરનની ક્રિયા પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ બનેલો છે. તેના ઘટક તરીકે તેના ખડકો બેસાલ્ટ એન્ડેસાઈટ અને ઓલ્સિડિયન પ્રકારના છે. તેની આસપાસના ભાગોમાં લેમ્પ્રોફાયર, લિમ્બરગાઈટ, મોન્ચિ કાઈટ, પોર્ફિરાઈટ, ઑલ્વિન ગેલ્બ્રા, મોન્ઝોનાઈટ અને નેફેલિન સાઈનાઈટ જેવા અંતર્ભેદનો પણ જોવા મળેલા છે. પર્વતની આજુબાજુની જમીન મૂરમવાળી છે. અને પર્વત પર વનસ્પતિ પણ ઝાઝું જોવા મળતું નથી. ફક્ત કાળો ધવ, હરમો, મોદડ, ગોરડ, સાલેડી બોરડી કે ગરમાળા જેવાં વૃક્ષ જોવામાં છે.

ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રવિસ્તારમાં પાલિતાણા નજીક 1970 ફૂટ ઊંચાઈ પર શત્રુંજય પર્વત આવેલો છે. આનો ઉલ્લેખ જૈન સાહિત્ય આગમમાં જોવા મળે છે. ગૌતમકુમારે અરિષ્ટ નેમિ પાસે દીક્ષા લઈને આ શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યાનું અંતકૃદશામાં જાણવા મળે છે. જૈન ગ્રંથોની અનુશ્રુતિ પ્રમાણે પાંચ પાંડવો કૃષ્ણનાં નિધનથી સંવેગ પામીને સુસ્થિત સ્થવિરની પાસે દીક્ષા લઈને શત્રુંજયના શિખર ઉપર પાદપોપગમન (વૃક્ષની જેમ સ્થિર રહીને) અનશન કરીને કાળધર્મ પામ્યાનું જાણવા મળે છે.

સાહિત્યિક ઉલ્લેખ પ્રમાણે મૈત્રકકાલીન જિનસૂરીના હરિવંશ પુરાણનો સિદ્ધકૂટ તરીકે માલૂમ પડી આવ્યો છે. આ ઉપરાંત પ્રબંધચિંતામણિ, પ્રભાવકચરિત, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રંથોમાં શત્રુંજય વિશે ઉલ્લેખો જોવા મળે છે.

શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે. આ પર્વત પર 105 મોટાં દેરાસરો, 815 નાની દેરીઓ, 11094 પાષાણની પ્રતિમાઓ અને 665 ધાતુની પ્રતિમાઓ પણ આવેલી છે. આ શત્રુંજય જેવાં સ્થળોએ સિદ્ધરાજ સોલંકીએ પણ કુમારવિહાર બંધાવ્યા હતા.ભગવતદ્ગો મંડલ પ્રમાણે શત્રુંજયનો અર્થ જોવા જઈએ તો અભિમન્યુએ મારેલો એ નામનો એક રાજપુત્ર, અશ્વત્થામાને હાથે મરાયેલા દ્રુપદ રાજાના પુત્રોમાંનો એક, એ નામનો રામની સેનામાંને એક હાથી, શત્રુંજય નામનો સૌરાષ્ટ્રમાં આવેલો એક પર્વત શેત્રુંજો. તે પાલિતાણાની થડોથડ આવેલો છે. તે સૌરાષ્ટ્રમાં આવેલું એક જાણીતું જૈન તીર્થ છે. સમુદ્રની સપાટીથી એની ઊંચાઈ 1977 ફૂટ છે. કહેવાય છે કે મહાસિદ્ધ યોગી નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્ત આચાર્યની કાયમી સ્મૃતિ રાખવા માટે પાદલિપ્તના નામ ઉપરથી પાલિતાણા વસાવ્યું. પાદલિપ્તનું બીજું નામ જૈન પરંપરામાં પાલિત પણ પ્રસિદ્ધ છે. એક એવી પણ જૈન અનુશ્રુતિ જૈન ગ્રંથોમાં નોંધાયેલી છે કે એકવાર શત્રુંજય તીર્થ બૌદ્ધોના કબજામાં હતું. પછી જ્યારે સૌરાષ્ટ્રમાં જૈનોનું પ્રાબલ્ય વધ્યું ત્યારે તે તીર્થ જૈનોના કબજામાં આવ્યું. પંડિત બેચરદાસના સંશોધન પ્રમાણે જ્યારે જૈનો કોઈ રાજક્રાંતિ કે ધર્મક્રાંતિના કાળે મગધમાંથી ખસતાં ખસતાં રાજપૂતાના અને સૌરાષ્ટ્ર તરફ આવવા માંડ્યા અને બરાબર સ્થિર થયા ત્યારે શત્રુંજય તીર્થ હયાતીમાં આવ્યું હોય તેમ લાગે છે.

