ઉંમરકેદ (ઉજળી રાતના કાળા પડછાયા)

ઉંમરકેદ –વિજય શાહ

ઉજળી રાતના કાળા પડછાયા

 

પ્રકરણ ૧ બોંબ બ્લાસ્ટ –

 બરાબર સાંજનાં સાડા છ વાગે ઓમર બોંબ બ્લાસ્ટ કરીને મોટાભાઇ કાસીફ સાથે ભાગી રહ્યો હતો. કાસીફનાં મોં પર એક અજબ ખુમારી દેખાતી હતી..તેણે જે ધાર્યુ હતુ તે કર્યુ હતુ. પ્રાઇમસ બોંબ બનાવીને પ્રજાતંત્રને તેની વાત સાંભળવા મજબુર કરી હતી. તેની યોજના મુજબ બધું વ્યવસ્થીત જઇ રહ્યું હતું.. તે ટોળાનો ભાગ બની ધડાકા સ્થળથી ઘણો દુર નીકળી ગયો હતો..હાથમાં રહેલી ગન લઇને તે યુનિવર્સિટી કેંપસમાં દાખલ થયો ત્યારે ઘણી સાયરનો વાગતી હતી.. હાથમાં રહેલા આઇ પેડ ઉપર હવે ફક્ત એક ટ્વીક મુકી તેને નાશ કરવાનું હવે બાકી હતું. તેણે જગ્યા એવી શોધી હતીકે તે દિવસે તે પેવેલિયનમાં ૭૫૦૦૦ કરતા વધુ માણસો હોય અને ધમાકાથી માણસો મરે નહીં અને ઘાયલ વધુ થાય

અચાનક પોલીસની બાઇક તેની સામે આવીને ઉભી રહી અને “લીવ ધ ગન” નો  આદેશ છુટ્યો. અને કાસીફે પરાવર્તી ક્રિયા વશ ઢીસુમ ઢીસુમ બે રાઉંડ છોડ્યા..ઓમરથી રાડ પડાઇ ગઇ “ ભાઇ કોપ હતો..”

“ જો સાંભળ મેં જે તાલિમ લીધી છે તેમા સ્પષ્ટ સમજાવ્યુ છે કે આવી પરિસ્થિતિમાં જે આદેશ નું પાલન કરવા જાય તે જાન થી જાય..બોલવાનું ના હોય..કામ કરો અને ચાલતા થાવ…”

“ કાસીફભાઇ ..પણ આપણું કામ હજી અધુરુ છે..બે ધડાકા તો કર્યા.. પણ પરિણામો જેવા જોઇએ છે તેવા નથી.. આપણે ઘર તરફ જલ્દી જવુ જોઇએ”

“ હા કોઇ ગાડી પકડવી પડશે…”

યુનિવર્સિટી કેમ્પમાંથી કોઇક વિદ્યાર્થી આવતો દેખાયો અને કાસીફ રોડની વચ્ચો વચ્ચ ગન તાકીને ઉભો રહ્ય..લીલી હોંડા ઉભી રહી અને આગળ અને પાછળ એમ બંને બારણામાં થી બેઉ ભાઇ કારમાં ઘુસી ગયા…

મેક્સીકન છોકરો ધ્રુજતો હતો અને કાસીફે કહ્યુ..” કાર ચલાવ”.

કાર થોડીક ચાલી હશે અને કાસીફે એક અડબોથ મેક્સીકન ડ્રાઇવરને મારીને કહ્યું “ઝડપથી ચલાવ”

મેક્સીકન છોકરો બબડ્યો..૩૫ માઇલની લીમીટ છે અહીં ઝડપથી ચલાવીશ તો કોપ પાછળ લાગશે અને ટ્રાફીક ટાઇમ છે.

પાછળથી ઓમર કહે “ ગાડી રોક..” આગળ આવી ઓમરે તેનુ પાકીટ લઇ લીધુ કાસીફે ડ્રાઇવર સીટ લીધી અને પેલા મેક્સીકન છોકરાને કહ્યું “ ખબરદાર જો પોલીસને ફોન કર્યો તો.. જીવતો જવા દઉ છુ પણ જો મને ખબર પડીને કે તેં પોલીસને જાણ કરી છે તો તારે ઘેર આવીને ઠાર કરી શ સમજ્યો?”

“ પણ મારુ ડ્રાઇવીંગ લાયસંસ તો આપો.”

કાસીફે ગાડી ઝડપથી ચલાવી..પાકીટમાં પૈસા અને ક્રેડીટ કાર્ડ લઇને ઓમરે પાકીટ નો પાછળ ઘા કર્યો..પેલા મેક્સીકન છોકરાએ દુરથી જોયુ અને તે દોડ્યો.. ત્યાં સુધીમાં તેની હોંડા યુનિવર્સિટિ છોડી ચુકી હતી.

આઇ પેડ પરથી ટ્વીટ કરતા ઓમરે લખ્યુ.. “આતો હજી શરુઆત છે ચાંચીઆ ઓ થંભી જાવ.. ઇસ્લામ ન માને તે કાફર છે.” અને આઇ પેડ્નો છુટો ઘા કર્યો..

કાસીફે બેંક પાસે ગાડી રોકી ક્રેડીટ કાર્ડ ઉપર થી એટીએમ માં પૈસા કઢાવવા પ્રયત્ન કર્યો..પહેલી વખત ૧૦૦૦ ડોલર મુક્યા…રિજેક્ટ થયું ફરી આઠસો મુક્યા કાર્ડ સ્વિકારાઇ ગયુ ને ૮૦૦ ડોલર મળ્યા.

બેંકમાંથી પૈસા લઇને બહાર નીકળતા ઉતાવળે કાસીફ કોઇની સાથે ફરી ભટકાયો..એણે ફરી ગન કાઢી તેને ભડાકે લીધો..

બેંકની અંદર હાજર રહેલા બીજા વ્યક્તિ કે જેની ઉપર કાસીફની નજર નહોંતી તેણે ફોન થી૯૧૧ ને ફોન કરી દીધો અને લીલી હોંડાનો નંબર અપાઇ ગયો.

કાસીફ અને ઓમર હોંડા લઇને તેમના ઘર તરફ જતા હતા ત્યાં દુરથી સાયરનો સંભળાવા લાગી…

કાસીફે ગાડી ટ્રૈન સ્ટેશને રોકીને ઓમરને પૈસા આપી ઉતરી જવા કહ્યુ અને તે ગાડી લઇને ભાગ્યો…પોલીસ તેની પાછળ લાગી ચુકી હતી.

ઓમર છુટો પડી ગયો અને ટ્રૈનમાં તેની બેગ મુકી તેનું ગામ આવતા ઉતરી પડ્યો.. જેવી ટ્રૈન ચાલુ થઇ અને તેણે ધ્રુજતા હાથે બટન દબાવ્યુ…અને બોંબ ફરીથી બ્લાસ્ટ થયો….

રાતનાં ઓળા ઉતરવા માંડ્યા હતા…ટ્રેન જે દિશામાં જતી હતી તેની વિરુધ્ધ દિશામાં ઓમરે ચાલવા માંડ્યુ પોલીસની સાયરનો નજીક આવવા માંડી તેને આશા હતીકે કાસીફ બધા પોલીસોને હાથ તાળી દઇને ઘરે આવી જશે…

આ બાજુ કાસીફ તેની હોંડાને ફ્રી વે ઉપર ૧૧૦ માઇલની ઝડ્પે ભગાવતો હતો અને પાછળ લાગેલા પોલીસોની હવે ૩ કારો તેને માઇક ઉપર વોર્નીંગ આપતી  હતી. તે રાહ જોતો હતો કે ઓમર ટ્રૈનમાં ધડાકો કરે અને આ પાછળ લાગેલા કોપ ડીવાઇડ થઇ જાય.

પોલીસને ટ્રૈનમાં થયેલા બોંબ ધડાકાની માહિતી અપાઇ અને લીલી હોંડાનાં ટાયર ઉપર ગોળી બારનો આદેશ અપાયો…

ફ્રી વે ઉપરનો ટ્રાફીક રોકી દેવાયો હતો.

પોલીસે એક વખત ફરી રોકાઇ જવા આદેશ આપ્યો અને પાંચ સેકંડ પછી લીલી ગાડી એ પોલીસ ઉપર ગોળી છોડી..

૧૧૦ માઇલની ઝડપે ગાડી ચલાવતા કાસીફનું નિશાન સચોટ હતું.એક પોલીસની ગાડી ધીમી પડી.. તે ગાડીનો સાર્જંટ ઘવાયો

વળતા ગોળીબારોમાં હોંડા કાર નું ટાયર બર્સ્ટ થયું અને ગાડી ઉથલી..જ્યારે ગાડી સ્થિર થઇ ત્યારે બેઉ પોલીસની ગાડી બહાર નીકળતા કાસીફને ઘેરીને ઉભી હતી.

કાસીફે તેની ગનમાંથી ગોળીબાર ચાલુ રાખતા બ્લેંક પોઇંટ થી પોલીસે તેના હ્રદયને ઉડાડી દીધુ. ઘડીયાળ રાતનાં સાડાનવનો વાગ્યાનો ઇશારો કરતી હતી. કાસીફની લાશ પાસે બે પ્રાઇમસ બોંબ હતા..ફ્રી વે ઉપરનો ટ્રાફીક વાળી દેવાયો હતો. ક્રાઇમ સીન ઉપર હીલીકોપ્ટર ઉતરાણ કરી રહ્યુ હતુ અને તેજ રીતે પોલીસોનો કાફલો પણ પોતાની રીતે ટ્રાફીક સંભાળી રહ્યો હતો.

ફોટોગ્રફરો એ મૃતક નાં જુદા જુદા ખુણેથી ફોટો લઇ રહ્યા હતા કાસીફનું આઇ કાર્ડ ઉપરથી તેનો બેક ગ્રાઉંડ ચેક થવા મોકલાવાયો. તેના ઘરનું સરનામુ અને ટ્રાવેલ રેકોર્ડ ચેક થવા માટે મોકલાયા…ત્યાં ખબર પડી કે પેવેલીયન નાં કેમેરા એ લીધેલા ફોટોગ્રાફ કાસીફના અને ઓમરનાં હતા.

હેલીકોપ્ટર દ્વારા આવેલા એફ બી આઇ નાં મોટા સાહેબો આ વાત જાણતા હતા તેથી ક્રાઇમ સીન ઉપરની દરેકે દરેક ઝીણી બાબતો ઉપર ચકાસણી થતી હતી.

 કાસીફ ની રાહ જોતો જોતો ઓમર ઘરે આંટા મારતો હતો.. ટીવી ઉપર સમાચાર જોયા ત્યારે તેને ખબર પડીકે કાસીફ તો મૃત્યુ પામ્યો…હવે આ ઘરમાં રહેવાય નહીં તેમ વિચારીને તેણે માથા ઉપરનાં વાળ કાઢી નાખ્યા નકલી મુછો લગાવી કપડા બદલી નાખ્યા અને કાસીફે શીખવ્યુ હતુ તેમ ઘરની બહાર નાના તળાવની બોટમાં જઇને સંતાઇ ગયો…

તે ધારતો હતો તેના કરતા વધુ ઝડપે પોલીસ તેના ઘર બહાર આવી ગઈ હતી.. સાયરનો, કુતરાનાં અવાજો અને આડોશ પાડોશનાં ઘરોમાં પોલીસ તપાસ કરવા માંડી

તેનું ઘર તોડીને ત્રણ વખત પોલીસ અને કુતરા ફરી ફરીને પાછા આવતા હતા.

વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવાયો છે લગભગ સાત થી દસ હજાર માણસો ભરી બંદુકો સાથે સબ ડીવીઝન નાં ખુણે ખુણે ફેલાયેલા છે.

આજુ બાજુ પાડોશીને અને તેની ઉંમરનાં બધા જુવાનીયાઓને ફેરવી ફેરવીને પુછવામાં આવતુ હતુ..અને દરેકનો અભિપ્રાય એક જ આવતો હતો અને તે ઓમર અને કાસીફ તો સારા છોકરાઓ છે. કાસીફ એન્જીનીયરીંગમાં માસ્ટર કરે છે અને ઓમર  મેડિકલનાં પહેલા વર્ષમાં છે.

કાસીફની પત્ની ઝાહીરા  તેના દીકરા મશરુર સાથે ન્યુ જર્સીમાં રહે છે..બંને પ્રેમાળ છે.કન્વીનીયંટ સ્ટોર ચલાવે છે.ઓમાર ભલો અને તેનું ભણવાનું ભલુ. તેને ઝાહીરાની નાની બહેન આશ્મા સાથે લગ્ન કરાવવાની વાતો છે પણ ઓમાર ભણવાનું પત્યા પછી કહી વાતને ટાળે છે.

પ્રકરણ ૨ એકાંતોની સજા

ઝાહીરા ચેચનીયા જતા કાસીફ ને રોકે છે અને કહે છે ભણતર પુરુ થઇ જવાદો પછી વિચારીશુ… કાસીફ તેને કહેતો હોય છે કે ભણ્યા પછી તો પૈસા મળવાનાં જ છે અને ચેચનીયા તાલિમ મેળવ્યા પછી એક બીજી આવક ઉભી થશે તે સારું છે ને? ઝાહીદાએ ના કહી પણ તેનું માને છે કાસીફ ક્યાં?

કઝકીસ્તાન જવાના તેના નિર્ણયને આમતો વતનમાં મા બાપને મળવા જવાનો નિર્ણય કહી તે અમેરિકા બહાર તો નીકલી ગયો.ત્યાંથી ચેચનીયા જઇ વિદ્રોહીને ને મળવાના અને તાલિમ પામવાના તેને ૨૫૦૦૦ ડોલર મળવાના હતા..તાલિમ દરમ્યાન ખાવાપીવાનું બધુ મફત હતુ. અને પછી આખી જિંદગી દરેક મહીને બેઠા બેઠ ૩૦૦૦ ડોલરનું  ભથ્થુ…

તે વખતે મસરૂરને લઇને ઝાહીરા બેજીવાતી હતી. ઘરમાં આવતા ફોન ઉપરની વાતચીત થી તે સમજી તો ગઇ હતી કે આ તાલિમ ધર્મનાં નામે ઝનુન ભરતી હતી. તેણે કાકાને ફોન કરી સલાહ લેવાની વાત કરી ત્યારે કાસીફ બોલ્યો..”હું બાવીસનો થયો..હવે એક છોકરાનો બાપ થવાનો.. મને એવી કાકાઓની સલાહ લેવાની કોઇ જ જરુર નથી..તુ તો બીકણ છે. દરેકે દરેક વાતમાં તને તો બીક જ લાગે છે.”

ઝાહીરા કહે “ જો તુ સારા કામે જવાનો હોય તો આટલી ગુપ્તતા શા માટે? પહેલા તુ કઝકીસ્તાન જઇશ પછી ત્યાંથી તુ ચેચનીયા જઇશ.. અહીંથી સીધો ચેચનીયા કેમ નહીં?”

“ઝાહીરા તારું કામ છોકરા પેદા કરવાનુ..અને મારું કામ કમાવાનુ..મારી બાબતોમાં ડખા નહીં કર”

“ કાસીફ તારું ભણવાનું પુરુ કર..પછી સારી નોકરી અને આ બધા હવાતીયા મારવાની જરુર જ નહી પડે..”

“ તુ બૈરી જાત..તને શું ખબર પડે કે ડોલર કેમ કમાવાય?”

