*અપીલ* મિત્રો ધ્યાન આપે ~~નિમિષા દલાલ્

સને ૧૯૨૪થી લગભગ એક સદીને આરે પહોચેલું કુમાર મેગેઝીન ગુજરાતી ભાષાનું સૌથી ખ્યાતિ પ્રાપ્ત મેગેઝીન છે. તે સાહિત્ય, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, જીવન ચરિત્ર, કળા, પ્રવાસ, ચલચિત્ર વગેરેની રસપ્રદ માહિતી વાંચકોને પુરી પાળે છે. આ મેગેઝીનની સ્થાપના અને આદ્યતંત્રીપદ રવિશંકર રાવળ અને તંત્રીપદ બચુભાઈ રાવત જેવી સિદ્ધહસ્ત હસ્તીઓએ સંભાળ્યું હતું.

આ *કુમાર* મેગેઝીન (માસિક) તથા ગુજરાતી કવિતાઓ, ગઝલો, ગીતો વગેરે પીરસતું તેનું પેટા મેગેઝીન *કવિલોક* (દ્વિમાસિક) ધીરુ પરીખ જેવા નિવળેલા તંત્રી અને સાહિત્યકાર અવિરત સંભાળી રહ્યા છે. અત્યારે વાચકોને અભાવે આ બન્ને મેગેઝીનો આર્થિકરીતે ડિજિટલ યુગની માર સહન કરી રહયાં છે. આપણી ગુજરાતી ભાષાએ આ સંસ્કૃતિ મેગેઝીનોનેે બચાવવાની તાતી જરૂર છે.
આથી આપ સૌ મિત્રોને અપીલ છે કે આમાંના એક કે બે મેગેઝીનનું લવાજમ ભરી તેમનાં અસ્તિત્વના બચાવ અર્થે યોગદાન આપે અને પોતાનાં મિત્રો અને સગાઓને પણ તેમ કરવા પ્રોત્સાહિત કરે.

*કુમાર*નું વાર્ષિક લવાજમ રૂ.૩૦૦/-.
*કવિલોક* વાર્ષિક લવાજમ રૂ.૧૫૦/-.

બંને મેગેઝિનનું સરનામું :
કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, પોલીસ ચોકીની પાછળ, બઉવાની પોળ સામે, અમદાવાદ-૧. (ફોન:૨૨૧૪૩૭૪૫)
WhatsApp :9898665670.

*આ મેસેજને આગળ ફોરવર્ડ કરવા વિનંતી*

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Thanks for Inspiring me by your gracefull visit