રહીમ-પીકે દાવડા

Rahim-Das-रहीम-दास-120x150

 

 

 

રહીમનો જ્ન્મ સોળમી સદીમાં એક રાજશાહી કુટુંબમાં થયેલો. રહીમે અવધી અને વ્રજભાષા બન્નેમાં કવિતાઓ અને દુહા લખ્યા છે.રહીમના દોહામાં ધર્મ વિષે વાતો ઓછી છે, પણ મનુષ્યજીવનને ઉપયોગી શીખામણ વધારે છે. એની ભાષા સરળ હોવાથી સામાન્ય માણસને પણ એના દોહા સહેલાઈથી સમજાઈ જાય છે. રહીમના પાંચસોથી વધારે દોહા ઉપલબ્ધ છે. અહીં એના થોડા દોહા રજૂ કરૂં છું.

બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ,

રહિમન હિરા કબ કહે લાખ હમારા મોલ?

મોટા માણસો મોટા મોટા શબ્દો વાપરી પોતાના વખાણ કરતા નથી, હીરો કોઈ દિવસ પોતાને મોઢે કહે છે કે મારી કીમત લાખ રૂપિયા છે?

તરુવર ફલ નહિં ખાત હૈ, સરવર પિયહિ ન પાન,

કહિ રહીમ પર કાજ હિત, સંપતિ સંચહિ સુજાન.

વૃક્ષ પોતાના ફળ નથી ખાતા, સરોવર પોતનું પાણી નથી પિતા, તેવી રીતે સમજુ માણસો પારકાની ભલાઈ માટે ધન એકઠું કરે છે.

રહિમન દેખ બડેન કો, લગુ ન દીજિયે ડારિ,

જહાં કામ આવે સુઈ, કહા કરે તલવારી?

કોઈ મોટી વસ્તુથી અંજાઈ જઈ નાની વસ્તુનો અનાદર ન કરવો જોઈએ, વસ્ત્ર સાંધવામાટે સોય જ કામ આવે તલવાર નહિં.

રહિમન ધાગા પ્રેમ કા, મત તોડૉ ચટકાય,

ટૂટે સે ફીર ના જુડે, જુડે ગાંઠ પડજાય.

પ્રેમનો દોર ઘડીકમાં ન તોડવો જોઈયે, એકવાર ટુટે તો જોડાય નહિં અને જોડાય તો પણ એમાં ગાંઠ રહી જાય.

બાની ઐસી બોલિયે મનકા આપા ખોય,

ઔરનકો સીતલ કરે, આપહી સીતલ હોય.

અહંકાર ત્યાગીને એવી વાણી બોલો કે અન્યોને પણ ખુશ કરે અને તમે પણ ખુશ થાવ.

ખૈર,ખૂન,ખાંસી, ખુશી, બૈર, પ્રીત, મદપાન,

રહિમન દાબે ના દબે, જાનત સકલ જહાન.

ખેરિયત, ખૂન, ઉધરસ, આનંદ, દુશ્મની અને નશો એ આખી દુનિયાથી છુપાવી શકાતા નથી.

આબ ગઈ, આદર ગયા, નૈનન ગયા સનેહિ,

યે તીનો તબ હી ગયે, જબહી કહા કુછ દેહિ.

જે દિવસે કોઈ પાસેથી કોઈ વસ્તુ માગી તે દિવસે એ વ્યક્તિની નજરમાં તમારી આબરૂ, આદર અને એની આંખોમાંનો સ્નેહ જતા રહ્યા.

રહિમન વે નર મર ગયે, જે કછુ માંગન જાહી,

ઉનતે પહિલે વે મુયે, જિન મુશ નિકલત નાહિ.

જે માણસ માગવા જાય છે એ તો મરેલો જ છે, પણ એ પહેલા તો એ મરેલા છે જેના મોઢાંમાંથી શબ્દ નીકળતો નથી.(આપવાની હા કહેવાનો).

બડા હુવા તો ક્યા હુવા, જૈસા પેડ ખજૂર,

પંથી કો છાયા નહિં, ફલ લાગે અત દૂર.

મોટો માણસ થવાથી શું વળે જો એ ખજૂરના ઝાડને જેમ મુસાફરને છાંયડો પણ ન આપી શકે અને એના ફળ પણ પહોંચી ન શકાય એટલા દૂર હોય.

રહિમન જીહવા બહાવરી, કહી ગઈ સરગ-પાતાલ,

આપ બોલકે ભીતર ગઈ ઔર જુતી ખાત કપાલ.

જીભ તો ગાળ આપીને મોંમાં ઘૂસી જાય, જોડા કપાળને ખાવા પડે.

This entry was posted in કવિ વિશે માહીતિ, પી. કે. દાવડા. Bookmark the permalink.