“ હા હું ઘણું જ જાણું છું કે પૈસા કેમ કમાવાય.. પણ પૈસા સાથે માન ઇજ્જત અને શાંતિ જોઇતી હોય તો ઢંગનાં કામો કરવા જોઇએ…અને તુ જે કરવા જઇ રહ્યો છુ તેમા પૈસા તો છે જ પણ સાથે સાથે ઘણું દર્દ અને આંસુ છે.. મનની શાંતિ તો નથી જ…”

“ કાફીરોનાં દેશમાં આમે ય  ક્યાં શાંતિ છે?”

ઝહીરા જવાબમાં બોલી

“ આ દેશે ઘણું આપ્યું છે કઝકીસ્તાનમાં મુઠી જેટલી જમીનથી ઉધ્ધાર નહોંતો તેથી તો તુ અહીં આવ્યો..આ દેશે શું આપ્યુછે તેની સરખામણી જ્યાંથી તુ આવ્યોછે ત્યાં શું હતુ અને અહીં શું છે તે જરા સરખામણી તો કર…”

કાસીફ કહે “ આ દેશે શું આપ્યુછે તેની સામે તને ખબર છે કે આ દેશ દુનીયામાં કેવા જુલમો કરે છે?”

ઝાહીરા કહે “  દેશોને જ્યારે કોઇક સરમુખત્યાર પોતાના પગ નીચે શોષતો હોય ત્યાં જઇને પ્રજાને તેનો હક્ક અપાવતો દેશ તે પ્રજા તંત્રનું ભલુ કરે છે.. પણ તુ તે નહી સમજે કારણ કે તને તો તુ જે વિચારે તે જ સાચુ!”

કાસીફ કહે “એમ ટી વી જોવાથી કે ગુગલ સર્ચથી તારુ જ્ઞાન સાચુ તેમ તું માને તે જ ખાટલે મોટી ખોડ. આ અમેરિકનોનાં ચાવવાના જુદા અને બતાવવાના જુદા સમજી. પ્રજાને ભરમાવવા અને તેમની નબળી બાજુ ઢાંકવા મોટા મોટા રમત ગમતોનાં ખેલો કરશે ..સ્ટૅડીયમો ભરશે અને જુદી જુદી ટીમોનાં નામે પ્રજાને વહેંચેલી રાખશે. હવે તો બરોબર સમજી ગયો છુ આખા ખેલને.”

ઝાહીરા કહે “ હા પ્રજાસત્તાક દેશની આ ખુબી પણ કહેવાયને? કેટલી બધી રોજગારીની તકો આવા નિયમિત રમતગમતનાં કાર્યક્રમો આપે છે?.”

કાસીફ કહે “ ઝાહીરા તારી જબાન ને કાબુમાં રાખ.. હું સમજુ છુ તેટલુ કે તેથી વધુ જાણ્યા પછી મારી સાથે જીભા જોડી કરજે…આ કાફીરોનો દેશ છે. મારુ ચાલે તો આખા દેશને ફુંકી મારુ.. એકલા દેખાવો…. બકરીની છાલ ઓઢેલ વરુઓનો દેશ છે.”

ઝાહીરા બોલી..”કંઇ દલીલ ન મળી એટલે છેલ્લે પાટલે બેસી જવાનું ખરું ને..”

“ના હું જે જાણું છું તે તારે માનવુ નથી બાકી આ દેશ ની જે નીતિ છે તે જ નીતિ જ્યારે બીજા દેશો અપનાવે ત્યારે તે દેશો ખોટુ કરે છે નું બુમરાણ કરી મુકતા અને તેના ઉપર કાર્યવાહી કરતા ન અટકતા એ દેશ ને જ્યારે અરિસો બતાવીયે ત્યારે તે ત્યાંનાં દેશોને સરમુખત્યારથી લોકશાહી બચાવ્યાની વાતો કરે. બેવડી નીતિ જ્યારે હું જોઉ છુ ત્યારે મારુ લોહી ઉકળી જાય છે.

ઝાહીરાને આ વાતનો જવાબ આપતા આવડતુ હતુ..અને તેણે સાવ સહજ રીતે કહ્યું. “હા આ દેશે જે કર્યુ તેની પાસે તે કરવાનું કારણ હતું તેઓ નીતિ વિષયક રીતે બધા દેશો અને વિશ્વ જન મત લઇ ને કરે છે..ખુલ્લી છાતી એ લઢે છે જ્યારે તમે કાવતરા નો હિસ્સો બનો છો અને ખુલ્લે આમ એલાન કરતા નથી પણ કશુંક કર્યા બદ તે કુઃકર્મ અંગે દાવો કરો છો જે ખાલી ભય પેદા કરવાનું કાયર પગલુ હોય છે.

કાસીફનો કોઇ ફોન આવ્યો અને તે ચર્ચા અટકી.

તેને કાસીફ જ્યારે ધર્મનાં કોઇ ભાવુક વાતાવરણમાં ના હોય ત્યારે ખુબ ગમતો. પતિ તરીકે તેને સ્વિકારવામાં અને દૈહિક સુખો આપવાનું ઝાહીરાને ગમતું..પણ દિવસનાં ૨૪ કલાકમાંથી રાતની પાંચ મિનિટ..દસ મિનિટ અને પાછી વિરહની, જુદાઇની અને એકાંતોની સજા શરુ થઇ જતી.

હમણાં હમણાં તો પ્રસુતિનો કફોડો તબક્કો શરુ થયેલ હતો તેથી પીડા પણ ચાલુ થતી હતી ચોથો મહિનો પતવા આવ્યો હતો..જીવે ફરકવાનું શરું કરી દીધું હતું અને આ તાલિમનાં નામે ૬ મહિના દુર જવાનો હતો..તે પણ એક મોટું કારણ હતું કે તે કાસીફને જવાની ના પાડતી હતી.

કાસીફની ટીકીટ આવી ગઇ હતી. તેના દેશ જતો હતો..મહીના નાં ૩૦૦૦ ડોલર અને તાલિમ પુરી થયા પછી ૨૫૦૦૦ ડોલરે તેની આંખ ઉપર પટ્ટી બાંધી હતી.

અસ્મા આવી હતી કન્વીનીયંટ સ્ટોર ઉપર તે ઝાહીરાને મદદ કરતી હતી.. તેની કોલેજની ફી ઝાહીરા ભરતી હતી. રસોઇમાં આસ્મા કામ કરતી  અને સ્ટોક ભરવામાટે એમીગો (મેક્સીકનો) આવતા અને સ્ટોર મોકાની જગ્યા ઉપર હતો તેથી તે સારી રીતે ચલાવતી. કાસીફને સ્ટોરની આવકો અને કલાકો બંને ખુંચતા હતા..પણ સ્ટોર ઝાહીરાનાં ભાઇનો હતો તેથી ઝાઝી ચંચુપાત ચાલતી નહી. ન્યુ જર્સી થી પાંચ કલાક દુર બોસ્ટન કોલેજ્માં ભણતો અને તે પણ લીકર સ્ટોરમાં કામ કરતો.. છેલ્લુ વર્ષ છે. ત્યાર પછી ન્યુ જર્સીમાં નોકરી લઇ જ લેવાનો હતો.

ઓમારને પણ કેમ્બ્રીજ યુનિવર્સિટીની કોમ્યુનીટી કોલેજ્માં એડમીશન લેવડાવી દીધુ હતુ તેથી બે ભાઇઓ એક નાના ઘરમાં દિવસો કાઢતા હતા. ભાઇ બહેન નાં લગ્ન એ સાવ સામાન્ય વાત હતી તેથી ફાતીમા ફોઇની દીકરીઓ બંને ભાઇ માટે લગભગ નક્કી જ હતી.

પ્રકરણ ૩ ઓમારની ઉદાસીનતા

પાછા વળતા પાસપોર્ટ ઉપરનાં  સિક્કાઓ જોયા એટલે તેને જજની ચેંબરમાં મોકલ્યો..

“શું કરવા કઝ્કીસ્તાન ગયો હતો?”

“મારા માતા પિતાને મળવા ગયો હતો.”

“ચેચનીયા જવાનું કારણ?”

“ધાર્મિક વિધિ વિધાન કરાવવા ગયો હતો.”

“કેટલા સમય માટે ત્યાં રહ્ય?”

“રહેવાનું તો હતુ એક અઠવાડીયુ પણ મારા પેરેંટ્સ ની તબિયત બગડી એટલે ત્યાં બે મહિના રોકાવુ પડ્યુ.”

ચેચનીયાની કોઇ રાજ્કીય પાર્ટીનાં તમે સભ્ય છો?

“નારે હું તો વિદ્યાર્થી છું..મને એવી કોઇ જરુર નથી”

“તમારા ખાતામાં ચેચનીયન પૈસા આવે છે? “

“ના”

“અહીં કેટલા સમયથી છો?”

“પાંચ વર્ષ થયા”

“ તમને લાગે છે અહીં ભણતર મેળવીને તમે કઝકીસ્તાન પાછા જશો?”

“ ઇચ્છા તો ઘણી છે પણ ભણવાની લોન પુરી ના થાય ત્યાં સુધી તેવું વિચારવું પણ પાપ છે.”

“ તમને લાગેછે કે જરુર પડે તો તમે અહીંની મીલીટરીમાં સેવાઓ આપશો?”

“ જરુર સાહેબ..”

“ છેલ્લો સવાલ તમારો આવકનો સોર્સ કયોછે?”

“ મારી પત્ની તેના ભાઇનો કન્વીનીયંટ સ્ટોર ચલાવે છે અને હું પાર્ટ ટાઇમ કામ કરું છું

“તમારા કન્વીનીયંટ સ્ટોરનાં માલિકનો નંબર આપો.”

નંબર અરજી ઉપર નોંધી તેને જવા દીધો.

બહાર આવ્યો ત્યારે અશ્મા લેવા આવી હતી… અને ઢગલો ફોટાનું આલ્બમ નાના મશરુરનાં ફોટાનું સાથે લાવી હતી.

બેગ પાછળ મુકી અને અશમાને કહ્યું “તુ પાછળ બેસી જા ગાડી હું ચલાવુ છુ.”

અશમા કહે દીદી એ ના કહી છે.. તમારે મશરુરને જોવાનો છે.

“ હવે જોઇ લીધો મશરુરને ..આખી જિંદગી જોવાનો જ છેને..કહી એક કંટાળાજનક ચહેરો બનાવીને કેમરીની ચાવી હાથમાં લીધી.

આશ્મા બાજુમાં બેઠી અને ગાડી પઝાક તરફ ચાલવા માંડી..આશ્માએ નોંધ્યુ કે ઝહીરા કે મશરુરમાં રસ ન દાખવી કાસીફ ચુપ ચાપ ગાડી ચલાવે છે.

“ તું કેમ આવી? ઓમારને બોલાવી લેવો હતોને?”

તેનો ફોન આવ્યો હતો “તે સાંજે આવે છે તમને પાછા લૈ જવા માટે!”

કેનેડી એરર્પોર્ટ થી પઝાક્નો રસ્તો કપાતો જતો હતો.

“ઓમાર તમારી જેમ અકડૂ થશેને તો હું તો તેની રાહ નહી જોઉ.”

“ એની રાહ ના જ જોઇશ.”

“ કેમ?”

“ એ તો મારા કરતા પણ વધુ મીલીટ્રી માઈંડ છે.” કાસીફ જરા હળવાશ થી બોલ્યો અને આશ્માને લાગ્યું કે ઝહીરા કહે છે તેમ નાળીયેર છે બહારથી કડક અને અંદરથી નરમ..

તે જરા મલકી તેથી કાસીફે ફરી કહ્યું કે “ જરા મારું ધ્યાન રાખ તો ઓમારને મળવા દઇશ.”

“ ઓમાર તો મને જોશે અને તરત જ ઘેલો થશે.. જાણું હું તમારી મર્દોની જાતને…’

પઝાક પહોંચીને ઘરે જવાને બદલે સ્ટોર ઉપર આશ્માને ઉતારી ને ઝહીરાને સાથે લઇ કાસીફ ઘરે ગયો..એક મહીનાનાં મશરુર સાથે થોડો ગેલ કર્યો અને ઝહીરાને પોતાની પાસે ખેંચી લીધી. આજ્નો કાસીફ અને છ મહીના પહેલા ગયેલો કાસીફ એ બે વચ્ચે ઘણો ફેર હતો..તે મજબુત થઇ ને આવ્યો હતો. કાબેલ થઇને આવ્યો હતો. તેને ખબર હતીકે વાતો કરશે તો એજ ચક ચક ચાલુ થઇ જશે..

ઝાહીરાને માણી લીધા પછી બેગ ખોલીને ૨૫૦૦૦ ડોલર હાથમાં આપીને બોલ્યો..મોટું મકાન લઇ લે હવે હપ્તા ભરવાની તકલિફ નથી પડવાની. દર મહીને ૫૦૦૦ આવે તેવી વ્યવસ્થા કરી છે.

તાલીમ દરમ્યાન તે બે વાત શીખે છે કાફીરો ને જીવવાનો હક્ક નથી અને મુસ્લીમ ધર્મ  અમુલ્ય છે. ઝાહીરા તેને કહેતી પણ ખરી આ અમેરિકા છે તમને સર્વધર્મ સમભાવથી આપી તમારો ધર્મ કરવાની છૂટ આપી છે પણ ધર્મનાં નામે કોઇ અન્ય ધર્મનાં ભવાડા કરવાની મનાઇ છે તે તો ખબર છેને?

ઝાહીરાને તાલિમ દરમ્યાન શું થયું? એને અહીં શું કરવાનું છે જેવા કેટલાય પ્રશ્નો હતા પણ કાસીફ તો જમીને તરત સુઇ ગયો..જેટ લેગ છે તેમ કહીને

થોડી વારમાં જીપ લઇ ઓમાર આવ્યો.

ઓમારને ખાવાનું પીરસીને આશ્માને ફોન કર્યો

“ આશ્મા ઓમાર આવી ગયોછે તુ સ્ટોર બંધ કરીને આવી જા. આમેય સાંજના સાત વાગ્યા પછી ઘરાકી હોતી નથી..સ્ટોર પર ગેસ તો પંપ ઉપર થી જશે.

ઓમાર હજી તૈયાર નથી તે વાત આશ્માને ડંખતી..તેને તેના રુપ અને નાક અને ચહેરાના ઘાટનું અભિમાન હતું અને બનતુ પણ એવું કે જે તેને જુએ તો પહેલી નજર તો તર્ત ના જ હટે વળી ડોક્ટર હાથમાં આવવાનો હતો તેથી ઓમારની ઉદાસીનતા સહી લેતી..કારણ તો સ્પષ્ટ હતુ કાસીફ કરતા ઓમાર વધુ ફૂટડો હતો

અને ક્યારેક ગણ ગણી પણ લેતી

જવાની નાં જામ તો આમ છલકાય છે

મારા અંધ બાલમ તને ક્યાં સમજાય છે?

પ્રકરણ ૪ ધર્મ સાથે અધર્મ કેમ ખતમ કરવો

ચેચનીયા અને રશીયાનાં તાલીમ શિબિરોમાં થી કાસીફ બધું જ શીખીને આવ્યો હતો જે તેના દિમાગમાં ન્યાયાધીશ બની સમગ્ર દુનિયાને સુધારવાનો હતો.

કાસીફે ધીમે ધીમે તે ધર્મ ઝનુન નાના ભાઇ ઓમરમાં ભરવા માંડ્યુ. થોડોક ડરેલો પણ કાસીફ પાસેથી ધર્માંધતા સ્વીકારતો ઓમર માનવા માંડેલો કે ઇસ્લામ ધર્મની ધર્મચુસ્તતા તેમના જેવી નવી પેઢીનાં હાથમાં છે.ધર્મની વિધિ વિધાનો સમજવાની અને ધર્મનાં અનુસરણોની વાતો કરતા વધુ વાતો એવી જાનીને આવ્યો હતો કે જ્યાં ક્રીસ્ચીઅન સૈનીકો મુસ્લીમો સાથે બે રહેમી ભર્યુ વર્તન કરતા અને તેના પ્રત્યુત્તરમાં હુમલા થતા અને આમ આ વિષૈલુ ચક્ર વરસોથી ચાલુ જ રહેતુ.હોય છે.

