ગજગ્રાહ


અમરેન્દ્ર કલેક્ટર હતો.આખો જિલ્લો સંભાળતો હતો પણ ઘરનાં બે સ્ત્રી પાત્રો તેનાથી સંભાળાતા નહતા. અને બંને ને તે ખુબ ચાહતો હતો.એક જનમ આપનારી જનેતા અને બીજી પરણીને આવનાર પરણિતા. ઍક તેને ગઈકાલમાં તાણતી ત્યારે બીજી તેને ભવિષ્યમાં

રાજકપુરનું “કલ આજ ઔર કલનું ” વાક્ય “મેં બૉમ્બ લગા દુંગા” ઘુમરાયા કરતું હતું. બંને ને સમજાતુ નથી કે તેઓ મારી આજ બગાડી રહ્યા છે. તેણે સ્વગોક્તિ ફોન ઉપર લીધી અને બંનેને તેની “આજનું ખુન” કરયાનો સંદેશો મોકલ્યો.

ઓફીસ ઉપરથી ચાલતો તે રેલ્વેસ્ટેશન પહોંચ્યો  અને ધસમસતા દહેરાદૂન એક્ષ્પ્રેસ ની ચે પડતુ મૂકી દઈ ગજગ્રાહ પૂર્ણ કર્યો

 

 

 

This entry was posted in વાર્તા, વિજય શાહ, વૃત એક વૃતાંત અનેક. Bookmark the permalink.