વાગ્યા ઉપર વાગે છે-દેવીકા ધ્રુવ.

વાગ્યા ઉપર વાગે છે.
દાઝ્યા ઉપર ડામે છે.

રુઝ માંડ આવે ત્યાં,
જાતે જ ફરી ચાંપે છે.

છાંયાથી દૂર ભાગી જઇ.
તડકે જઇને ચાલે છે.

જાણી બુઝી વ્હોરે તાપ
સૂરજને શેં ભાંડે છે ?

નિર્મળ ડહોળી નીર
તીરે ઉભી મ્હાલે છે.

ડૂબ્યા વિના ઝંખે મોતી
કોને ‘દેવી’ લાધે છે ?

જોગાનુજોગ છે કે આવીજ એક કવિતા નીતિન વડગામાની પંચમ શુકલ દ્વારા ઇ મેલ માં મળી.
ખાટ સવાદીયા અને કામ કર્યા વગર નામ ઝંખતા સૌને જવાબ.

ગઝલ • નીતિન વડગામા

ભરેલું પાત્ર ઢોળીને બધાનું ધ્યાન ખેંચે છે.
સરોવર સાવ ડહોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

ધરીને ધ્યાન ઊભો એક બગલો શાંત પાણીમાં,
અચાનક ચાંચ બોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

નથી વાવ્યું-ઉછેર્યું ઝાડ એણે તોય એ પાછો-
અકારણ પાન તોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

હતું ખંડેર જેવું ઘર હજી છે એમનું એમ જ,
ફકત દીવાલ ધોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

નથી કૈં પંથ નક્કી કે પ્રયોજન પણ નથી નક્કી,
અમસ્તો સાવ દોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

વજૂદ છે વાતમાં એ આમ અંદરથી કબૂલે છે,
છતાં વાતો વખોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

પ્રથમ સૌ મારતા ભેગા મળીને હાથમાં ખીલા,
પછી બે હાથ જોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

સૌજન્ય: ‘નવનીત સમર્પણ’, ડિસેમ્બર 2012 (પૃષ્ઠ 19)

This entry was posted in received E mail, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કાવ્ય, ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

6 Responses to વાગ્યા ઉપર વાગે છે-દેવીકા ધ્રુવ.

 1. P.K.Davda says:

  બન્ને રચનાઓ બહુ સરસ છે.

 2. indushah says:

  Vijayabhai
  બન્ને રચનાઓ અતિ સુંદર.્તમો હંમશા સાહિત્યનો સુંદર રસથાળ પિરસો છો.

 3. vilas bhonde says:

  વાત સાચી. મૂળ ખોડ આપણાંમાંજ છે.
  સરસ કાવ્યો, ગમ્યા.

Comments are closed.