ઝાહીરા કહેતી તમને જોઇએ છે તે બધું અહીં આ દેશ આપે છે તો પછી આ દેશ પ્રત્યે અહોભાવ થવાને બદલે ખાર કેમ રાખો છો?

કાસીફ તેનો જવાબ આપતો “તને ખબર છે આ દેશ શું બનાવે છે? જાત જાતનાં શસ્ત્રો..અને તેનું વેચાણ ક્યાં થાય છે? આખી દુનિયામાં ..નાના મોટા દેશો વચ્ચે મતભેદો તીવ્ર કરીને કેટલાક શસ્ત્રો અજમાયશી ધોરણે આપે..તેનો ઉપયોગ થાય તેના પરિણામો બીજા દેશો માટે ડેમોન્સ્ટ્રેશન અને અમેરિકાનું એક્ષ્પોર્ટ વધી જાય…પછી બંને દેશોમાં પુનઃ સર્જન માટે ટેકનોલોજી નું દાન અને અમેરિકન કાર્યકરોને નવું કામ અને બંને દેશો પાંચ દસ વર્ષ માટે ખંડીયા બની તેમની ઉપજનું સસ્તામાં અમેરિકા એક્ષ્પોર્ટ કરે…ઓમર આ જ્ઞાન લે અને ધીમે ધીમે માનતો થાય કે આ બે બીલાડીઓને લઢાવીને વાંદરો પોતાનું પેટ ભરે છે.

ઝાહીરા કહે પણ ખરી કે એ લઢતી બીલાડીઓ મુસ્લીમ દેશો કેમ હોય છે? કેમ યુરોપીયન નહીં? કેમ દક્ષીણ અમેરિકા નહીં?…સત્તા સ્થાને રહેલા સમ્રાટો..નાના નાના મુદ્દાઓને ધર્મનો કેફ ચઢાવીને લઢાવે..શીયા અને સુન્ની વચ્ચે બનત નહીં, જ્યુઝ અને મુસ્લીમ વચ્ચે મનભેદો..ધર્મ ઝનુનની તીવ્રતા જ્યાં વધુ ત્યાં શોષણ વધુ અને તેથીગરીબાઇ વધુ.. બાકી આખા વિશ્વને કાળુ તેલ વેચીને સમૃધ્ધ થયેલા દેશોમાં રાજા તવંગર અને પ્રજા કેમ ભિખારી?  લોકશાહી હોય ત્યાં આવું હોયજ નહીં.. લોકતાંત્રિક દેશોમાં પ્રજા સમૃધ્ધ થતી હોય છે. ત્યાં ધર્મ વિકાસનું સાધન છે..ઇર્ષાનું નહીં.

ઓમાર મુગ્ધતાથી બંનેની વાતો સાંભળતો..પણ જ્યારે બે ભાઇઓ એકલા હોય ત્યારે કાસીફ ની વાણી ઓમારને ભટકાવવા પુરતી હોતી…મહીને આવતા ૫૦૦૦ ડોલરમાં કાસીફ ગુનાહીત કામો કરતો.. જેવાકે દસ્તાવેજોની ચોરીઓ અને શસ્ત્રોની નબળઈ કડીઓ શોધાઇને રશીયા પહોંચતી.જ્યાંથી આ માહિતી મળતી તેમના પોલિટિકલ વિરોધીઓ સામે રક્ષણ અને કૂટણખાનુ પહોંચાડતો. ઓમાર ભણતો અને કોલેજ્માં તે મિત્રો વિનાનો સીધો અને હોંશિયાર વિદ્યાર્થી હતો.તેની સ્મરણ શક્તિ ગજબની હતી અને આઇપેડ લીધા પછી તો વીકી પીડીયા, ગુગલ અને ફેસબુક જેવી સોસીયલ નેટ વર્કીંગની કળા હસ્તગત કરી લીધી હતી.

કાસીફનું મુસલમાન તરફી અને અમેરિકા વિરુધ્ધ ઝેર ઓકવા તે ચેચનીયન ભાષાનો ઉપયોગ કરી ટ્વીટ કરતો..તેથી આજે ધડાકો થયા પછી તેને એમ હતુ કે તેનો ટ્વિટ નવો બોંબ ફોડશે પણ હડબડાટીમાં સેંડ કરવાનું બાકી રહી ગયુ હતુ તેથી તે ધારતો હતો તેવી કોઇ જ હલચલ થઇ નહોંતી.

તેના લખાણોનાં પ્રત્યઘાતો જ્યારે આવતા ત્યારે તેનું નિરાકરણ કરવામાં પડતી કાસીફને તકલીફો જોઇ ક્યારેક તે વિચારમાં પડી જતો કે કાસીફ જે બોલે છે અને જે કરવા માંગે છે તેમાં અંતર છે.કાંતો તૈયારી ઓછી છે કાંતો તેના ઉપર જોઇએ તે કરતા દબાણ વધુ છે.

કાસીફ ફી ભરતો તેથી તેને જોઇએ તેવો અને તેટલો ટેકો કરીને તે સદા દ્વિધામાં રહેતો કે તેણે ભણતર પુરુ કરીને આ ગતિવિધિમાં પડવું કે અત્યારે ચાલે છે તેમ ચાલવા દેવુ.

જો કે ભણવા સિવાયનાં સમયે કાસીફ ઓમાર સાથે ચર્ચા કરતો પણ મોટાભાગની ચર્ચા એક જ વિષય પર અટકતી અને તે આપણે કેટલા મહાન.. ઓમાર કદી કદી કંટાળીને કહેતો પણ ખરો કે વારં વાર આવી વાતો કરીને તું મને પઢેલો પોપટ બનાવવા માંગે છે..પણ ના. હું જે છું તે મને ખબર છે..ત્યારે ખીજવાઇને કહે પણ ખરો “ કાસીફ આ સુપ્રિમસી આપણે કહેવાની નાહોય.. લોકો પાસે કહેવડાવવાની હોય…”

કાસીફ ત્યારે બોલતો “ તારામાં માનું લોહી ઓછુ અને બાપનું વધારે છે તેથી તેને સરભર કરુ છુ.”

ઓમાર મુછોમાં હસતો અને કહેતો “ ભાઇ તારા કરતા મોડો જન્મ્યોને તેથી નવી ટેકનોલોજી મને વધુ સમજાણી..તમે જે કામ ફોન ઉપર કરો તે કોમ્પ્યુટર ઉપર હું તરત કરી નાખુ અને તે પણ કોઇ ફી વિના….”

કાસીફ તેની વાતને હળવાશમાં લઇ લેતો અને કહેતો “હા તુ તો ઇમેલ અને ચૅટીંગ અને ક્લાઉડ કંઇ કેટલુય જાણે અને હું..તો હજી ટેલીફોન નાં દોરડે ઝુલુ છુ.. પણ મને જે ઇસ્લામ ધર્મની સમજણ છે તે તને ક્યારે આવશે? “

“ આવે છે ને ભાઇ તમારા સંદેશાઓ શફીક્ને મોકલતા બધુ સમજવા મથુ છુ અને એના જવાબો પણ વાંચુ છુ. ભાઇ મને તો પહેલા એક જ વાત નથી સમજાતી કે આપણો ધર્મ શ્રેષ્ઠ છે તેવું શફીક બોલે છે પણ બીજાઓને ધમકાવીને કે ડરાવીને આપણા ધર્મમાં કેમ વાળવા જોઇએ?”

“ સારી વસ્તુની સમજ કાફીરોને હોતી નથી તેથી પહેલા તેમને સમજાવવા જોઇએ અને ના સમજે તો તેમને રસ્તા ઉપરથી હટાવવા જોઇએ”

“ પણ એ જન્મ થી તેના ધર્મને સારો માને અને તેથી તો તેમના ધર્મ માં વટાળ પ્રવૃત્તિ વધુ છે..કોઇ પણ નબળી ક્ષણે જીસસનાં નામે પૈસા, સંરક્ષણ અને ખાવાનું આપીને વાળવાની કોઇ તક છોડતા નથી.”

“હા એથી જ એ કાફીરોને ખતમ કરો..કે જેથી આગળ કોઇ ના જાય”

“કાસીફ કહે છે ભાઇ આ શુક્રવારે મસ્જીદમાં મહંમદ આવે છે. આપની હાજરી જરુરી છે.”

“હા આ વખતે ધર્મ સાથે અધર્મ કેમ ખતમ કરવો તેની વાત કરશે..તારે પણ આવવાનું છે.”

“ભાઇ તમે ત્યાં જજો અને જે ભણ્યા તે મને ભણાવજો .. મારે તો એનેટોમીનો તાસ છે..અને હજી આ બધુ કરવા જેવી મારી લાયકાત તો આવવાદો.” ઓમારે ગાળીયુ કાઢ્યુ..

કાસીફ શફીક અને તેના જેવા દસ બંદાને તાલીમ અપાવવા ઉમરાથી  મહંમદ અને રીયાકત અલી આવે છે. અને કહે છે જ્યાં જ્યાં તે લોકો જાય છે તે જગ્યાનું યુવાધન તોફાની બની જાય છે. પોલીસ પુરતી સતર્ક હોય તો ધમાલ ઓછી થાય નહીં તો પઝાક જેવા ગામમાં બે પાંચ ઘર ના બળે તો નવાઇ લાગે. અને ઘર બળે ચુસ્ત ક્રીસ્ચીયન ના કે અન્ય ધર્મીઓના..કોઇ ઇસ્લામ ધર્મી નું ઘર કદી ના ઝડપાય.

આ વખતની તાલીમ હતીકે સ્ટવ બોંબ ઘાતક કેવી રીતે બને…ધડાકો કરો  છતા ના પકડાવ. તાલીમ લેનારા દસે દસ જણા જાણ્તા કે સ્ટવ બોંબ ઘાતક ના હોય..પણ ખીલ્લી અને બેરીગ ઉમેરીને તેને ઘાતક બનાવી શકાય..ઘાયલ કરી શકે તેવા રસાયણો અને તેની માત્રાઓ અને સળગાવી શકે તેવા સાધનો અને તેને વાપરવાની બંને કળા જેવીકે ધાર્યા સમયે બોંબ ફોડવો અને અયોગ્ય સમયે તેન હોલવી નાખવો બંને કળા શીખવી ગયા.. વાંદરાઓને દારુ પાવાનું કામ મોહંમદ કરીને ગયા.

પ્રકરણ ૫ ધર્મ ક્યારેય કહેતો નથી કે

કાસીફ આમેય ઇજનેરીમાં સ્નાતક તો હતોજ અને કેટલાક નિયમો તે જે શીખતો મૌલવી મહમંદ જેવા પાસેથી તેને તે બહુ કાબેલીયતથી અજમાવતો..તે માનતો કે ટ્ર્રાઇએંગલ ઓફ ફાયરને યોગ્ય રીતે યોગ્ય માત્રામાં વાપરો તો આગ સામાન્ય થી તીવ્ર સ્વરુપ ક્ષણવારમાં લઇ લે અને તેથી તે આગ લાગવા માટે જરુરી સળગી જાય તેવા પદાર્થો, ચિનગારી અને પ્રાણવાયુમાં ચિનગારી ક્યાં અને ક્યારે ફેંકવાની બાબતે પ્રયોગાત્મક કાબેલીયત મેળવી રહ્યો હતો.

 મહંમદનાં શબ્દો તેને સંભળાતા હતા તે કહેતા.. કાફીરો સાથે ખુલ્લી છાતીની લઢાઇમાં તમે કદી ના ફાવો કારણ કે તેઓની સંખ્યા વધુ હોય..પણ તેમના મનને ડરથી લકવાગ્રસ્ત કરો એટલે તમને જોઇએ તે બધુ તેઓ આપે.

તેનું વક્તવ્ય આગળ ચાલે છે અને કહે તમારી પાસે એક ગન હોય તમે જાણ્તા હો કે તેમા કારતુસ નથી છત જ્યારે તમે કોઇની સામે તે તાંકો એટલે સામે વાળાનાં મનમાં તરત જ એમાં ગોળી હોય અને તે જો ભુલે ચુકે તેના ઉપર ચાલી ગઇ તો મોત નિશ્ચિંત માટે તરત જ તેઓ ગન ધારક્ની દરેક વાતો માની જાય.

ઝાહીરા કાસીફને વાળવા બોલતી “ તેમ કરીને એક દુશ્મન વધુ પેદા કરવાનો ને? ચોવીસ કલાક થોડા તમે ગન લઇને જીવવાના છો? જેને તમે ડરાવ્યો છે તે ક્યારેક તો તમને ગન વીના ભાળશે અને ત્યારે તે આપેલુ બધુ લઇ જશે. હા અને જિંદગી ભર ચાલે તેટલી નામોશી પણ આપશે.”

કાસીફ ત્યારે બોલે પણ ખરો “ તમારા જેવા બીકણ બુધ્ધીશાળીઓથી તો અમારી ડરની દુકાન વરસો ચાલે છે.”

ઝાહીરા જવાબ આપવા જતી હતી ત્યાં નાનો મશરૂર રડ્યો અને તેના તરફ વળતા તે બોલી…”જ્યારે પકડાય ત્યારે પબ્લીક તમારી સાથે તમારા આખા કુટુંબને ખાસડે મારે છે તે ના ભુલીશ.. હવે તારી સાથે હું અને મશરૂર પણ છીએ. અને મને તો ડર છે મોટા થતા મશરૂરને તુ શું આપીશ? એક ધર્માંધ બાપનો બેટા નો ખીતાબ?.”

“ ધર્માંધ નહીં ધાર્મિક પિતાના બેટા નો ખિતાબ.. સમજી?  જ્યારે ને ત્યારે સલાહો આપીને તારુ ધર્મજ્ઞાન છીછરું છે તે મને દેખાડ્યા ના કર.”

ઝાહીરા હવે બગડી હતી.” હું જાણુ છુ આપણો ધર્મ શું છે. આપણા ધર્મ માં ઘણી બધી બાબતો છે તેને તો તુ ઘોળીને પી ગયો છે અને તારી જાતને તુ મુસ્લીમ કહે છે? પાંચ નમાઝ દિવસની નિયમિત રીતે તુ કરતો નથી..કે નથી કરતો કોઇ બંદગી કે આજાર. જો તુ આ છ મહિનામાં સુધરીશ નહીં તો..”

 “ તોશું કરી લઇશ?” કાસીફે વળતુ બચકુ ભર્યુ.

“ તો મશરૂરને લઇને દેશ પાછી જતી રહીશ..”

“ તો જતી રહેને કોણે રોકી છે?”

“ ભલે પણ જતા પહેલા આ શફીફ અને મહંમદના બધા સંદેશા પોલીસને જણાવીને જઇશ સમજ્યો?”

“ એમ તારી વાતો પોલીસ માનશે અને મને પકડી જશે? સ્વપ્ન જગતમાં ના જીવ ઝાહીરા..અહીં કાય્દાકીય પૂરાવા વગર કશું નથી થતુ…”

“ છે ને મારી પાસે ઘણા પુરાવા છે.. બોંબ કેમ બનાવવાની ફાઇલો અને આ તારી બીન નોંધાયેલી રીવોલ્વોર ખાલી ત્યાં જમા કરાવી દઈશ તો તું અંદર જતો રહીશ ૩ વરસ માટે સમજ્યો?”