ગૌંડ દેશના રાજ ધર્મપાલ અને કનોજના રાજા નાગભટ્ટ બીજાએ શત્રુંજયની યાત્રા કરી હતી. શેત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે. આ પર્વત પર 105 મોટાં દેરાસરો, 815 નાની દેરીઓ, 11094 પાષાણની પ્રતિમાઓ અને 665 ધાતુની પ્રતિમાઓ પણ આવેલી છે. આ શત્રુંજય જેવાં સ્થળોએ સિદ્ધરાજ સોલંકીએ પણ કુમારવિહાર બંધાવ્યા હતા. કુમારપાલના વૃદ્ધ મંત્રી ઉદયનની શત્રુંજય મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની અધૂરી રહેલી ઈચ્છા એમના પુત્ર વાગ્ભટે ઈ.સ. 1155માં પૂરી કરી હતી. આ ઉપરાંત પણ કુમારપાળે સંઘ કાઢી શેત્રુંજયની યાત્રા કરી હતી. વસ્તુપાળે પણ શેત્રુંજયની યાત્રા કરી હતી.

શત્રુંજય પર ખાસ કરીને જૈનતીર્થો વધુ પ્રમાણમાં છે. તેમાં શ્રી ઋષભદેવ શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા હતા. તેથી શ્રી ઋષભદેવના તીર્થ તરીકે પણ શત્રુંજય પ્રસિદ્ધ છે.અમુક માહિતી અનુસાર કચ્છના જગડુશા તથા પેથડ શ્રેષ્ઠીએ પણ શત્રુંજ્યાદિ સ્થળોએ જૂનાં દેરાસરોનું સંસ્કરણ તથા નવા ચૈત્યોનું સર્જન કરાવ્યું હતું. આ ઉપરાંત પણ શત્રુંજય પર્વત પર આવેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવામાં પાલનપુર શ્રેષ્ઠી દેસલ પુત્ર અમરસિંહ, ચિતોડનિવાસી ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠી કર્મચંદ્ર મંત્રીએ લાખો રૂપિયા ખર્ચીને પણ શત્રુંજયનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આ ઉપરાંત શત્રુંજય પર્વત ઉપર કવિ પંડિત વિવેક ધીગણીએ ‘શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ’ નામના ઐતિહાસિક કાવ્યની રચના કરી હતી. શત્રુંજય ઉપર અમદાવાદની પ્રેમચંદ લવજી મોદીની ટૂકની સ્થાપના ઈ.સ. 1787માં થઈ હતી અને કેટલાંક મંદિરો બંધાવ્યાં હતાં. અમદાવાદના નગરશેઠ વખતચંદે ઈ.સ. 1808માં શત્રુંજયનો સંઘ કાઢ્યો અને પર્વત ઉપર મૂર્તિઓની સ્થાપના કરી હતી. આમ શત્રુંજય પર્વત વિશેનો ઈતિહાસ ખૂબ જ રોચક છે. જેના પર સમયાંતરે નવાં નવાં મંદિરોનું નિર્માણ થતું રહ્યું છે.

