ચાલુ મહારાજ-વિજય શાહ

 

            એનું નામ ચારુદત્ત – પણ અમે એને કાયમ ‘ચાલુ મહારાજ’ કહેતા… જબરો   ‘ચાલુ’ હતો. ઘુસણીઓ તોએવો  કે જેની વાત નહીં. ખાસ કરીને છોકરીઓના મામલામાં તો જબરો ‘ચાલુ’ – એણે જ્યારથી જાણ્યું કે પેલી બાબુલાલની આશા એના પર ફિદા છે ત્યાર પછી તો એનો રૂઆબ કંઈ ઓર વધી ગયો. જાકે વો તો પહેલા પહેલા પ્યાર થા.. એટલે થોડીક ગૂંચવણ થોડીક હિંમત.. થોડોક ખચકાટ… નાના નાના પ્રસંગો પરથી મોટા મોટા સંદર્ભો અને ભવ્ય લીમડા પરિષદ ગોઠવીને કાઢતા.

            અમે ચાર-પાંચ જણા… અને કાયમનો અમારો અડ્ડો કોલોનીનો લીમડો. લીમડા નીચે બેઠા બેઠા આખા ગામની પંચાત અમે કોલેજથી માંડીને આજ સુધી કરતાં આવ્યાં હતા… થોડોક આમેય રોમેન્ટીક અને રમૂજી આદમી… પાવલીગીરી કરીને હસાવી જાણે… અને છોકરી જો સહેજ હસી તો તો આવી જ બન્યું.

            બાબુલાલની આશાનું પણ કંઈક એવું હતું. ચારુની કોમેન્ટ પર હસે. અરે સાવ ફેંકી દેવા જેવી કે હસવા જેવી વાત ઉપર પણ હસે અને પછી ચાલુ મહારાજના, ચારુ મહારાજ ફોર્મમાં આવી જાય. આખી બસની સફર ક્યાં પૂરી થઈ જાય ખબર પડે. કોઈકનીફિલમઉતારે કોઈકની ટીખળ કરે. રસ્તે જતાં કાકાની ટોપી ઉછાળે. હવે ચાલુ બસે ટોપી ઉછાળે એટલે કાકો કંઈ કરી શકે.

            પણ એક વખત કંઈ ચારુ મહારાજના સ્ટાર ફેવરમાં નહીં. તે એમની ઝપટમાં પોલીસ ઝડપાઈ ગયો. ટોપી તો જાણે ઉછાળી પણ કમબખ્ત ક્રોસિંગ આડુ આવી ગયું અને ચારુના હોશહવાસ ઊઠી ગયા. પેલો પોલીસ તો જમડાની જેમ આવી પહોચ્યો. અને પાછું પહેરેલું ભભકદાર લાલચટક શર્ટતેથી દૂરથી પણ બારીમાંથી પાછો જતો ચારુ મહારાજનો હાથ તે જાઈ ગયો હતો. અને ભીડ પણ એવી જબ્બર કે જલદી બહાર પણ નીકળાય.

            પોલીસ તો ધુંઆપુંવા થતો આવી પહોંચ્યો અને ચારુનું બાવડું ખેંચી ધોલધપાટ કરતો પોલીસ સ્ટેશને લઈ ગયો. નસીબની બલિહારી તો જુઓ કે ગમે તેમ આશા પણ તે બસમાં હતી. તરત તેની પાછળ પાછળ ઊતરીને હું ઠેઠ પોલીસ સ્ટેશન સુધી ગયો. મેં પેલાની રીક્વેસ્ટ કરી, માફી માગી પણ પેલા જમરાજાનો ગુસ્સો કંઈ એમ ઊતરે ?