પહેલી વખત કાસીફને અંદરથી ભયનું લખલખુ પસાર થયુ.. તે બારણુ પછાડીને ઘરની બહાર નીકળી ગયો.

શફીકને ફોન કરીને વાત કરી ત્યારે શફીક બોલ્યો “એટલે તો મેં એ ઝંઝાળ પાળી જ નથી..વળી ઓછુ હોય તેમ તેંતો છોકરો પણ પેદા કર્યો…ચાલ હવે આપણે પઝાક્માં નહી બોસ્ટનમાં જ વાત કરીશુ.”

અમેરિકામાં લાંબા સમયથી રહેતા કાકા અને ફોઇ કાસીફને કહેતા પણ ખરાકે કઝકીસ્તાન અને ચેચ્નીયામાં જે વાતો તું સાંભળીને આવે છે તે વાતો ત્યાં મુકીને આવ. આ લોક્શાહીનો દેશ છે. ધર્મપાલનની સત્તા સામે અન્ય ધર્મ તરફનો તિરસ્કાર સામે કાયદો સખત છે. દરેકને ભાષા અને ધર્મ પાલન ના હક્કો છે. તેમજ ફરજો છે.

જો કે લગ્ન પછી ઝાહીરા કાસીફને વારંવાર કહે છે કે તમે મસ્જીદમાં જઇ નમાજ બજાવો છો ત્યારે એટલું પણ સાંભળો કે ધર્મ ક્યારેય કહેતો નથી કે કાફીર ને મારવાનો અધિકાર ચુસ્ત ધર્મપ્રિયોને અલ્લા તાલા એ આપ્યો છે.

પ્રકરણ ૬ ઉજળી રાતમાં કંઇ કેટલાય કાળા પડછાયાઓ

વિચારોમાં ભયભીત ઓમાર ધર્માંધતા  હજી કાસીફ જેટલી જલદ નથી. કાસીફનાં કહેવાથી ન કરવાનું કામ કરી તો નાખ્યુ.. પણ હવે કાસીફ નથી તે સત્ય તેને ડરાવી રહ્યુ હતુ. ડરનો માર્યો બૉટમાં છુપાયો છે અને તેની પાણી ની અંદર હાજરીને કારણે કુતરા પણ પારખી શકતા નથી. તેના મકાનમાં ત્રણ વખત ગયા છતા કોઇ મળતુ નથી તેથી પોલીસ હાજરી હવે આખા સબડીવીઝનમાં ફેલાય છે. બૉટમાં ડરેલો ઓમાર ચાર કલાક ભુખ્યો ને તરસ્યો બેસી રહ્યો છે.

આખા વિસ્તારને પોલીસે કર્ફ્યુ ગ્રસ્ત કરીને ઘરે ઘરે સઘન તપાસ ચાલી રહી છે.. આખા તળાવ ઉપર અને પુરા સબડીવીઝનમાં દસ હજાર પોલીસો ગોઠવાયેલી હતી..પ્રેસને પણ આ ઘેરામાં જવાની છુટ નહોંતી.ટીવી ઉપર સમાચારમાં અપાતા અહેવાલો મુજબ પોલીસ હજી તેને શોધી રહી છે..પણ વાસ્તવમાં હેલીકોપ્ટરે થર્મલ ઇમેજ દ્વારા તેને શોધી તો નાખ્યો જ હતો..પણ તેની પાસે બોંબ છે કે નહીં કે કોઇ પણ અપ્રકારનું ષસ્ત્ર છે કે નહૉ તેની તપાસ કર્યા વીના જોખમ લેવાનું નહોંતુ તેથી માઇક ઉપર વારંવાર સમાચાર અપાતા હતા કે “ જ્યાં તે સંતાયો હોય ત્યાંથી બહાર આવે.તેણે આપેલા સહકાર બદલ કાયદાકીય રાહ્તો અપાશે..”

ઓમાર પાસે બોંબ તો હતો પણ સ્ટવ બોંબને સક્રિય કરવા સહેજ સળગાવવો તો પડે અને તે હવે શક્ય નહોંતુ..રાત ઘેઘુર થઈ ગઇ હતી..અને આગ દેખાયા વિના રહે નહીં અને આટલાબધા પોલીસ ઘેરામાં તે ભુંજાયા વીના ના રહે..

તે તો શ્વાસ દાબીને બેઠો હતો.. તેને રહી રહીને પસ્તાવો થતો હતો કે તે કાસીફની વાતોમાં શું કામ આવ્યો? તેને તો ડોક્ટર થવાનું હતું..તેના મનોમસ્તિષ્ક્માં વિદ્યાર્થીઓ દ્વારા થયેલી રેગીંગ કવાયતો યાદ આવી..પર્દેશી છે તો શું છે? કેમ્બ્રીજ્માં ફી ભરીને ભણું છું…અને કોઇક નબળી ક્ષણે કાસીફ્ની વાત ટીટ ફોર ટેટ મગજમાં ઘર કરી ગઇ…

કુલ્સુમ (તેની મા) યાદ આવી તેના ધખારા બધા યાદ આવ્યા..જેની આંખ તમારું નુકસાન કરે તેની આંખ કાઢી લો..જેનો હાથ તમને ઇજા કરે તેનો હાથ કાપી લો વાળા ઝનુન ભર્યા પાઠો યાદ આવ્યા…

આસ્મા તેને ગમતી હતી પણ તે વધુ અમેરિકન હતી..બુરખો નહોંતી પહેરતી અને ઉંચી હીલવાળા સેંડલ પહેરી ને ચાલતી અને તેની મરજી વિરુધ્ધ કશું થાય તો સેંડલ ફટકારતા ય ડરતી નહોંતી…

તેને બીજી જ ક્ષણે એવો વિચાર આવ્યો..આ મોત માથે ઘુમે છે અને હું માની અને અસ્માની કલ્પના કરું છું? થોડો સાવધ થઇ તેણે આજુ બાજુનાં સૈનિકોની હલચલને સમજવા પ્રયત્ન કર્યો.

કીનારા ઉપરનાં સૈનીકો વાતો કરતા હતા “ આ ઉપરી અધિકારીઓને ક્યાં ખબર છે કે તેઓ તેમનો અને આપણો સમય બગાડે છે.. ક્યાંય જતો રહ્યો હશે..આવા ગેરકાનુની કામો કરનારાઓને કેટ્લોય ટેકો હોય…’બીજો સૈનિક કહે” ના તેમાને ખબર તો છેજ કે તે અહીં ક્યાંક છુપાયોછે…જીવતો કાઢવા માટે આ બધી હડીયા પટ્ટી છે..જીવતો મળે તો જ તેની આખી ગેંગ પકડાયને?’

હવે તેને કાસીફની વાત સમજાતી હતી કે પકડાઇને માર ખાવો તેના કરતા લમણે ભડાકો કરી દેવો તે ડહાપણ નું કામ હતુ…

પણ તેને મરવુ નહોંતુ…આસ્મા સાથે જીવન વિતાવવુ હતુ..તેનો ડર હવે તેને રડવા પ્રેરતો હતો… બહાર પોલીસોનાં ઝુંડે ઝુંડ રીવોલ્વોર સાથે ફરતા હતા.. કુતરાઓનું ભસવુ રોકાતુ નહોંતુ . તેને કાસીફે કરેલા બોંબ ધડાકાથી મરતા મેથેરોન રનરો ને ચીસો પાડતા જોયા હતા.કાસીફ કહેતો હતો.. એક કાફીર ને મારી શ તો પણ અને સો કાફીરોને મારીશ તો પણ કંઇ એમની સંખ્યા ઘટવાની નથી..પણ જે ડર તેમની નજર માં જોઇશ્ને તે ડર હજારો કાફીરોને માથુ ઉંચકતા રોકશે…

ત્યારે પણ ઓમરે કાસીફને કહ્યુ હતુ.. ભાઇ હું માનતો નથી કે આ ડરનું શસ્ત્ર લાંબુ ચાલે…૯૧૧નાં વિનાશમાં હજારોને માર્યા.. અને તેની સામે ઇરાક અને અફઘાનીસ્તાનમાં કેટલી તારાજી આવી?

ત્યારે ગુસ્સે થતો કાસીફ બોલ્યો હતો..” કુલ્સુમ…શું ખાઇને આને જણ્યોછે? સમજ્યા વિના બસ દલીલો જ કર્યા કરેછે?”

જ્યારે બચપણમાં કુલ્સુમ આવો ગુસ્સો જોતી ત્યારે ઓમારને સમજાવતી.. “કાસીફ તારો મોટો ભાઇ છેને? તારા કરતા મોટો છે ને? વળી જવાનું હં!”

ઓમારે બૉટમાં સહેજ માથુ હલાવીને વિચાર્યુ.. કુલ્સુમ..જો આ મોટાની વાત માની તેનો દુષ્પ્રભાવ.. તે તો વિંધાઇ ગયો અને મને પણ હવે આ પોલીસોની કોઇક ગોળી થી વિંધાવાનું છે.. તેની આંખ છલકાતી હતી.. અને લઘુશંકાથી પેંટ..

ત્યાં કાસીફ તંદ્રામાં દેખાયો..” ભાઇ મારા તારે માન્વું હોય તો માન કે ના માન્વું હોય તો ના માન.. પણ હું તો અહીં જન્નતમાં તારી રાહ જોઉ છુ..ધર્મનું કામ કર્યુ એટલે તેનો બદલો ખુદા તાલાએ આપ્યો.. અહી સૌ મને માન થી જુએ છે.. કેટલો બધો મરતબો છે…હવે તુ રડ નહી… જન્નતનાં દરવાજા પાસે ઉભો રહીને રોદણા ના રડ…જલ્દી કર..દે લમણે ભડાકો અને આવી જા મારા ભઇલા…

કાસીફને સમજાવતી ઝાહીરા કોલેજનો રુમ પાર્ટનર ચેખોવ અને તેની ફીયાંસી લારા તેના વિચારોને સ્થિરતા આપ્વા મથતા.. પણ તેમ કરીને તેઓ કાસીફ ખોટો છે અને અમે સાચા છીએ તેવું સમજાવતા.

કાસીફ આથી ખીજવાતો..અને બમણા જોરથી તેના અને મહંમદનાં વિચારો થોપવા મથતો.. તે દિવસે તો તેણે છેલ્લે પાટલે બેસી જઇને કહી દીધું  “ ઓમર આમ પાણીમાંથી પરપોટા ના કાઢ…તારે નક્કી કરવુ પડશે કે તું મારી સાથે છો કે નહીં?”

“ ભાઇ તારી સાથે  જ છું ને..”

“તો મને ગુ્ગલ ઉપરથી બોંબ બનાવવાની રીત શીખવાડ “

“ભલે ભાઇ!”

દબાયેલા પોચક અવાજ્ને જાણતો કાસીફ મુછોમાં હસ્યો…

ઓમારને ત્યારેય આ કામ ગમ્યુ નહોંતુ અને આજે ય નહોંતુ ગમ્યુ.. પણ તે દિવસથી આજની ઘડી સુધી તે અફસોસ જ કર્યા કરતો હતો…

કુતરા વારંવાર તળાવ પાસે જઇને પાછા આવે છે તેથી બૉટને સ્પોટ લાઈટમાં લઇને ફરીથી માઇક ઉપર બોલાય છે કે અમને ખબર છે ઓમાર તુ ત્યા છે.. સમર્પણ કર તેવો તારા પિતાજી અને કાકાનો સંદેશ સાંભળ.બીજી બાજુ કાસીફે કહેલ જેલ અને તેની પીડા યાત્રા પણ તેને કંપાવે છે .

અચાનક બહાર હલચલ વધી ગઇ…” મારો સાલાને તેના પાપને લીધે કેટલા માણસો હોસ્પટલમાં છે અને કેટલાય સ્વર્ગમાં… એને પણ ત્યાં પહોંચાડો.. અને ટીયર ગેસનાં બોંબફુટ્યા જેમાં નો એક બોંબ તે સંતાયો હતો ત્યા આવીને પડ્યો.. માણસો વધતા જતા હતા.. અને એને લાગ્યુ હવે તે પકડાઇ જ જશે…

કાસીફે કહ્યુ હતુ તેમ પકડાઇ જશે તો જન્નત નશીન નહી થવાય અને માર પડશે તે નફામાં..

ટીયર ગેસનાં બોંબમાંથી ગેસ નીકળવા માંડ્યો હતો…

જે નિર્ણયની ઘડી થી તે દુર ભાગતો હતો તે આવી ગઇ હતી. તેણે ગન ઉપાડી લમણે લગાડી  અને ધ્રુજતા હાથે ટ્રીગર દબાવા જતો હતો ત્યાં બૉટ હાલી અને ભડાકો તો થયો.. પણ ગોળી લમણે નહીં ગળામાં વાગી.. લોહી વહેવા માંડ્યુ હતુ…જન્નતનાં દરવાજે ઉભેલો કાસીફ હવામાં ઓગળતો જતો હતો અને ચારે બાજુ ઉભેલા પોલીસોની રાઇફલોમાંથી આતશ્બાજી થતી હોય તેમ ગોળીઓનો વરસાદ  થયો..તે સમજી ના શક્યો..લોહી કંઇ કેટલીય જગાથી નીકળી રહ્યું છે…ઉજળી રાતમાં કંઇ કેટલાય કાળા પડછાયાઓ એ તેને ઘેરી લીધો હતો…

પ્રકરણ ૭ દેશદ્રોહીઓને સજા કરો

તરત જ ઘાયલ ઓમારને ઝડપીને હોસ્પીટલ ભેગો કરવામાં આવે છે. લોહી ઘણું વહી ગયુ છે. અને તેને સારવાર આપનારા અને પકડનારા બધાની આંખમાં થી નફરતનું ઝેર ઓકાતુ હોય છે.. પણ લોહી ઘણું વહી જવાને કારણે તેણે હોંશ ગુમાવી દીધા હતા.

ટીવી ઉપર તેની સારવારની બારીક બાબતો અપાતી હતી અને કેટલાક ગુસ્સે થયેલા બોંબ ધડાકા થી ઝ્ખમી થયેલા નાં સગા સબંધી ઓમારને અપાતી તબીબી સારવાર થી બોલતા હતા કે સરકાર આવા લોકો પાછળ ટેક્ષપેયરનાં નાણા શું કામ વેડફતી હશે..?

પોલીસ ઇન ચાર્જ તે પ્રશ્ન નો જવાબ આપતા બોલ્યા “ આવું હીણું કામ કરનારે તે કામ શું કામ કર્યુ? તેમની પાછળ કોણ છે જે આવુ કરાવે છે.. તેમનાથી અમેરિકાને કેટલો ભય છે તે બધી બાબતો જાણવા તેને જીવાડવાનો પ્રયત્ન થાય છે..જો કે ગોળી થકી તેની સ્વર પેટીને નુકશાન નથી થયુ તે આનંદનાં સમાચાર છે.

ટીવી ઉપર ઓમારનાં કાકા તો ફીટકાર જ વરસાવતા હતા…કુટુંબ અને દેશનું નામ બોળ્યુ આવા અમારા સંસ્કાર નથી.  અને કુલ્સુમ કઝકીસ્તાન્માં બેઠી બેઠી.. મારા દીકરાઓને અમેરિકન સરકાર ભરખી ગઇ તેવી વાતો સાથે સાથે મારો ઓમાર નાદાન છે તેને માફ કરીદો વાળી અર્થહીન વાતો પણ કરતી હતી

તેને હોંશ આવી ગયાનાં સમાચાર મળ્યા પછી  ઝાહીરા સાથે આસ્મા તેને મળવા આવે છે.બંને બુરખામાં છે પણ લેડીઝ કોન્સ્ટેબલ સાથે છે જે બતાવે છે કે ઝાહીરા નજર કેદમાં છે અને અસ્મા ઝાહીરાને અને મશરૂર ને સંભાળવા સાથે આવી છે.