શત્રુંજય પરનાં મંદિરો

શત્રુંજય પર ખાસ કરીને જૈનતીર્થો વધુ પ્રમાણમાં છે. તેમાં શ્રી ઋષભદેવ શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા હતા. તેથી શ્રી ઋષભદેવના તીર્થ તરીકે પણ શત્રુંજય પ્રસિદ્ધ છે. સાહિત્યોમાં ઉલ્લેખ છે કે, શ્રી ઋષભદેવના પ્રથમ ગણઘર પુંડરિક સ્વામી આ મહાતીર્થ ઉપર નિર્વાણ પામ્યા હતા, એટલે પુંડરિકગિરિ તરીકે પણ પ્રસિદ્ધ છે. શત્રુંજય પર્વતનું વર્ણન કરતાં અનેક ગ્રંથો રચાયા છે. જેમાં શ્રી શત્રુંજયની તીર્થો દ્વાર રાસે શત્રુંજય લઘુકલ્પ, શ્રી શત્રુંજય તીર્થો દ્વારબંધ, શ્રી શત્રુંજય માહાત્મ્ય વગેરે ગ્રંથોની રચાયાં છે.

શત્રુંજય પર્વત પર નવ ટૂક આવેલી છે-દાદાની મોટી ટૂક, ચોમુખજી(ખરતરવસહીની) ટૂક, સાકર સહીની ટૂક, નંદીશ્વરદ્વીપની ટૂક, હેમાભાઈની ટૂક, મોદીની ટૂક(પ્રેમાવસહી), બાલાભાઈની ટૂક(બાલાવસહિ) અને મોતીશાની ટૂક. આ ટૂક પર જુદાં જુદાં મંદિરો આવેલા છે. આ ગિરિરાજની નગર પ્રવેશવા માટેનો મુખ્ય રસ્તો એ જયતલાટીનો છે. આ રસ્તે 3745 પગથિયા છે. દાદા તરીકે પૂજાતા શ્રી આદિશ્વર(ઋષભદેવ)નું મુખ્ય મંદિર અહિં હોવાથી આ ટૂક એ નામે ઓળખાય છે.

શત્રુંજય પર્વત પર જુદાં જુદાં મંદિરોનો સમૂહ છે. જુદી જુદી પ્રતિમા પરના શિલાલેખોના આધારે માહિતી મળે છે. શિલાલેખોની સંખ્યા લગભગ 586 જેટલી છે.આ ઉપરાંત મંદિરોમાં રાયણ પગલાની દેરી, શ્રી આદિશ્વરનું નવું મંદિર, સમ્મેતશિખરનું દેરાસર, સિમંધર સ્વામીનું મંદિર, પાંચ ભાઈઓનું મંદિર, શ્રી પુંડરિક સ્વામીનું મંદિર વગેરે મંદિરો ઉલ્લેખનીય છે.

છીપાવસહીમાં ટોડરવિહારનામનું મંદિર, શ્રેયાંસનાથનું મંદિર, અજિતનાથ શાંતિનાનાં અડોઅડ મંદિરો આવેલાં છે. ઋષભદેવનું મંદિર, નેમિનાથનું મંદિર, પાર્શ્વનાથનું મંદિર વગેરે મંદિરો આવેલાં છે. સાકરવસહીની ટૂક પર ત્રણ દેરાસર અમે 21 દેરીઓ આવેલ છે. જે મૂળ મંદિર છે તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું છે.

આમ શત્રુંજય પર્વત પર જુદાં જુદાં મંદિરોનો સમૂહ છે. જુદી જુદી પ્રતિમા પરના શિલાલેખોના આધારે માહિતી મળે છે. શિલાલેખોની સંખ્યા લગભગ 586 જેટલી છે.

KN / KP
http://www.globalgujaratnews.com/article/kanaiyalal-nayak-article-about-shatrunjay-mountain/

This entry was posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, માહિતી. Bookmark the permalink.