કવિ પૂછે છે ઇર્માને …….ડૉ દિનેશ ઓ શાહ

ઇર્મા તું જ અમારી માડી !!

મધર નેચર શા માટે પોતાના બાળકોને શિક્ષા કરે છે? હરીકેન ઇર્મા વિષેના મારા વિચારો કવિતામાં !

ઇર્મા તું જ અમારી માડી શીદને આજ ખિજાણી ?
બાલુડા તારાં ગભરાયે તુજથી લાગે સાવ અજાણી। ……..ઇર્મા તું જ અમારી માડી

કાળકા મા સમ તું લાગે ભયાનક
કાં તું આવી પહોઁચી અચાનક ?
બારી બારણાં તાળાં સૌ વાસી
દોડયા ઘરબાર સૌ અમાનત છોડી। ……ઇર્મા તું જ અમારી માડી

ઇર્મા જવાબ આપે છે ……….

બાલુડાં સૌ માને વહાલા
મારે પણ છ અબજ ભૂલકા
ખરાબ માર્ગે ચઢે ત્યારે
ફરજ મારી કરવા સૌ સીધા। …….ઇર્મા તું જ અમારી માડી

કાર અને ફેકટરીમાંથી ધુમાડા બહુ કાઢી
ગ્લોબલ વોર્મિંગ કરી આઈસ ફાર્મ ઓગાળી
ગ્લેસીયર્સ સુકવી નાખ્યા કાર્બન દીધો વધારી
ઓઝોન લેયર બગાડી યુવી લોડ દીધો વધારી। ……ઇર્મા તું જ અમારી માડી

ગંગાનદીનાં પાવન જળમાં કચરો ગંદકી નાખી
કૃષ્ણ કે ગોપી જાય ન ન્હાવા જમનાનાં ગંદા પાણી
સુખી કરવા ભાવિ બાલુડાં આ સૌને સુધારી
સમજુ માડીની જેમ મેં ટપલી ધીમે મારી ! ……..ઇર્મા તું જ અમારી માડી

સમજનારા સમજી જાશે ન સમજ્યાં માર ખાશે
ટપલી મારી મેં એ ભુલકાંને જે સાચો માર્ગ બતાવે
જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી
તો જ આ ધરતી થાશે સ્વર્ગ ને રાજી થાશે માડી! …….ઇર્મા તું જ અમારી માડી

દિનેશ ઓ. શાહ , ગેઇન્સવીલ ,ફ્લોરિડા , યુ.એસ.એ.

The following is the English Translation of my Gujarati poem on Irma the Hurricane !!!

Oh Mother Irma !!!

A poet asked Mother Irma,

Mother Irma you have been our Mother !
How come you have become so angry on us?
Your children are frightened by you today,
And you appear as a stranger to us !

You look as frightening to us as Goddess Kali,
How come you arrived so unexpected to our home?
Everyone locked their doors and windows and ran
leaving their homes and all possessions behind !

Mother Irma replied,

Every Mother loves her children and so do I,
But I have six billion kids to take care ,
When they misbehave, it is my duty
To discipline them as a Mother !

They unleashed smokes from cars and factories
They melted my ice farms in North
By causing the Global warming, dried up my glaciers!
They increased the carbon load all around

They made a large hole in Ozone Layer,
And increased the UV load on Planet Earth
They polluted the waters of all rivers including Ganges
No gopi or Krishna will ever visit the dirty waters of Jamuna

I have to improve my kids for the future generations
Like a kind mother, I have gently tapped their hands!
Wise ones will understand my message
stubborn and unwise will get a stronger lesson

This is my attempt to put them on right path,
They must keep environment clean and make progress,
Only then the Earth will become Heaven and I will be proud!

Dinesh O. Shah, Gainesville, Fl, U.S.A.

                                    
This entry was posted in કાવ્ય, સાહિત્ય જગત. Bookmark the permalink.