ટેપ રેકોર્ડર ચાલુ કર્યા પછી ઝાહીરા ને ઓમર સાથે વાત કરવાનો આદેશ અપાય છે.

ઝાહીરા કહે છે “ઓમાર તને અને કાસીફને આ શું ઘેલુ લાગ્યુ હતુ કે તમે આ દુનિયાને બદલી નાખશો? જરાક તો ઘરવાળાનું સાંભળો.. તમે તો ધડાકા કરીને મરી જશો પણ આમારા જેવા પાછળ રહી ગયા તેઓનું શું?.કાસીફ જતો રહ્યો અને મારુ અને મશરુરનું  શું? આ પોલિસો અમને વિના વાંકે ઘેરીને બેઠા છે. તેમને મનમાં એમ છે કે જાણે કાસીફ એની બધી વાતો મને કહેતો હોય અને હું પણ આ કૃત્યનો ભાગીદાર હોય તેવો શક છે. હવે તુ પ્લીઝ જે કંઇ જાણતો હોય તે એમને જણાવ કે જેથી હું અને મશરુર તેમની શકની દુનિયામાં થી બહાર આવીએ અને ચેન ની નિંદર લઇએ.”

ઓમાર અપલક ઝાહીરાને જોઇ રહ્યો પછી તેની નજર અસ્મા પર પડી.તેના બુરખાને જોઇ તે થોડુંક હસ્યો.. જાણે પુછતો ના હોય..તું અને બુરખામાં?

પીડામાં કણસતો તે કંઇક બોલવા જતો હતો..પણ અવાજ ન નીકળ્યો. થોડાક સમયનાં મૌન પછી ઝાહીરા કહે.. “ ઓમાર તુ કાસીફ જેવો જીદ્દી નથી મને ખબર છે..મેં તો કાસીફને પણ કહ્યું હતુ જે તને પણ કહું છું તમે લોકો ભટાકાઇ ગયેલા ધર્માંધ છો.. જે દેશ તમને ભોજન, જળ અને સ્થળ આપે છે તેનો ઉપકાર માનવો જોઇએ કારણ કે તમારી માતૃભુમી ગમે તે હોય અમેરિકા કર્મભુમી છે.અહીં તમે તમારી મરજીથી આવ્યા છો. અને જ્યારે એરર્પોર્ટ ઉપર પગ મુક્યો ત્યારે તમે અહીં ના કાયદાઓ ને માન આપશો તે બાબતે લેખીત મંજુરી આપી છે.. ત્યાર પછી આ કાયદા પ્રત્યે ઊપેક્ષીત રહેવાનું કે તેનો ભંગ કરવાનું વિચારી જ કેમ શકાય?”

ઝાહીરા તેને જે વાતો કરી રહી હતી ત્યારે તેને કાસીફ અને મહંમદની વાતો યાદ આવતી હતી તેની ખાલી નજરો કદીક છત ઉપર તો કદીક આસ્મા ઉપર ફરતી..મશરુરની બાળ સહજ ચેષ્ટાઓ તેને સહેજ હાસ્ય આપતી..છેલ્લ એક કલાક્માં ઝાહીરા તેને ઘણું કહી ચુકી હતી.. પણ ઓમાર કોઇ એવી ચેષ્ટા કરતો નહીં કે જેનાથી પોલીસ હટે કે ઝાહીરા શક્નાં દાયરામાં થી બહાર આવે.

ડોક્ટર જાણતા હતા કે ઓમાર કશું બોલશે નહી અને તેને બોલાવવાના પ્રયત્નોમાં આ પ્રયત્ન ઘણું જ અગત્યનુ સ્થાન રાખતો હતો. ઓમાર ઝાહીરાની આંખમાં ભય જોઇ ગયો હતો અને સમજતો પણ હતો કે તેનું જીવન ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી એમને માહિતી નથી મલી.

ડોક્ટરે આસ્માને રુમમાં થી બહાર કાઢીને પુછ્યુ..” ઓમાર જો નિર્દોષ છે તો એણે બોલવું જ રહ્યુ. અને તે નહી બોલીને પોતાની જાતને ગુનામાં ગંભીર રીતે સંડોવી રહ્યો છે.”

આસ્મા પરિસ્થિતિની ગંભીરતા સમજતી હતી. તેનુ મગજ બહુ ઝડપથી ચાલી રહ્યુ હતુ… તેણે ડોક્ટરને પુછ્યુ..”તેને હજી ભરોંસો બેસે તેવું વાતાવરણ હજી પેદા નથી થયુ..તે કરવામાં તેને અને ઝાહીરાને ચેચ્નીયન ભાષામાં વાતો કરવા દો અને આપના દુભાષિયાને તેની નજર બહાર વાતોને  સાંભળવા અને અનુવાદ કરવા કહો… હું કદાચ તે વાતો કરે તેવુ વાતાવરણ પેદા કરાવવામાં મદદરુપ થઇશ..

ડોક્ટરે પોલીસને આસ્માનાં કહ્યા મુજબ થોડું મર્યાદીત પણે કાયદામાં રહીને અનુકૂળ વાતાવરણ કરી આપવાનો સહકાર માંગ્યો. ટેલીફોન ઉપર પરવાનનગી લેવાઇ . જોકે ત્યાં સુધીમાંસાંજ પડી ગઇ હતી. છ મહિનાનો મશરુર ભુખ્યો થયો હતો. અને ઝાહીરા તેને સ્તન પાન કરાવી શકે તે માટે મહિલા પોલીસ કોન્સ્ટેબલે જગ્યા કરાવી આપી.

આ સમયે આસ્માએ ઝાહીરા સાથે વાત કરી કે ઓમાર સાથે વાત ચેચ્નીયન ભાષામાં કરીને એટલુ જણાવ કે જો તે કાયદાકીય રીતે જે જાણે છે તેટલુ કહેશે તો અહીં થી તેને વકીલ પણ આપશે અને  રાહત પણ વર્તાવાશે..”

આ સમય દરમ્યાન ડોક્ટરે તેને દવા આપી ઉંઘાડી દીધો હતો.. વાત બીજા દિવસ ઉપર ઠેલાઇ હતી.. સમાચાર સંસ્થાઓ ઝાહીરાનાં પ્રયત્નો ને આંખમાં ધુળ નાખવાનાં પ્રયત્નો કહી વખોડતા હતા અને જનમત આદેશ પ્રમાણે તેને પણ કડક સજા અને તેના બાળક્ને પણ દેશ નિકાલાની ચર્ચા જોર પકડી રહી હતી. બીજી બાજુ કુલ્સુમ અને તેના પિતા રશીયન સરકાર દ્વારા આડકતરુ દબાણ લાવી રહ્યા હતા કે તેમના બંને સંતાનો ધર્મ પ્રિય છે. તેઓ કોઇ ટેરરીસ્ટ ગૃપનાં સભ્યો નથી.. ભટકાઇ ગયેલા છે તેમને માફ કરો અને પીડીત દરેક સભ્યો માટે તેમણે દિલગીરી જાહેર કરી…

અમેરિકાની પ્રજાને આ બધી વાતો જચતી નહોંતી…લોકશાહીક ન્યાય તંત્ર પ્રમાણે તેણે અમેરિકાની ધરતી પર આ કાર્ય કરીને હુમલો કર્યો છે એક ૮ વર્ષનો જ્હોન જે તેના પિતાજીની મેરેથોન દોડ વધાવવા ત્યાં આવ્યો હતો તેના મૃત્યુ થકી સંવેદનાઓનો જુવાળ ફુટ્યો હતો.. ઓમારને મૃત્યુ દંડ અપાય તો જ ન્યાય થયો તે વાત છાપાઓ મોટે પાયે ચગાવતા હતા.અને સાથે સાથે ટ્રૈનીગ લઇ ને પાછા અવેલા કાસીફ વિશે રશિયન એમ્બસીએ જાણ કરી હોવા છતા કોઇ કદમ કેમ ન લેવાયા વાળી વાતોથી  પણ ટીવી સમાચાર ખબરપત્રીઓ સત્તાધીશોને પ્રશ્નો પુછતા હતા.

સાંજે ઝાહીરા અને અસ્મા ન્યુ જર્સી પાછી ફરી ત્યારે તેમનું આખુ ઘર અને આખો કન્વીનીયંટ સ્ટોર ફેંદાઇ ચુકેલો હતો.. અને બારીઓ ઉપર દેશદ્રોહીઓને સજા કરો…નાં પાટિયાઓ લાગેલા હતા… પોલિસની હાજરીથી લોકોનાં ક્રોધનો જુવાળ ઠંડો પડ્યો હતો પણ અમેરિકનો પોતાના દેશ ઉપરનાં આક્રમણને સહેવા બીલકુલ જ તૈયાર નહોંતા.

ઝાહીરાની રડેલ આંખો અને સુઝી ગયેલા ચહેરા પડોશીઓએ જોયા ત્યારે મોં મચકોડતા સ્પેનીશ બોલ્યો પણ ખરો કે તમારા જેવાઓને લીધે અમારા જેવાઓનો  પ્રવેશ પણ કડક બને છે.

 પ્રકરણ ૮ મહંમદ કરીને કોઇ તાલિમ વડો હતો…”

ઝાહીરા ટીવિ ઉપર દેખાડાતા ઘાયલોનાં ચિત્રો અને મૃતકોનાં સગા વહાલાનાં કલ્પાંતો જોઇ જોઇ રડતી હતી. સ્ટોર ઉપર સર્ચ દરમ્યાન નુકસાન થયુ હતુ. બેંકનાં ખાતાઓ બંધ હતા..ઝાહીરાનાં પપ્પા અબ્દુલ અને ફાતીમા મમ્મી ઘરે આવી ગયા હતા તેથી મશરુર ને જાળવવાની રાહ્ત હતી…ટીવી પર બોસ્ટન ના મેયરે જનતાને વિનંતી કરી ને ઘાયલોને અને મૃતક્નાં કુટૂંબોને રાહત આપવાના હેતૂથી ભંડોળ એકઠુ કરવા અપીલ કરી અને આવતા ભંડોળ નું સુચક યંત્ર મુકી ટેલીફોન લાઇનો ખુલ્લી કરી ત્યારે ભંડોળ છલકવા માંડ્યુ હતુ…પહેલા કલાક્માં કોર્પોરેશન અને જન સમુદાયે (એક મીલીયન) દસ લાખ ડોલર પુરા કરી નાખ્યા હતા.. કદાચ અમેરિકા ઉપર હુમલો સાંખી ન શકતા અમેરિકનો અત્યારે પીડીતો માટે દાન નો ઢગલો તેમની દેશભક્તિ બતાડવાનો રસ્તો હતો.

રાત્રે ઝાહીરા સુઇ શકતી નહોંતી કારણ કે તે માનતી હતી આટલા બધા લોકોને ઇજા ગ્રસ્ત કરીને કાસીફ શું સાબિત કરવા માંગતો હતો? રોડ ઉપર ફેલાયેલુ લોહી અને પીડિતોની ચીચીયારીઓ તેને ઝબકાવતી હતી.. અને તેને તેનું ધુંધળુ ભવિષ્ય દેખાતું હતું

આસ્મા કહેતી “ઝાહીરા તેં તો તારો બધો જ પ્રયત્ન કર્યો હતો.. જીદ્દી કાસીફ તારા વળ્યે વળ્યો જ નહી તો તુ શું કરવાની?”

તે કહેતી  “ના. મારે હજી તેની સાથે જડ થવાનુ હતુ.. છૂટાછેડાની ધમકી આપી પણ ખરેખર તો છુટા છેડા જ આપી દેવાના હતા..”

મૃત્યુનાં ઘા હજી તાજા હતા ત્યાં આ પોલિસની બબાલ.. પણ તે જાણતી હતી કે પોલિસ તો ફક્ત તેમનું કામ કરે છે..તેમને સહકાર આપવો તે સારા નાગરિકની ફરજ છે…

બીજે દિવસે વહેલી સવારે પોલિસ આવી અને ઝાહીરા અને અસ્માને લઇ ગયા.. મશરુર નાના નાની પાસે રહેવાનો હતો…

ઓમારનાં બોસ્ટન એપાર્ટમેંટમાં થી બોંબ બનાવ્યાનાં અવશેષો મળ્યા હતા અને પોલિસ હવે ઓમાર બોલે તેની રાહ જોવાની નહોંતી .. ડોક્ટર ને પહેલો કલાક પુછપરછ માટે અપાયો હતો અને જો તે સહકાર ના આપે તો બીજા સર્વ અખતરા કરવાની અનુમતિ લેવાઇ ચુકી હતી તે વાત ડોક્ટરે કહી ત્યારે ઝાહીરા હચમચી ગઇ.. શક્ય છે તેનો પણ આજે માર ખાવાનો વારો હતો.

હોસ્પીટલમાં થી તેને જેલની કોટડીમા ફેરવાઇ ચુક્યો હતો.સ્પેશ્યલ રુમ કે જ્યાં બધી વાત ચીતો બહાર પણ સંભળાતી હતી રશીયન દુભાષીયણ ચેચ્નીયન અને ઉર્દુ પણ સારી રીતે જાણતી હતી..

તેણે ઝાહીરાને ચેચ્નીયન્માં કહ્યુ ઝાહીરા તું હજી શક્નાં ઘેરામાં છે .ઓમાર જો બોલશે તો તને રાહતનો  શ્વાસ મળશે…

આસ્મા એ આ વાત ચીતમાં હાજર રહેવાની પરવાનગી માગી ત્યારે ઝાહીરા થોડીક ખચકાઇ.. તેને આસ્માને આ કાર્યવાહીમાં નહોંતી રાખવી..પણ આસ્માએ કહ્યુ..તુ ભાભી તરીકે અધિકારથી વાત કરે છે જ્યારે હું દોસ્ત તરીકે વાત કરીશ.. જોઇએ કયો રસ્તો કામ કરે છે….

પોલીસ ઓમારની કસ્ટડીમાં બંને બહેનો ને લઇ ગઇ ત્યારે તે હજી ઉઠ્યો હતો.. તેના શરીરે નવી પાટા પીંડી થઇ હતી અને સખ્તીથી તે બંધાયેલો હતો.

જેલનાં અધિકારીને મતે આ બધો સમયનો બગાડ હતો. પણ હુકમને આધિન તેણે બધી વ્યવસ્થા કરી હતી. અને ઓમારને નીકળતા નીકળતા કહ્યુ.. એક કલાક માટે તુ તારી ભાભી અને તેની બહેન સાથે મુક્ત રીતે વાત કરી શકીશ..પછી સજા સહેવા તૈયાર રહેજે…

આસ્માએ સતાવાહી અવાજે વર્તતા તે અધિકારીને કહ્યું “તેવો સમય નહીં આવે.. આપ તેને ઉકસાવવા ના મથો તો સારુ…”

“ આવા લોકો ચામડી અને લાકડીની ભાષા જ સમજે.. આપણે કલાક પછી વાત કરીએ.”

