“હવે છેટું પડે છે” વિજય શાહ

જગમોહન કાકા ને અષાઢ કાયમ યાદ રહેતો..તેમનો જન્મ આષાઢમાં.. એમની જિંદગીમાં બધાજ પ્રસંગો અષાઢ્માં જ થાય એવો કાયમનો કુદરતી સંકેત..જન્મ, વિવાહ, લગ્ન પ્રથમ પુત્ર જન્મ. પ્રથમ પૌત્ર જન્મ પણ અષાઢ્માં થયો ત્યારે તેમના સહિત સૌ માનતા થઇ ગયેલા અષાઢ તેમને માટે બહુ સારો..પણ કલાકાકી જ્યારે તમને છોડીને મૉટે ગામતરે ગયા ત્યારથી અષાઢે અશુભ પણ થઇ શકે વાળા વહેમે ઘર કર્યુ.. ૯૮ મું વર્ષ ચાલતુ હતુ અને શતક ઉજવવાનો મનસુબો દિકરાઓએ કર્યો હતો.

એક દિવસ જગમોહન કાકા બોલ્યા “પ્રભુનું તેડુ આવતું નથી.. બાકી હવે અહીં રહેવાની મઝા આવતી નથી.

“ દાદા એ શું બોલ્યાં” પૌત્ર બોલ્યો

“હજીતો શતાબ્દી ઉજવવાની છે” પૂત્રવધૂ બોલી

“ ના ભાઈ ના..તમે બધાતો તમારા સંસારે ખુશ છો. પણ મને કલાથી હવે છેટું પડે છે”

.

This entry was posted in લઘુ કથા, વાર્તા. Bookmark the permalink.