વાંચો, વંચાવો અને વિચારો… આ સુવિચારો-શ્રેણીક દલાલ

૧. પ્રાર્થના વગરનું જીવન પાન, ફૂલ, ફળ વગરના વૃક્ષ જેવું છે.

૨. હોઠો ઉપરનું સ્મિત ઈશ્વરની ભલામણ ચિઠ્ઠી છે.

૩. ઘણા અધર્મોનું મૂળ આપણા ધર્મમાં છે.

૪. આનંદમય મન એ શુકન, ખિન્ન મન એ અપશુકન.

૫. એકાંત એટલે હું મારી સાથે છું, એકલતા એટલે મારું કોઈ નથી.

૬. રિસામણું રાધાનું શોભે, કૈકેયીનું નહિ.

૭. જે જતું કરે તેનું કશું જતું નથી.

૮. જ્યાં અંત :કરણ હોય છે ત્યાં અંતર્યામી પણ હોય છે.

૯. અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે.

૧૦. જીભ તોતડાય એ કુદરતી ખોડ છે પણ જીભ તોછડાય એ આપણો દોષ છે.

૧૧. ગાય કાળી હોય તો પણ દૂધ તો સફેજ જ આપે છે.

૧૨. ધાર્યું થાય તો હરિકૃપા, ન થાય તો જેવી હરિની મરજી.

૧૩. ભક્તિ તો માત્ર એની જ કરજો જેનું નામ છે પણ જેનો કદી નાશ નથી.

૧૪. ફુલાઈ જવા કરતાં ફેલાઈ જવું સારું.

૧૫. ભેગાંને જુદાં કરે તે મહાભારત, જુદાંને ભેગા કરે તે રામાયણ.

૧૬. મલાઈ વગરનું દૂધ નકામું તેમ ભલાઈ વગરનું જીવન નકામું.

૧૭. શૂન્ય ક્યારેય અર્ધું દોરી શકાતું નથી.

૧૮. સમાજ બદલવા કરતાં સમજ બદલવાની જરૃર છે.

૧૯. સાધુ થઈ જવાની જરૃર નથી, સીધા થવાની જરૃર છે.

૨૦. ખોટું કામ કરવાનો કોઈ સાચો રસ્તો જ નથી.

૨૧. કોઈ કથા કરાવે છે, કોઈ વ્યથા કરાવે છે.

૨૨. ઉછીના જ્ઞાન કરતાં પોતાનું અજ્ઞાન વધારે સારું છે.

૨૩. કામચલાઉ જિંદગીમાં માણસને બધું કાયમી જ જોઈએ છે.

૨૪. તણખલાં ભેગાં મળે ત્યારે માળો બની જાય છે.

૨૫. માણસ પૈસા ગણે છે ત્યારે બીજે ધ્યાન નથી હોતું, માળા વખતે જ ભટકે છે.

૨૬. દારૃ ઘેર બેઠાં વેચાય છે, દૂધ વેચવા ઘેર ઘેર ફરવું પડે છે.

૨૭. ગાયના આંચળ ઉપર બેઠેલો હોવા છતાં મચ્છર દૂધને બદલે લોહી જ પીવે છે.

૨૮. વિજ્ઞાન સૃષ્ટિ બદલી કાઢે છે પણ ધર્મ દૃષ્ટિ બદલી નાખે છે.

૨૯. મર્યા પછી પાછળવાળાનું શું થશે તેની ચિંતા છે, પોતાનું શું થશે એની નથી.

૩૦. વૃદ્ધાવસ્થામાં જુવાન થજો પણ જુવાનીમાં વૃદ્ધ ના થશો.

૩૧. માણસ સાધનના અભાવે નહિ પણ સાધનાના અભાવે દુ :ખી થાય છે.

૩૨. એક ક્ષણનું મહત્ત્વ કેટલું છે એટલું સમજવા વર્ષોનાં વર્ષો વીતી જાય છે.

૩૩. એટલી બધી ભૂલો ના કરતા કે પેન્સિલ પહેલાં જ આખું રબર ઘસાઈ જાય.

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.