કોટડીમાં ઓમાર ઝાહીરા અને આસ્મા જ હતા.. થોડીક મૌન ક્ષણો ગઇ અને આસ્માએ ચેચ્નીયન ભાષામાં કહ્યું “ ઓમાર!.. મારાથીઅને ઝાહીરાથી તને આવી દર્દનાક પરિસ્થિતિમાં નથી જોવાતો કંઇ કેટલીય માથાકુટ કરીને આજે અમે ફરીથી આવ્યા છીયે તને બે વાત કહેવા અને તારી વાત સાંભળવા..” થોડીક ક્ષણો અબોલ વહી ગઇ અને આસ્મા ફરી બોલી.. “ હું તારી સાથે આ વાતો કંઇ તારા ઉપર દયા આવે છે તેમ વિચારીને નથી કરતી…પણ તુ મારો પહેલો પ્યાર છે અને હું તને ક્યારેય ભુલવાની નથી તે જણાવવા આવી છુ… ”

ઓમારે પહેલી વખત આસ્મા તરફ આંખ માંડી. જાણે ચકાસવા ના માંગતો હોય કે આસ્મા જે બોલે છે તે સાચુ છે કે નહીં…આ હલચલ એક સારી નિશાની છે તેવુ બહાર બેઠેલા ડોક્ટરે પોલિસને કહ્યુ…

ઝાહીરા એ કહ્યુ.. “જો તારા લીધે હું બહુ મોટી તકલીફ માં છું.. તુ બોલીશ નહીં તો હવે તેઓ મને પણ પકડશે અને તેઓ મારી પાસે એવી વાતો જાણવા માંગે છે જેનો મને તો અંશ પણ ખબર નથી…મારા ફોન બંધ કર્યા છે.. બેંક એકાઉંટ બંધ છે અને સ્ટોર પણ જપ્તીમાં છે…અને હું નજરકેદમાં તો છું જ. તું કંઇ નહી બોલે તો આજે તારી બાજુની કોટડીમાં હું પણ તારી જેમ જ માર ખાતી હોઇશ…

ઓમાર પહેલી વખત બોલ્યો..” ભાભી હું કશું જ જાણ્તો જ નથી તો શું બોલુ?”

આસ્મા તેની નિર્દોષતા જોઇને રડી પડી.

“એવું કેવી રીતે બને ઓમાર.. તને ખબર ના હોય અને તુ  બોંબ ધડાકા કરે!”

“હું તો કાસીફ જે કહે તેટલું જ કરતો હતો…”

“હા મને તો ફોન આવે તે પ્રમાણે કરતો હોઉ…

“તે દિવસે શું થયુ હતુ?”

કાસીફનો ફોન આવ્યો સાંજે ૪ વાગે મને મળ અને જે ઇંટરનેટ પરથી આપણે શોધ્યા હતા તે બોંબ સાથે લઇને આવવા કહ્યુ હતુ.

ઝાહીરાના કહે “ કાસીફ્ને અમારા કોઇની પડી નહોંતી એટલે જ તો આવું બધુ કરેને?”

“ ના ભાભી ના..તેની તાલિમનાં ૬ મહિના પુરા થઇ ગયા હતા અને હવે તેને આગળ વધવા આવી એક પરિક્ષા આપવાની હતી તેમ તે કહેતા હતા…”

“ કઇ તાલિમ…?’

“ તેને દર મહિને ૨૫૦૦ ડોલર  આવતા હતા તે બમણા થઇ જાય તે માટેની એમની આ કસોટી હતી..”

આસ્માની આંખમાંથી વહેતો પ્રેમ જોઇ ઓમાર બોલ્યો…” મીઠડી હવે તો જો હું બચીશ અને તુ મારી રાહ જોઇશ તો ભેગા થઇશુ.આસ્માએ તેનો હાથ હાથ્માં લેતા પુછ્યુ “ કાસીફ્ને પૈસા કોણ મોકલતુ હતુ.”

“ મહંમદ કરીને કોઇ તાલિમ વડો હતો…”

પ્રકરણ ૯ કાસીફનું સંતાન ઓમન (શયતાન) છે

બહાર પેલા કડક અધિકારીનાં હાથમાંથી દંડો પડી ગયો…

ગુંચવણો વધે ના તેથી આસ્મા ફરી બોલી “તુ એનો સંપર્ક નંબર જાણે છે?”

“ના રે મને કંઈજ ખબર નથી અને આ પોલિસો હું કંઈ ના બોલુ એટલે વધુ ઝનુને ચઢે..હું પણ શું કરુ?”

ઝાહીરા કહે” પરિસ્થિત ગમે તેટલી ગંભિર અને ખરાબ કેમ ન હોય પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવુ એ જ પહેલો ગુનો છે અને ત્યાર પછી કોઇને કશું ન કહેવુ તે બીજો ગુનો છે…

ઓમાર થોડીક સમય છત ઉપર જોતો રહ્યો..તેને કેમેરાની ઝબકતી લાલ ઝીની લાઇટ દેખાઇ તેથી તે ચેચ્નીયન ભાષામાં બોલ્યો..આસ્મા ઝાહીરાને બચાવતા તુ તકલીફમાં આવી જઇશ તે મને નહી ગમે.

આસ્મા કહે “જો તને ચાહવો એ ગુનો હશે તો હું જરુર ગુનેગાર છુ પણ તારી નાદાનીયત કે કાસીફ પરનાં અંધવિશ્વાસ્ને લીધે થયેલી ફસામણીમાં થી તારો બચાવ કરુ તો તો તે માનવીય અધિકાર છે અને એનાથી પણ મોટી વાત હું ગેરસમજો દુર કરી ન્યાય ક્રિયાને વધુ સચોટ અને સમતોલ બનાવુ તો મારી સંવિધાને આપેલી ફરજ બજાવુ છું તેથી તે ચિંતા ના કર.”

ઓમાર તેની નજર બ્લીંક થતા કેમેરા સામે સ્થિર કરીને બોલ્યો. “ મને કાસીફભાઇનાં મૃત્યુ નો અફસોસ થાય છે તેથી સમજી શકુ છું કે મારા કાર્યથી કેટલાય ના જીવન જોખમમાં મુકાયા છે.

હું અહીં ભણવા આવ્યો હતો અને મારા અબ્બાનું સુખી જીવન નું સ્વપ્ન પુરુ કરવા આવ્યો હતો..અને ભટકાઇ ગયો.. મારું કૃત્ય માફીને પાત્ર નથી છતા મને જે સજા મળે તે ભોગવવા હું તૈયાર છુ અને સૌનાં દુભાયેલા હૈયાની સાચા હ્રદય્થી માફી માંગુ છુ.”

આસ્મા કહે ” ઓમાર! તું તે પણ કહે કે તને જેટલી માહિતી હતી તે આપી કાયદાનાં અમલ માટે સહકાર આપીશ.”

ઓમાર કહે “ હા તે જ અત્યારે હું કરી રહ્યો છુ. મને ખબર છે હું ભોળવાયો કારણ કે કાસીફ ભાઇ હતા.. પણ મારા જેવા દરેક વિદ્યાર્થીઓ તે જાણ્વું તો જોઇએ જ કે કા્યદાને વશ રહીને જ કારકીર્દી ઘડાય. તેને હાથમાં લઇને નહીં”

આસ્મા કહે “ એક બીજી પણ વસ્તુ સમજ કાયદાથી અજ્ઞાન હતો અને તેને કારણે આ થયુ છે તે વાત પણ ખોટી છે.. કારણ કે ખુદા તાલાએ જેને જન્મ આપ્યો, તેને મૃત્યુ દેવાનો અધિકાર પણ તેમનો જ છે. આ ન્યાય તો જન્મ સાથે માતા દેતી હોય છે અને આ ન્યાય દરેક દેશમાં સરખો જ હોય છે તે તુ સમજ…બોંબ બનાવવાની રીત જ્યારે કાસીફે તારી પાસે માંગી ત્યારે જ તારે અટકી જવાનું હતુ પણ તેમ ન થયુ..તેનું કારણ શું?

“ કદાચ ભાઇ આતંક ફેલાવવા માંગતા હતા તેથી તો આ નાનો બોંબ બનાવ્યો..આનાથી પણ મોટો ઘાતક બોંબ બનાવવાની તેમની ઇચ્છા હતી અને કદાચ ૪ થી જુલાઇએ ટાઇમ સ્ક્વેર ઉપર તેનો ધડાકો કરી અંધારી આલમના તેમને બાદશાહ થવુ હતુ..”

“ આ મહંમદ કોઇ મોટી ગેંગ જેવીકે અલ કાયદા કે હમાસ જેવી સંસ્થાનો સભ્ય હતો?”

“ મને સમજાતું નથી કે એવી મોટી ગેંગ હોત તો તેને પૈસા માટે આટલી તાણ પડતી હોત…? તેને શરુઆતની રાહ્ત આપી હશે પણ હું તેથી વધુ  કશું જ જાણ્તો નથી.”

ઉપરની ઝબકતી લાઇટ બંધ થઇ પેલા કડક અધિકારી અંદર આવ્યા અને ઝરીના અને આસ્માને બહાર લઇ ગયા.

ઝાહીરાની આંખ આંસુથી તરબતર હતી.. તેને કાસીફ આ બધાનો ગુનેગાર જણાતો હતો..

પેલી ચેચ્નીયન જાણતી અનુવાદકે કહ્યું.. હવે મહંમદ ને શોધાશે ત્યાં સુધી તુ હજી શક્નાં ઘેરામાં છે જ… આસ્મા તારો પ્રેમ સાચો છે તેથી હું માનું છુ કે કોર્ટ હીયરીંગ દરમ્યાન તેનો કેસ મોળો થશે…પણ હું તે વિષયની નિષ્ણાત નથી તેથી આ વાત ફક્ત તારો આભાર માનવા માટે કહુ છુ.

બીજે દિવસે છાપામાં બધીજ વાતચીત છપાઇ ચુકી હતી.. અને ઝાહીરા અને આસ્મા ને અમેરિકન સ્પિરીટ સમજતા  સાચા નાગરિક તરીકે સન્માનીત કરાયા હતા…અને મહંમદની શોધ શરુ થઇ ગઇ હતી.. પોલીસના માથાનો દુઃખાવો એ હતો કે કાસીફ જે મસ્જીદમાં જતો હતો તેના ૮૦% જેટલા સભ્યોનાં નામ મહંમદ થી શરુ થતા હતા….

કુલ્સુમનો ટેલીવિઝન ઉપર બફાટ ફરી શરુ થયો. “ હું કહેતી હતીને કે મારો ઓમાર નિર્દોષ છે..તેને મુક્ત કરો..તેના ઉપર કાયદાકીય કાર્યવાહી ના કરો..તે મીડીયાનાં પ્રવક્તાએ તેમને રોકતા પુછ્યુ..તેમના આ બોંબ ધડાકાને લીધે થયેલ જાન હાની નો ન્યાય કેવી રીતે થશે? ત્યારે તેના જવાબમાં લોચા મારતા તે બોલી..મહંમદે શીખવ્યુ તો સાચુ જ છે પણ છોકરા ઓ સમજ્યા નથી…”

બીજી બાજુ યુનિવર્સીટીમાં ઓમાર સાથે ભણતા યુનિવર્સિટિનાં મિત્રોમાં ધરપકડનો દોર શરુ થયો જેમાં ઈંટર નેટ ટ્રેક દ્વારા ઓમારનું કોમ્પ્યુટર મળ્યુ.. કાસીફ ના ઇ મેલ પકડાયા અને તપાસનો દોર લંબાઇ ગયો અને મસ્જીદમાં ચેચ્નીયા થી આવેલા મહંમદ અને હમીદ ઉપર સર્ચ વોરંટ નીકળ્યુ. જાણે મધપૂડા ઉપર પથરો પડ્યો અને ચેચ્નીયામાં બણબણાટ શરુ થઇ ગયો.

રશિયન જાસુસી સંસ્થાની સહાયે અમેરિકન પત્રકારો અને ડેલીગેટનો મોટો કાફલો ચેચ્નીયા જવા રવાના થયો. મહંમદ અને હમીદ પાછળ રાજ્કીય ટેકો ઘણો છે તેથી તેને ધરપકડ ન કરી શકાય તેવા સંરક્ષણો મળી ચુકેલા હતા. તેમને ધર્મ પ્રચાર અભિયાનમાં મોટ મોટા માન અને ચાંદ મળેલા હતા.. અને કાસીફને અપાતા અનુદાનો તો તેને ભણવા માટે અપાતી સ્કોલર શીપ હતી વાળી વાતોએ કેસ ને ગુંચવી નાખ્યો હતો. આવા અપાયેલા અનુદાનો થી ઘણા સફળ થયેલા ડોક્ટર અને એંજીનીયરોનાં ઉદાહરણો અપાયા અને જાહેર મીટીંગોમાં કુલ્સુમ દ્વારા થતી વિનંતી ઓને સન્માનવાનો અનુરોધ થયો.

પત્રકારોનાં દરેક પ્રશ્નોના જવાબો અપાયા પણ રાજ્કીય સ્તરે ઓહાપોહ ના થાય તેથી સેંસર થયા.

ટુંકમાં અમેરિકનો ને દોડતા રાખવા આવા નાનકડા છમકલા કરવા અને માફી માંગી છટકી જવાની બકરીની ખાલમાં છુપાયેલા વરુઓને રાજ્કીય હેતુસર સંતાડાતા તે વાત બહાર તો આવી પણ સેંસર શીપનાં નામે પ્રગટ ના થઇ…

ડેલીગેટો અને પત્રકારો કશું લાવ્યા નહી અને તે વાતો અહીં ઘણા ને ખુંચી તેથી કેટલાક ઉદ્દામ તત્વો ધુંધવાયા..

રેડીઓ અને સમાચાર સંસ્થાઓનો રસ જાણે હવે આ પ્રકરણમાં ઘટી ગયો રોજ જે પાનાઓ ભરાતા હતા હવે નાની કોલમમાં સમાચાર દેખાતા હતા…કલાકો સુધી અપાતી વિગતો હવે બે મીનીટમાં અપાઇ જતી…

તેવા એક સમાચારમાં એક દિવસ મશરુર ની હત્યા કરવાનું કાવતરુ પકડાયુ નામનુ ગતકડૂ થયુ…ધર્માંધ લોકો એક જ ધર્મમાં હોય છે તેવું ઓછુ છે?

પઝાકની ચર્ચમાં ચર્ચા  નીકળી -કાસીફનું સંતાન ઓમન (શયતાન) છે. અને શયતાન ને તો ખત્મ કરવો જ રહ્યો.

પ્રકરણ ૧૦ ઓમારને ર્ઉમર કેદની સજા થઈ

ઝાહીરા તો ધ્રુજી ગઇ.

તેના દીકરાની જાન ઉપર વાત આવી ગઇ હતી. આજુ બાજુ બધા જે માન થી જોતા હતા તે સૌની નજરમાં તેમને ધીક્કાર દેખાવા લાગ્યો..જે સંરક્ષણ આપે છે તે પોલીસ પણ અને જે સ્ટોરની અંદર કામ કરવા આવે છે તે કામવાળી પણ એ ચર્ચ નો આદેશ માને…આસ્મા મશરુરની જાન ઉપર આવી પડેલી આફતને ગંભિરતાથી ન લેવા ઝાહીરાને કહેતી અને તે જ પ્રકારે ઘરમાં સહ્જ રહેવા સૌને સમજાવતી.. આ ગતકડુ તે કોમ માં આગની જેમ પ્રસરી ગયુ હતુ..૬ મહીનાની નાની જાન ને સામે આખુ ગામ..જો ઉમડીને આવે તો કેવી રીતે પહોંચી વળવુ?..

અસ્મા ઝાહીરાને તે જે ઓમારને વાત સમજાવતી હતી તેજ વાતો બોલી..દેશનાં કાયદા ઉપર ભરોંસો રાખ..ધર્માંધ માણસો ગણ્યા ગાઠ્યા જ હોય છે અને કાય્દો બધાને માટે સરખો છે. માણસો સામે અવિશ્વાસથી નહીં વિશ્વાસ થી જો.