            બેચાર કલાક ચારુ મહારાજ પોલીસચોકીની અંદર અને હું અને આશા બહાર આંટાફેરા મારતા રહ્યા. છેવટે ૨૫ રુપિયા આપીને કામ તો પતાવ્યું. પણ ચાલુ મહારાજ બહાર આવ્યા ત્યારે એમના બંને ગાલ સૂજેલા હતા. અને આંખે ઘેરા કથ્થઈ રંગનો મોટો ફોલ્લો ઊપસી આવ્યો હતો. વિના યુદ્ધ લડે પણ હેવી વેઈટ બોક્સીંગ ચેમ્પીયનશીપ જાણે જીતીને ના આવતા હોય તેમ શ્રીમાન હસતા હસતા સૂજેલા મોંઢે બહાર આવ્યા.

            આશા તો રડવા માંડીહાય ! હાય ! કેટલું બધું માર્યું તમને ! એમની સૂઝ્યા વિનાની આંખ મિચકારતા ચારુ મહારાજ હસ્યા. અરે ગાંડી ! તું જા રીતે મારી પાછળ આવવાની હોય તો તો બંદા પોલીસની તો શું પોલીસ કમિશનરની પાઘડી ઉછાળવા તૈયાર છે સમજી ? ચાલ, છાની રહી જા તો !

            એમની પહેલી મુલાકાતનો પહેલો અને મધુર ડાયલોગ….

            ખેર ! ત્યાર પછી તો એમનું ગાડું જારદાર ગબડવા માંડ્યો. આશા જાડે ગાડું ગબડતું હતું. દરમિયાન અચાનક તેને જ્ઞાન થયુ કે કોલોનીમાં પાછળના ઘરમાં રહેતી દામીની પણ રિસ્પોન્સ આપે છે. એટલે કોલેજમાં આશા અને ઘરે દામીની. એમ બે ઘોડા પર ભાઈએ સવારી કરવા માંડી.

            અમારી લીમડા પરિષદમાં હવે દામીની પણ ચર્ચાવા માંડી. અધૂરામાં પૂરી આવી નવરાત્રીની સીઝન. ચારુ મહારાજને ગરબા જાકે આવડતા નહોતાપણ દામીનીના મૌન આંખના ઈજનને ઈન્કાર કરાય થોડું ? ભાઈ સાહેબે બે દાંડિયા લઈને રમવાનું શરુ કર્યું. એક રાઉન્ડમાં નહીં નહીં ને પચાસ માણસો સાથે અથડાયા છતાં પણ જ્યારે દામીની સામે આવે ત્યારે એક દાંડિયો અથડાવતા પાણી પાણી થઈ જતાખરું કહું તો ફક્ત એક દાંડિયા માટે પચાસ જણની ગાળો ખાતા અને દરેક જાનારા માટે સારું મનોરંજનનું સાધન બની રહેતા. પરંતુચાલુ મહારાજને એની ચિંતા ક્યાં હતી ?

            અમે ચારુની કાયમ ઈર્ષા કરીએ. એકસાથે બબ્બે છોકરીઓ ફેરવતો અને સોલ્જર સલીમ નિસાસો નાંખે. સાલી અપની તકદીર હી કુછ એસી હૈ ! અપને જૈસે સ્માર્ટ કો સાલી એક ભી લડકી નહીં ઔર ઈસ બુધ્ધુ કો દો દો મીલી હૈ.

            પણ બે ઘોડા પરની સવારી કદી સફળ થઈ છે ખરી ? એક દિવસ દામીની, આશા અને ચારુ મહારાજ ભેગા થઈ ગયામહાયુદ્ધની નોબતો ગડબડી. બંને પક્ષો તરફથી ફાયરિંગ થયુંચારુને આશા પૂછે… ‘કોણ છે ચીબાવલી તારી સામે જાઈને મલકાયા કરે છે ?’ અને દામીની કહે, એઈ ! જીભ સંભાળ, કોને ચીબાવલી કહે છે. અંતે ભાંડો ફૂટી ગયો અને દામીની મોઢું ચડાવીને પૂર્વમાં ગઈ ને આશા પશ્ચિમમાં ગઈ. બંને ઘોડીઓએ ભેગા થઈને ચારુ મહારાજને ભોંય ઉપર પછાડ્યો.

