“હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.-વિજય શાહ

મીનળ સાંભળતી રહી…જોકે અમીયની વાત  ક્યારેય સમજાતી પણ નહોંતી અને વહેવારિક પણ લાગતી નહોંતી.

અમીય કહેતો “ આજમાં જીવ”. એટલે શું ગઈ કાલ મટી ગઈ? અરે ભાઇ ગઈ કાલનાં અનુભવે તો આપણ ને આજ માટે નું માર્ગદર્શન મળે છે ને?

અમીય કહેતો “ ભગવાને “ ભુલી જવાનાં” આશિર્વાદઆપ્યા છે.માથામાંથી વાળ ખર્યા તેમ કોઈ આપણને છેતરી ગયું તો ભુલી જવાનું.” અરે ભાઇ કેમ ભુલી જવાનું? આજનાં જમનામાં એમ કેટલું ભુલી જવાનું? એ તો સાધુ સંતોની વાત.”

સંસાર છોડીને બેસોને ત્યારની વાત.પણ કહે છેને કે વિચાર ભેદ ક્યારેક તો તેનું રુપ બતાવેજ.

અમીયને લોટરી લાગી ગયાપછી એકજ વાત સુજતી કે ભગવાને મને પેટ ભરવા જેવી સગવડતો કરી આપી છે હવે મેલને પૂળો વધુ અપેક્ષાઓની. પણ આટલી વાત મીનળને ના સમજાય ના અને તેથી કાયમ કહેતી તુંજ કહેતોને Future belongs to those who Dare..

અમીય કહેતો તે વાતતો જ્યારે ૩૨નો હતો ત્યારની હતી આજે તો એનાથી બમણી જિંદગી છે અને આજે તો જે છે તે આજ છે હવે તે સુખે જીવી જાય તો ભયો ભયો.તેથી તબિયત સાચવો અને “હાય” “હાય” ને બદલે “હોય” “હોય” કરો.

હવે કંઇ આ વાતનો તે કંઇ ઝઘડો હોય?

This entry was posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, પ્રસંગ કથા. Bookmark the permalink.