તેના ઘરમાં જેની ડ્યુટી હતી તે પોલીસ કોન્સ્ટેબલ સ્યુ ચાઇનીઝ હતી તેણે તરત જ તેના પોલીસ અધિકારીઓને આ વાત જણાવી.અને ડેવીડ પઝાક પોલીસનો વડો તે ચર્ચમાં પહોંચી ગયો..તે ધર્મ ઝનુન અને માનવ અધિકારોનું લાંબુ લીસ્ટ લઇને પહોંચ્યો હતો.અને તે કાગળીયા ચર્ચનાં બધા સભ્યોને હાથમા અપાવીને બોલ્યો.. અફવા છે કે કાસીફનાં સંતાનને ખતમ કરવાનું કાવત્રુ રચનાર.. તેના વિશે વાતો કરનાર કે તે કાવત્રાને પુરુ કરવા જે ટોળુ સક્રિય થશે તે સૌ પર કાયદાકીય કામ થશે…થોડોક ગણ્ગણાટ થયો…જેમા બે ત્રણ અવાજ મુખ્ય હતા..”અમારા ધર્મને જે ના માને તેને કાંતો મનાવો અથવા કાઢી મુકો…”

ડેવીડ કહે.. “ મશરૂર અમેરિકન છે. તેનો જન્મ આ ધરતી પર થયોછે અને તેને તેના બાપે કરેલા અપરાધની સજા આપવાની ભુલ જે કરશે તેને પોલિસ કાર્યવાહીમાં દખલ મનાશે. ઝાહીરા કાયદાસરનું  જીવન જીવે છે. અને તેણે ન્યાય સંગત પ્રક્રિયામાં તેનું પુરુ યોગ્દાન આપ્યુ છે. અમેરિકન નાગરિક છે અને તેને તે કારણે પોલિસ સંરક્ષણ અપાય છે. તે સંરક્ષણ છ મહિનાના મશરુર ને પણ અપાય છે …ઘરને આગ ચાંપવી કે ઘેરા બંધી કરીને ટૉળા શાહી કરી તે કુટુંબને ડરાવવુ કે તેમની મિલકતને નુકશાન કરશો તો આખુ પઝક શહેર નાણાકિય દંડને પ્રાપ્ત થશે. પોલિસ તેનુ કામ કરે છે તેને તેમના કામ માં સહયોગ આપો અને અફાવાઓ ના ફેલાવો અને જે ફેલાવે છે તેને ડારો…અને હા ધર્મ ના માને તેને કાઢીમુકો વાળી વાત ન્યાય સંગત નથી.. તે કામ સરકારનું છે તેમણે ન્યાય સંગત રીતે તેમને પરવાનો (વીસા) આપ્યો છે.  તે રાખવો કે રદ કરવો તે કાનુની કામ છે અને ફરી થી હું કહીશ કાયદો હાથમાં લેવો તે તમારુ કામ હરગીઝ નથી. અને જો આવેશમાં આવીને તમે કાયદો હાથમાં લેશો તો કાયદો જેમ અત્યારે કાસીફ અને ઓમાર ઉપર ચાલી રહ્યો છે તેમ તમારી ઉપર પણ ચાલી શકે છે.

ચર્ચનાં મુખ્ય પાદરી લોરેન્સે આ વાત ઉપજાવનારા ઉપર ધાર્મિક રીતે હલ્લો બોલાવ્યો…”આપણામાં અને ટેરરીસ્ટમાં તફાવત છે અને તે આ જ છે કે આપણે કાયદો હાથમાં નથી લેતા જ્યારે આતંકવાદીઓ તે લે છે. જેણે પણ આ બાળ્ક મશરુર ને ઓમન કહ્યો છે  તે કાસીફે કરેલા અપરાધની કાનુની કાર્યવાહી થી સંતુષ્ટ નથી અને તેથી ધર્મનાં આડંબર નીચે તેને મારી નાખીને કાયદાઓથી છટકી જવા માંગે છે. આ ઘટના ને અને આવી ઘટનાઓથી થતા સામાજીક નુકસાન ને સમજો અને તે થતા રોકવી સંપ્રદાય તરીકે આપણી ફરજ છે.

સાંજ સુધી તો લોકલ ટીવી, રેડીયો અને સમાચાર પત્રોમાં ઘણા સમાચારો આવ્યા..જ્યાં આ વિચાર ને ઘૃણા જનક બતાવ્યો  અને પોલિસ કાર્ય પધ્ધતિનાં વખાણ થયા.

ઓમારે આ સમાચાર જ્યારે ઝરીના પાસેથી જાણ્યા ત્યારે તે રડુ રડુ થઇ ગયો. કેટલીક ક્ષણોનો આવેગ અને તેના આ પડઘા તેને માટે પણ અસહ્ય હતા.તેને થતુ હતુ પણ કાસીફે આવુ કદી તેને કહ્યુ નહોંતુ કે ક્યારેક આ આવેશો નિષ્ફળ જાય તો શું? તેને હવે ખુબ જ હતાશા ઘેરી રહી હતી.જેમ જેમ દિવસો વિતતા હતા તેમ તેમ તેને તેની કરેલી ભુલો ડંખતી હતી..

આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે પોલિસો એ તેને કોર્ટ્માં રજુ કર્યો..કેસરી રંગ્નામ જેલ્વસ્ત્રોમાં તેના હાથે અને પગે ભારે બેડીઓ સાથે બંધાયેલા ઓમરને જ્યારે રજુ કરાયો ત્યારે કોર્ટની બધી આંખોમાં આ આતંક વાદી માટે ભારો ભાર તિરસ્કાર હતો સિવાય ત્રણ જોડી આંખો આંસુથી ડબ ડબતી હતી અને જેમણે તેમના સ્નેહીઓ ગુમાવ્યા હતા તેવા સગા સંબંધીઓ તિરસ્કારમાં ગુસ્સો પણ ભરીને આવ્યા હતા. કુલ્સુમ, ઝાહીદા અને અસ્મા પણ ઓમાર ઉપર થતો તિરસ્કાર સહન કરતી હતી

સંતાનના ગુનાઓથી, રડતુ મન

દુનિયા સમક્ષ ઊભુ કરે બચાવ    મા તને પ્રણામ

ડો ઇંદિરાબેન શાહ

માનનિય જજ આવ્યા પછી પોલિસે કાર્યવાહી શરુ કરતા ઓમર્ની આતંકવાદી તરીકે ઓળખાણ આપી અને તેને માટે નિયુક્ત થયેલા વકીલ વિશે માહિતી આપી.

 ઓમારે કરેલા ગુનાની યાદી રજુ કરતા તેમણે જણાવ્યુ કે કાસીફ અને ઓમારનાં સહિયારા હુમલાને પરિણામે બોસ્ટન શહેરને ૪૫ મીલીયન ડોલરનું નુકસાન થયુ છે જેમાં રેલ ટ્રેક અને માલ મિલ્કત નું નુક્સાન સામેલ છે.. અને ૭ મત્યુ અને ૬૯ જણા શારિરિક રીતે ઘવાયા છે.જેમને અપાયેલ સારવાર અને નાણાકિય રાહ્તો ૪.૫ મીલીયન જેટલા ડોલર છે.

સરકારી પક્ષનાં વકીલે આ ક્રુર ઘટનાને અમેરિકા ઉપર થયેલો હુમલો જણાવી કોઇ પણ પ્રકારની રાહ્તો આપ્યા વિના ફાંસી આપવાનાં સુચનો સાથે પોતાની દલીલ પુરી કરી ત્યારે કુલ્સુમ ખુબ જ રડી.. મારા એક દીકરાને તો તમે ગોળીએ દીધો.. હવે બીજાને પણ મારી નાખશો? કહીને પોક મુકી ત્યારે પેલા જેમણે પોતાના સ્નેહીઓ ગુમાવ્યા હતા તેઓ ની આંખો કુલ્સુમને પુછતી હતી..” કેમ અમારા દીકરાઓ મર્યા તેનો કોઇ હિસાબ જ નહીં?”

બચાવ પક્ષે કેસની શરુઆત કરતા મહાત્મા ગાંધી જેને બહુ માનતા હતા તે વાત થી શરુઆત કરી..” પાપીને મારવાથી પાપ મરતુ નથી..પાપને મારો તો પાપ હટશે.ઓમાર તો આ ઘૃણાત્મક રાક્ષસ ધર્માંધતાનો નાનો ભ્રમિત સિપાહી છે…જેને કાસીફે સમજાવ્યુ તે રસ્તે વગર વિચાર્યે જતો રહ્યો.. અને તેનો ભાઇ કાસીફ મહંમદ્થી ભ્રમિત થયો…પૈસાથી ભ્રમિત થયો…આ ધર્માંધતા અમેરિકામાં ચાલવી ના જોઇએ તેથી સુચારુ રસ્તો એ છે કે એ જેલ સમય જેટલો પણ કાપે તે સમય દરમ્યાન તેને માનસિક માવજત મળવી જોઇએ. તેને મોત આપી દેવાથી ન્યાય નથી થતો…આવા ઓમારો પેદા કરતા મહંમદોને રોકવા જરુરી છે. ધર્મ સુસંસ્કૃત સમાજ ઘડી શકે પણ તે ન્યાય સંગતતાને જેમ ફાવે તેમ મરોડી ના શકે,,,, દલીલો ચાલતી રહી ..તારિખો પડતી રહી.. મઃહીનાઓનાં મહીના પછી છાપનાં એક ખુણે એક સમાચાર હતા…

ઓમારને ર્ઉમર કેદની સજા થઈ…માનસિક પરિક્ષણોને અંતે સ્વિકારાયું કે ધર્માંધતા કેળવાતા વિકાર રોગોમાં નો એક રોગ છે ..સમય સર પગલા લેવાય તો તે કેળવણી વિકાસમાં પણ ફેરવાય છે.

 

 

પ્રકરણ ૧૧ સ્વતંત્ર દેશની સ્વતંત્રતા

મશરુર જેમ મોટો થતો હતો તેમ ઝાહીરાની ફીકર વધતી હતી. સ્ટોર તો વીયેટનામીઝ છોકરી નુ વાન ચલાવતી હતી એટલે કેસ ચાલ્યો ત્યાં સુધી તેના ભાઇએ વહીવટ સંભાળ્યો હતો.. કાસીફનાં કરતૂતો સામાન્ય જનતા તો ભુલી ગઇ હતી પણ બોસ્ટનથી ભોગ પામેલાઓનું એક ટોળુ તેને માટે ભયની ઘંટડીઓ વગાડતુ હતુ…૯૧૧ વારંવાર તે ટોળાને ડારતુ પણ ઝાહીરા ને સતત ભય રહેતો કે મશરુર ને ગમે ત્યારે આ લોકો હાની પહોંચાડી શકે. જો કે આ ભય સામે તે ઝઝુમતી તો હતી જ  અને તે દિવસે તેને પઝાક્ની તે જ ચર્ચમાં પાદરીનું  તેડુ આવ્યુ…છોકરાના ઉછેર ઉપર ધર્મની અસર ઉપર ચર્ચા હતી.

અસ્માના મતે ઝાહીરાએ મશરુર ને લીધા વિના ત્યાં જવુ જોઇએ ત્યારે ઝાહીરા તેના ભયને જીતવા ભયની સામે પડવા માંગતી હતી. મસ્જીદનાં મુખીયા એ ધર્મ સમજાવવા સાથ આપવાનું નક્કી કર્યુ.

જ્યારે ઝાહીરાને ચર્ચમાં બોલવા ઉભી કરી ત્યારે પાદરી બહુ ગર્વભેર બોલ્યા..ઝાહીરા સાચી અમેરિકન છે. તે સમજે છે કે કાયદો અને ધર્મ બે જુદી વસ્તુ છે અને તેથી જ્યારે જરુર પડી ત્યારે તેણે અંગત જીવન પર ખતરો વહોરી લઇને ન્યાય ને મદદ કરી હતી. તેની આ વાતને આપણી ચર્ચામાં વળોટી લઇ ચાલો એમને સાંભળીયે.

ઝાહીરા બે વર્ષનાં મશરુરને લઇને પોડીયમ પાસે ગઈ. અને ૫૦ સેકંડ સુધી કંઇ પણ બોલ્યા વિના જન સમુદાય ને જોયા કર્યુ…ક્યાંયથી કોઇ હલચલ જોવા ના મળી એટલે તે બોલી.” મને અમેરિકન હોવાનું ગર્વ છે અને તેનું કારણ છે અહીં કાયદાને માન છે. મારો જન્મ અમેરિકામાં , મારુ ભણતર અમેરિકામાં અને મારી કરીયર પણ અમેરિકામાં છે.મારા નાના મશરુર ને પણ હું ન્યાય સંગત રહેવાની તાલિમ આપવા માંગુ છુ જે અહીંનાં ભણ્તરની ખાસિયત છે. કાસિફ અને ઓમાર મારા કઝીન છે પણ તેમનો ઉછેર ચેચ્નીયામાં થયો હતો તેથી કાયદાની ભાષામાં તેઓ ગુનાહીત કાર્ય કરી ગયા…મશરુરનાં જન્મ પહેલા કાસિફ સાથેનું જીવન કલ્ચરલ સંઘર્ષોથી ભરપુર હતુ… હું મારા ભાઇનો સ્ટોર ચલાવતી તે તેને ન ગમતુ. તે માનતો કે સ્ત્રી એક પ્રકારનું માલીકી ધન છે અને  તે હંમેશા પડદની પાછળ રહેવુ જોઇએ.. તેને મર્દોની સામે ન જવુ જોઇએ.. પણ આ અમેરિકા છે અહીં આવુ કરે તો તકલીફ થાય તેથી તે વધુ કમાવાની લાલચમાં ભાન ભુલ્યો. મશરુરનાં જન્મ પછી બે અઠવાડીયામાં તે હણાયો…

મારો એક નાનક્ડો સવાલ.. શું મશરુર ને કાસીફનાં કૃત્યોની સજા મળે છે? તે તેને મળવી જોઇએ?

ઝાહીરા એ પ્રશ્ન પુછ્યો અને મોટા ભાગનાં લોકો નકારાત્મક રપ્રતિભાવ આપતા હતા. ઝાહીરા એ આગળ કહ્યુ..ધર્મ તેને ચુસ્ત બનાવે તેના કરતા તેને સારો બનાવે તે સાચુ કામ છે. અને આ મશરુરને તેના અબ્બા ન હોવાની સજા મળી જ રહી છે…જો કે હું તો અંગત રીતે કહીશ કે તેના અબ્બા નથી તે તેના વિકાસ માટે સારુ છે.

કોઇ પણ અમેરિકા જન્મેલા નાગરિકને મળે તે બધા હક્કો મેળવવા હું તેને બધી જ દેશ પ્રત્યેની ફરજો  સમજાવીશ..અને તે શીખવાડી તેના પાલન દ્વારા સાચો અમેરિકન નાગરિક બનાવીશ. ધર્મની સૌથી ખરાબ અસર માબાપનાં અજ્ઞાન ને લીધે પડતી હોય છે. અને તે અજ્ઞાન ધર્માંધતા આણે છે બાકી કોઇ ધર્મ ક્યારેય માનવને મા્નવમાંથી દાનવ બનાવતો નથી. આવા ભટકાઇ ગયેલાઓ ને શામ દામ કે ભયથી ખોટે રસ્તે ચઢાવનારાઓને મારો દીકરો ઉઘાડા પાડશે તેવી શ્રધ્ધા સાથે હું આજે તેને અહીં લાવી કે જેથી પાદરી તેમને આશિર્વાદ આપે.

