મઝાની વાત -ભાગ્યેશ જહા.

bhagyesh jha

મઝા એ વાતની છે કે વડીલો વિરોધ કરી રહ્યા છે અને પ્રત્યેક દિવસે મારામાં એક અર્જુન પ્રગટે છે.

પ્રત્યેક સવારના કિરણમાં એક કૃષ્ણ વાત કરે છે, પ્રત્યેક પવનની લહેરખી એક મોરપિંછ દોરે છે,

મને મઝા એ વાતની છે કે હવે હું મને જડી ગયો છું, શબ્દો જ શામળીયો ને સુદામા ને રાધા ને ગોપી,

સંબંધોની સોનોગ્રાફી કરવાનો સમય નથી, અને પ્રેમનાં પારખાં કરવાની જરૂર નથી.

મને મઝા એ વાતની છે કે મારી ભાષાને એક પાંખ ઉગી છે, એને અઢેલીને એક રાધા ઉભી છે,

જીપીએસ વગરના શહેરનો હું મુસાફર છું, હું જ વર્ષોથી વંચાતી રાધાની આંખ છું,

મને મઝા એ વાતની છે કે એક ‘ચા’ની લારી પર મિત્રો સાથે બેઠો છું,

સૂરજને ચામાં બોળી બોળી ટોસ્ટની જેમ ખાવાની મઝા આવે છે,

અને આખી વાતની મઝા એ છે કે આ મઝાની વાત છે.

ભાગ્યેશ જહા.

 

23/12/2015

This entry was posted in કવિતા, કાવ્ય. Bookmark the permalink.