લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં વિજય શાહની નોંધ લેવાઇ-રાજેશ શાહ

photo 4

લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫માં સહિયારા સર્જનના ૨૫ સર્જનો પુરા થયાં તેને સ્વિકૃતિ આપી અને આ રીતે સ્થાપિત થયેલાં રેકોર્ડની અને સાહિત્યકાર સર્જક શ્રી વિજયભાઈ શાહની સિધ્ધિઓની નોંધ લઈ લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫ની જાહેરાત થઇ જેને સમગ્ર વિશ્વના સાહિત્યપ્રેમીઓ અને ગુજરાતી ભાષા રસિકોએ ગર્વપૂર્વક વધાવી લીધી છે.
‘સહિયારું સર્જન’ અન્વયે ૨૦૧૧ થી ૨૦૧૪ના વર્ષ દરમ્યાન ગુજરાતી ભાષા- સાહિત્યના ૨૫ સર્જનો પુરા થતાં નવા લેખકો ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવેશ્યા અને ભાષા કસબ અજમાવી ચુકેલા લેખકો લેખનક્ષેત્રે વધુ સમૃધ્ધ થઈ. નવા સર્જનો કરી ઝળકયાં આ હકિકત સર્વે લેખક મિત્રોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને આદર વ્યકત કરે છે.લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫માં ૨૫ પુસ્તકો અને તેના લેખકોની નોંધ લેવાઈ અને આવા ઉત્તમ સર્જનાત્મક કાર્યને બીરદાવી એવોર્ડ જાહેર થયો.સહિયારું સર્જનના પુસ્તકો અને તેના લેખકોનું કોલાજ પ્રજ્ઞાાબેન દાદભાવાલાએ તૈયાર કરી આપ્યું તેની પણ નોંધ લેવાઇ છે.
વ્યકિતગત આનંદ તે સહિયારો આનંદ બની જાય છે. અને ત્યારે જ સહિયારું સર્જન દ્વારા શબ્દ અને સર્જન બંને શોભી ઉઠે છે. (ગુજરાત સમાચાર ઇંટર નેશનલ એડીસન,૧૯ ઓક્ટોબર ૨૦૧૪. ન્યુયોર્ક)

Keywords Vijay,Shah,noted,limka,Book,of,Records,

This entry was posted in received E mail, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, બ્લોગર વિશે માહીતિ, માહિતી, લેખક વિશે માહીતિ, વિજય શાહ, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર. Bookmark the permalink.