            ખેર દિવસે સાંજે અમારી લીમડા પરિષદમાં શોકસભા ભરાઈ. અમારો એકનો એક મુરતીયો બે વખત એકસામટો વાંઢો થઈ ગયો. સાયરાના મિજાજના સલીમે એક ગઝલ માઠા પ્રસંગ ઉપર ફટકારી દીધી. હું, સુરીયો અને પદીયો શોગીયું મોઢું કરીને પ્રસંગને દીપાવવા ગંભીર પ્રયત્નો કરતા હતા. ત્યાં ચાલુ મહારાજે એમની ફિલોસોફી ફરમાવીએઈ દોસ્તો ! તૂટ્યું  મારું ને તમે કેમ દુઃખી થાવ છો હેં ? ચાલુ થવું હોય તો એક નિયમ રાખોજતી કોઈપણ સ્ત્રી જાતિની વસ્તુઓ પાછળ દોડવું નહીંદા.., બસ, ટ્રેન, બૈરી, કારણ કે એમની પાછળ બીજી બસ કે ટ્રેન આવતી હોય છે.’

            અમે બધા ચારુની એબનોર્મલ કોમેન્ટ પર હસી પડ્યા અને હાસ્યના વાતાવરણમાં ચારુએ ધડાકો કર્યો. દોસ્તોમારા શાંત પડેલા હૃદયના ટ્રાન્સમીટન્રમાં ધ્રુજારીઓ આવે છેયાર.. ક્યાંકથી વાઈબ્રેશન આવે છે. અમે ચારે બાજુ નજર ફેરવીએ છીએ. પરંતુ ચારુ જેટલી પાવરફુલ અમારી નજર નહોતી. સુરીયાની બાજુમાં રહેતી યામીની જાણે તકની રાહ જાતી હોય તેમ ચારુની સામે મલકે છે. કદાચ એને ખબર પડી ગઈ છે કે ચારુ મહારાજ બંને બાજુથી લબડ્યા. નબળા શરીર પર બીજા રોગ હુમલો કરે તેમ યામીની ચારુ મહારાજના ખાલી પડેલા હૃદય ઉપર કબજા જમાવવા મંડી પડે છે.

            તે દિવસે રાત્રે હોટલમાં અડધી અડધી ચા અને બે ડીશ ફાફડાનો ફટાકેદાર પ્રોગ્રામ ચારુ તરફથી થઈ ગયો. આશાદામીનીને અને રીતે ભવ્ય સેન્ડ ઓફ આપી અને યામીનીને વેલકમસુરેશ કમ્પ્લેઈન કરે છે યાર ! મારી બાજુમાં રહે છે. એની મને તો આજે ખબર પડી.. ચારુ મલકે છે – ‘પણ બહુ મોડી પડી નહીં ?’

            નાનીમાંથી મોટી છોકરી થઈ જાય તેની ખબર દુનિયાને જલદી પડે છે. બુધ્ધુરામ તેં આપની મુર્ગી દાલ બરોબરની જેમ રાખ્યું. અને ચારુ ફાવી ગયો. મેં મમરો મૂક્યો. ‘વાત તો સાચી છે. ખેર, કાલે હું ફરી દાણો ચાંપી જાઈશ.’ ખીચડી કાચી તો નથી રંધાતી ને. સુરેશ બોલ્યો. બીજે દિવસે લીમડા પરિષદમાં સુરેશ ચારુને અભિનંદન આપે છે. ‘યાર તું જીત્યો ખીચડી બરોબર રંધાય છે. ત્યાર પછી સુરેશને ઘેર ચારુ આવતો જતો થઈ જાય છે. વાતોના તડાકાઓમાં એના ઘર પાસેના લીમડાનાં ઝાડનો પડછાયો ક્યારે ટૂકો થઈને લાંબો થઈ જતો તે ખબર પડતી.’

