લીમડામાં એક ડાળ મીઠી.

અહો વૈચિત્ર્યમ

કાળમાં કઠીન કળયુગ માં આમ તો સાસુમા એટલે ખલપાત્ર જે વહુને કદી સુખનો અનુભવ જ ના થવા દે પણ કજરીને મતે ન્યાય અને અન્યાય નાં પલ્લા સવળા તેથી કદી વેરો આંતરો ના કરતી, તે વહુ અલકાને પણ ઓળખતી અને દીકરા અજયને પણ અને તેથી કહેતી વાંક ન હોય અને પતિનો ઢોર માર ખાવાનો તે જમાનો ગયો.

એક દિવસ દારુ ઢીંચીને આવેલ અજયને ધમકાવતા કજરી એ કહ્યું..” ખબરદાર અલકાને મારી તો.”

અજય કહે ” શું કરી લેશો?”

કજરી આવા જવાબની જ રાહ જોતી  હતી.

માંડ માંડ બેલેન્સ જાળવતા અજયને પાછળથી ગળામાં દુપટ્ટો પહેરાવીને ઉપલે માળેથી ધક્કો માર્યો. અને બબડી “વહુ છે તેથી શું તે માણસ નથી?”

This entry was posted in લઘુ કથા, વાર્તા, વૃત એક વૃતાંત અનેક. Bookmark the permalink.