સભાગૃહ તાળીઓથી ગુંજી રહ્યુ હતુ..તેનું સન્માન કર્યા બાદ પ્રશ્નોત્તરી માટે જાહેરાત થઇ. આ પ્રશ્નોત્તરી પોલિસ વડાએ ગોઠવી હતી. અને ઝાહીરા સાથે બંને ધર્મગુરુ  ઉભા હતા…

પહેલો પ્રશ્ન હતો- “ શું મશરુર કાસીફ જેવો નહીં બને તેની ખાત્રી છે?”

આ પ્રશ્નનો જવાબ ત્રણેય જણાને આપવાનો હતો.પાદરી કહે..જનીન રચનાના આધારે જવાબ આપુ તો તેનામાં ઝાહીરાનું ૭૫% ખુન છે તેથી તે કાસીફ જેવા બનવાની શક્યતા ૨૫% છે. જે શક્ય્તાઓ તાલિમ થકી ઘટશે. કાસીફ ભટકાઇ ગયો હતો..જલ્દી સત્તા અને પૈસાની ભુખે તેને ભ્રમિત કર્યો હતો.. મશરુર જે અહીની શાળામાં ભણશે અને સર્વ સમાનતાનાં પાઠ ભણશે ત્યાં તે શક્યતાઓ હટીને શુન્ય થશે તેવી મને શ્રધ્ધા છે.

મસ્જીદનાં મુખિયાજી એ પાદરીનાં છેલ્લા શબ્દો ઝીલતા કહ્યુ.. હા જાગૃત મા બાપનાં સંતાનો ભટકાતા નથી.. ઝાહીરાની વાતોથી એ સિધ્ધ થઇ ગયુ છે કે તે જાગૃત છે તેથી મને પણ શ્રધ્ધા છે કે ધર્મનાં ગુરુઓને ભગવાન માની ને પુજવાની અંધ શ્રધ્ધા તેનમા નથી. તેથી મશરુર કાસીફ થશે નહી…તેવી સચોટ મારી શ્રધ્ધાને હું સત્ય સ્વરુપ કહીશ. ધર્મ તાલિમ આપે છે સરખી પણ કેટલાક લોકો તાલિમનો  દુરુપયોગ કરે છે..

ઝાહીરા કહે “મશરુર ને સર્વધર્મ સમભાવનાં વાતાવરણ માં ઊછેરીને કાસીફ જેવો ધર્મઝનુની અને હિંસક તો નહીંજ બનવા દઉ તે તો નક્કી જ છે.”

બીજો પ્રશ્ન પુછાયો- કદાચ બીજુ લગ્ન કરી આ સંતાન તરફની ફરજ નવા સ્નેહ બંધન ને કારણે ભુલાઇ તો નહીં જાય ને?

આ પ્રશ્ન નો જવાબ એકલી ઝાહીરાએ જ આપવાનો હતો.

ઝાહીરા ને આ પ્રશ્ન ની કલ્પના તો હતી જ તેથી તેણે બંને ધર્મ વડાઓની હાજરી માં કહ્યું.. “મારા મશરુર ને સાવકો બાપ ત્યારે જ મળશે જ્યારે તે અમને બંને ને અમારી જે પરિસ્થિતિ અને જરુરિયાત છે તે સમજી ને સ્વિકારે.”

હવે નો પ્રશ્ન ધર્મ ગુરુ માટે હતો.

શું તમને લાગે છે “ મારો ધર્મ મહાન નાં ગાણા ગાવા યોગ્ય છે?” પાદરી ત્યારે મુછોમાં હસ્યા તેમણે કહ્યુ..”ધર્મ એ સ્વશુધ્ધિ  અને નિજ વિકાસનું માધ્યમ છે.તેની સરખામણી ના હોય કે ના હોય સ્પર્ધા…મારા ચર્ચમાં તે હું થવા દઇશ નહીં…અમેરિકા દર્કને તેમનો માનેલ ધર્મ પાલનની છુટ્ટી આપે છે તેટલુ મુક્ત વાતાવરણ છે પણ દરેક મુક્તિની મર્યાદા પણ છે સાથે કેટલાક બંધનો છે જેમાં નું પહેલુ બંધન છે અન્ય ધર્મની ટીકા નહીં સરખામણી નહી અને તે પાલન માટે બળજબરી નહી. મારા ચર્ચનાં બધા સભ્યોને કહીશ આ વાતની ગાંથ બાંધી લો.. અને કાયદાને કદી હાથમાં ધર્મની જડ માન્યતા અનુસાર નહીં લઇએ.

હૉલ તાળીઓથી ગુંજી રહ્યો હતો.

્મસ્જીદનાં મુખ્યા એ તે વાત નું સમર્થન આપ્યુ અને પોલીસ વડાને કહ્યુ.. તેમનો ધર્મ વાડઓમાં વહેંચાયેલો ધર્મ છે  સદભાગ્યે પઝાક્માં જે મસ્જીદ છે તે ઉદારવાદી છે..પરિવર્તન ને આવકારતી સંસ્થા છે તેથી તેમની સંસ્થામાં મહંમદ જેવા ધર્મગુરુને કદી આમંત્રણ નહી મળે…

પોલિસ વડાએ સભા સમાપન કરતા સર્વ સભ્યોને બે જ વાત કહી..એક વેર થી કદી ન શમે વેર..તે તો શમે જ્યારે એક મેક માટે વિશ્વાસ્નું વાતાવરણ બને. ઝાહીરા આપણા શહેરનું સંતાન છે મુશરર તેનું સંતાન છે અને જે ગુનેગાર હતો તે કાસીફ પોલિસની ગોળીઓ ખાઇને જાન ગુમાવી તેના દુષ્કર્મની સજા ભોગવી ચુક્યો છે.જે ગુનેગાર નથી તેને ભયભીત કરતા પરિબળોને ફરી એક વાર સમજાવું કે goodwill begits good will..વિશ્વાસનું વાતા વરણ સર્જવામાં પોલિસને સહાય કરો..

ઝાહીરા અને આસ્મા જ્યારે પાછા ઘરે આવ્યા ત્યારે તે ભય મુક્ત હતા..સ્વતંત્ર દેશની સ્વતંત્રતા અનુભવી રહ્યા હતા.

પ્રકરણ ૧૨.. જેલની દિવાલોને બીજે પાર…”

ઝાહીરા તો મશરુરને મોટો કરી રહ્યો હતી ત્યારે આસ્મા ઓમારને માનસિક પરિક્ષણોમાં સહાય કરતી હતી તે તબક્કો કદાચ ગુંચવણ અને અનિશ્ચિતતાથી ભરેલો હતો.તે તેની જાતને વારંવાર પુછતી કે તે શા માટે ઓમારની રાહ જુએ છે? તેના તો હજી વિવાહ પણ જાહેર થયા નહોંતા. કઝીન તરીકે કરવા યોગ્ય તે બધું કરી ચુકી હતી પોલિસ તેને આવતા જતા અત્યાર સુધી રોકતી નહોંતી.. પણ ત્રણ વર્ષ પછી ઓમારે તેને પુછેલા પ્રશ્ન નો તેની પાસે જવાબ નહોંતો.ઓમારે કહ્યુ હતુ

“ આસ્મા! મારી પાછળ તું શું કામ તારુ જીવન વેડફે છે?”

આસ્મા પાસે તેનો તર્ત જ જ્વાબ નહોંતો પણ તેની આંખોમાં ઇંતજારની ખુમારી હતી તે વાંચતો ઓમાર ક્યારેક કલ્પનોનાં ઉડાણે ચઢી જતો..જેલની જિંદગીની કઠોરતાને સહ્ય બનાવતી આસ્માની આંખમાં ઉમડતો પ્રેમ જ્યારે જોતો ત્યારે તેને થતુ..જો એક તક અલ્લામિંયા બક્ષે તો આ દાગ ધોઇ મને પણ વળી જવું છે અસ્મા અને ઝાહીરાનો ટેકો બની જીવી જવું છે…પણ આતો ઉમ્ર કેદની સજા…આખુ જીવન અહીં જ જવાનું..જ્યારે આસ્મા તેને ખુલુ ઇજન આપતી ત્યારે તો સમજાતુ નહોંતઉ કે જિંદગી વહી જતા નદીનાં પાણી જેવી છે…જે લહેર વહી ગઈ તે પછી ક્યારેય નથી ફરીને પાછી આવતી.

આસ્મા દર શનીવારે બોસ્ટન આવતી અને તબિબી સહાય અને સંશોધન કરતી. તેણે ઇંટર્નેટ ઉપર વાંચ્યુ હતુ કે સારી ચાલ ચલગતનાં કેદીઓને મર્યાદીત સમય ઇંટર્નેટ સહાય મળે છે..બસ આ સમાચાર વાંચતા જ તેને એક ઉજળી આશા દેખાઇ જેલનાં જેલરને મળીને વિનંતી કરી ઓમાર જેલમાં અન્ય કેદી સાથે કેવુ વર્તે છે?

ડોક્ટરને ખબર હતીકે અભાગીયો કૂટાઇ મર્યો છે.. જો કાસીફે તેને પડતો મુકી દીધો હોત તો તે સારો ડોક્ટર થતે.. તેથી તેઓ બોલ્યા “તે તેનુ કામ પુરુ થાય એટલે આંખ મીંચી ઇબાદત કરતો હોય છે. ભલે એવુ લાગે કે તે ડીપ્રેશનમાં થી બહાર છે.. પણ ક્યારે પાછો દાખલ થઇ જાય તે કહેવાય નહી.”

આસ્મા કહે “ ગયા અઠવાડીયે તેણે મને પ્રશ્ન પુછ્યો હતો “ આસ્મા! મારી પાછળ તું શું કામ તારુ જીવન વેડફે છે?” મારે તેને જવાબ આપવો છે…સારી ચાલ ચલગતનાં કેદીઓને ઇંટર્નેટ ઉપયોગ મળે છે અલબત્ત તેઓ તેના થકી કોઇ સંદેશા મેળવી ન શકે કે ન મોકલી શકે. તે વાત સાચી છે?”

“ હા. પણ તે રાજકીય કેદીઓને અપાતી સગવડ છે.”

“તે સગવડ તેને તેનું ભણતર ભણવા મળે ખરી?”

“હું તપાસ કરીને કહીશ તો ચાલશે ને?” તેણે કોમ્પ્યુટર ઉપર બે ઇમેલ મોકલી.

“ હા. મને પણ તે ઉદાસીનતામાં જતો રહે તેવા લક્ષણો તો દેખાય છે..તેથી મારે તેન કોઇ દિશા આપવી છે કોઇ પણ કાયદાને રુંધ્યા વિના..”

 “અરજી આપી દે..”

“ભલે..તેણે પર્સમાંથી કાઢીને અરજી આપી દીધી”

કેદીઓને મળવાની જગ્યાએ ઓમારને લવાયો. સારી ચાલ ચલગતને લીધે હવે તેને બેડીઓ બંધાતી નહોંતી બંને એક મેક ને જોઇ શકે સાંભળી શકે તેથી મોટી બારી નહોંતી.

જે આશા અને કલ્પનાઓ વણીને આસ્મા લાવી હતી તે તેના મોઢા ઉપર ચમકતી અને દમકતી હતી. ઓમારે પુછ્યુ..” કેમ આજે બહુ પ્રસન્ન છે?”

ખુબ જ શાયરાના અંદાજ થી આસ્મા બોલી

“ તેં પુછેલા પ્રશ્ન નો આજે જવાબ આપવા આવી છુ.

દિલદાર!  તને  ઘણું ઘણુ વહાલ આપવા આવી છુ

તુ સમજે છે તેવી કાળીઘટા નથી આ તારી જિંદગી

મારા શ્વાસ અને તારા પાનેતરથી મહેંકશે જિંદગી

“ જરા સમજાય તેવું બોલ આસ્મા!”

મેં એક સ્વપ્ન સજાવ્યુ હતુ તારી દુલ્હન બની તારે દ્વાર આવુ.. પણ તુ કદી ઘાંસ નાખતો નહી..ને વચ્ચે આ કાળુ પ્રકરણ આવી ગયુ અને તને સંભાળતા સંભાળતા મને કદીક થતું કે મને કેમ તારા દુઃખે રડવુ આવે છે? કાળા કામો કરે તેને સજા મળે તેમાં શું રડવાનુ અને કકળવાનુ? પણ તે દિવસે તુ બોલ્યો..કે મને તો કાસીફભાઇએ કહ્યુ તેટલીજ ખબર છે ત્યારે મન એક ઉદ્વીગ્નતાથી ભરાઇ ગયુ…

તેં મને જ્યારે પુછ્યુ “ આસ્મા! મારી પાછળ તું શું કામ તારુ જીવન વેડફે છે?” ત્યારે તારો પ્રેમ જે સંતાઇને બેઠેલો તે મને દેખાયો. હા મારી તપશ્ચર્યા તને દેખાઇ.. કોઇ શનીવાર એવો નહોંતો કે જ્યારે કલાકોનૂં ડ્રાઇવીંગ કરીને દસ મીનીટની આ મુલાકાતો માટે ના આવી હોય…

“આસ્મા.. જરા ધરતી પર આવ!.. મને કહે તું આજે ખુબ ખુશ કેમ છે?”

“હમણા ગુગલ ઉપરથી જાણ્યુ કે સારી ચાલ ચલગત વાળા કેદીઓને ઇંટર્નેટ વાપરવા અપાય છે.. અને તે પણ ભણતરનાં હેતૂથી અને મારા પાગલ પ્રેમીમને તને ફરીથી ડોક્ટર થતો નીહાળી લીધો…”

“સારી ચાલ ચલગત મને ભણ્તર અપાવી શકશે?” ઓમારની આંખની કોરાણે એક આશાનું કિરણ પ્રગટ્યુ અને બુઝાવા જતુ હતુ

ત્યાં આસ્મા બોલી “ના વિચારીશ લાંબી સજાનું.. તે ઘટી શકે છે…ફક્ત ખુણો છોડી દે.. નિરાશા ખંખેરી નાખ.. અને ખંખેરી નાખ સૌ મરવાનાં વિચારો…જેલની દિવાલોનાં બીજે છેડે અસ્મા તારી રાહ જુએ છે એટલુ વિચાર..

“પણ અસ્મા… હું ભણી રહું મારી સજા પુરી થાય ત્યાં સુધીમાં તો આપણે બંને ધોળા વાળ અને દાંત વિનાના બોખા  હોઇશુ…મને તું એવું સ્વપ્ન ના બતાવ કે જે કદી ના ફળે…અને ફળે તો કદાચ આપણમાં થી કોઇ છેલ્લા શ્વાસો ગણતુ હોય..’

“ ના. એ બધુ વિચારવાનું કામ મારું છે તારે તો સારી ચલ ચલગત થી મળેલો સમય ભણ્વામાં અને તબિબિ પરિક્ષાઓમાં કાઢવાનો છે. તારી સાથેજ હું પણ ઉમ્રકેદ ભોગવું છું જેલની દિવાલોને બીજે પાર…”

ડોક્ટર જોઇ રહ્યા હતા આસ્મા ઓમારમાં જીવવાનો ઉમંગ નાખી ચુકી હતી તેણે  ઇ મેલમાં કેદી સુધરવા માંગતો હોય તો તેના ભણતરમાં અપાતી સગવડોમાં ઇંટર્નેટનાં ઉપયોગની અનુમતિ મેળવી ચુક્યો હતો.

હણો ના પાપીઓને દ્વીગુણિત બનશે પાપ જગના

હણો પાપને તો જગ બનશે સુખ ને શાંત જગ્યા

Thanks for Inspiring me by your gracefull visit