            એક દિવસ અમને ખબર પડી. યામીની તો પરણેલી છે. બાળ લગ્ન થઈ ગયા છે અને પાછું ચારુ મહારાજની પોઝીશનમા પંક્ચર પડ્યું. પરંતુ એમને શોક કરવાનું તો આવડતું નહોતું. કોલોનીમાં ખૂબ વગોવાઈ ગયેલી નંદિતા સાથે વાતચીતનો વ્યવહાર તો હતો . એક દિવસે ચારુ ધડાકો કર્યો. આજે નંદિતાને કોલેજ પરથી પીક અપ કરીને પિક્ચર જાયું અને અમારી લીમડા પરિષદ સત્બ્ધ થઈ ગઈ. ‘યાર, આટલી બધી હિંમત તારી ક્યાંથી વધી ગઈ હેં ?’ તો ચારુ કહે, ‘બહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. પાંચસાત દિવસ પછી અચાનક પડેલું મોઢું જાઈને મેં ચારુને પૂછ્યું, ભાઈ કેમ આજે ઉદાસ છે ?’  તો ચારુ કહે, ‘યાર નંદિતા જબરી નીકળી મારે ઘેર માંગુ નંખાવ્યું. એવી ગામમાં ઉતાર જેવી છોકરીને હું લેવાનો હતો હટ !’

            ત્યાર પછી તો ઘણા લંગસીયા ઊછળ્યા. પણ લગ્ને લગ્ને કુંવારાલાલ જેવા ચારુ મહારાજ ઠેરના ઠેર રહ્યા. મોહિની પૈસા ખર્ચાવી સનતની સાથે પરણી ગઈ. સુશીલાનું નામ ફક્ત સુશીલા હતુંચારુ મહારાજને કોઈની જાડે બન્યું નહીં. બધો સમય દરમ્યાન, સલીમ ફરીદા સાથે ગોઠવાઈ ગયો. પદીયાના વિવાહ થઈ ગયા. સુરીયો તો બે છોકરાનો બાપ થઈ ગયો. અને ચારુ પણ મારા છોકરાનો કાકો હતો. છતાં અમારી લીમડા પરિષદ અટકી નહોતી. અને ચારુ એનો રેગ્યુલર સભ્ય હતો. છેલ્લા દસ દિવસથી કંઈક બેચેન લાગતાં ચારુની ત્રણ દિવસની સળંગ ગેરહાજરીએ અમને વિચારતા કરી મૂક્યા. ચોથે દિવસે ચારુ પેંડા લઈને આવ્યો. એણે શામળી શિલ્પા સાથે લગ્ન કરી દીધા. હવે થાક્યો હતો. એના શબ્દોએ અમને દંગ કરી દીધા.

            યાર ! પહેલાં મજાકમાં સાચા પ્રેમને ઠુકરાવી દીધો. પછી છોકરીઓએ મજાકમાં મને ઠુકરાવવા માંડ્યો. પછી તો મજાક પણ રહી અને ઠોકર પણ રહી. અને જે જાઈતુ હતું તે પણ રહ્યું. અચાનક શિલ્પા મળી ગઈ. એણે એની મજાક ઉડાવી. અને અચાનક એને જે જાઈતું હતું તે મળી ગયું. અને તે પરણી ગયો. તમને પ્રશ્ન થશે કે એને શું જાઈતું હતું ? સ્પર્ધારહિતનો મુક્ત નિખાલસ પ્રેમ. અને તે શિલ્પા પાસેથી મળી ગયો. આમ ચાલુ મહારાજની સ્વીચ શિલ્પાએ ઓફ કરી નાખી.

 

 

This entry was posted in અમે પત્થરનાં મોર કેમ, વાર્તા. Bookmark the permalink.