વસવાટ વિદેશે

હ્યુસ્ટન, યુએસએ :
(વિજય શાહ ‘વસવાટ વિદેશે’ લેખમાળા અંતર્ગત ભારતથી અમેરિકા જતાં યુવાનોને પડતી તકલીફો અને મૂંઝવણો અંગે પોતાનું અવલોકન અને તેના નિરાકરણ વિશે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત પ્રથમવાર જતાં મુલાકાતીઓને ત્યાંની રહેણી-કરણી બાબતે પણ ઉપયોગી માહિતી પૂરી પાડશે.)

જ્યારથી એચ-1 ઉપર નોકરી મળી છે ત્યારથી ઝરણા એક બાજુ આનંદમાં અને બીજી બાજુ ગૂંચવણોમાં પડી છે…ન્યૂયોર્ક જવાનું છે…નોકરીના 8 કલાક તો જાણે ક્યુબિકલમાં લેપટોપ સાથે માથું ચઢાવવામાં તેને કોઇ જ તકલીફ નથી..તકલીફ છે બાકીના 8 કલાક તે ત્યાંનાં નવા વાતાવરણમાં શું કરશે…? તેના પ્રશ્નો બધા નાના છે પણ તેને તે ગૂંચવ્યા કરે છે.

ડીયર ઝરણા..એક વાત ખબર છે ને કે પાણીમાં પડ્યા વિના કોઇ તરતાં નથી શીખ્યું…ચાલ તને વિદેશે વસવાટની પાયાની વાતો શીખવું.

અમેરિકામાં કાયદો અને કાયદાનું માન ઘણું જ છે…જે લાંચરુશવતની બદીને કારણે ભારતમાં તળિયે પહોંચ્યું છે અને જે અહીં નીચેના સ્તરે બિલકુલ નથી. ગાડી પાછળ પોલીસે સાયરન વગાડી કે લાઇટો ચાલુ કરી એટલે તરત જ ગાડીની ગતિ ઘટાડી સેફ જગ્યાએ પાર્કિંગ કરી ઊભા રહી જ જવાનું.અત્રે હું અમેરિકાની વાત કરું છું તેથી તે દ્રષ્ટિથી તને સમજાવું…અમેરિકા એ ઇમિગ્રંટનો દેશ છે. કારણ કે જે રેડ ઇન્ડિયનો અમેરિકાના વસાહતીઓ હતા તેમને શરૂઆતના તબક્કામાં આવેલા યુરોપીયનોએ મારી નાંખ્યા…એટલે આ દેશ વસાહતીઓનો દેશ છે અને તેની સંસ્કૃતિ બહારથી આવેલા દરેક વસાહતીઓનું સંમિશ્રણ છે. ભારત વર્ષો સુધી અંગ્રેજોના તાબામાં હતું તેથી આપણી ઉપર તેઓની અસર છે તે અમેરિકા દાખલ થતાં તરત સમજાઈ જશે…અને તેની સાથે ડીયર ઝરણા, એક પાયાની વાત સમજાશે આપણે ત્યાં જે કરતાં હતાં તેથી અહીં બધું જ ઊલટું છે..આપણે ડાબી બાજુ વાહન ચલાવીએ, અહીં જમણી બાજુ વાહનો ચાલે. બહુ ગંભીરતાથી કહું તો ભારતમાં જે કરતાં હતાં તેથી દરેક ક્ષેત્રે ઊલટું કરીશ તો તું જલદી અમેરિકન થઇશ. હા, અહીં પંખા ઊંધા ચાલે.. લાઇટો નીચે કરો તો ચાલુ થાય બારણાં ઉપરનાં નકૂચા ઊંધા..

તને તો ખબર છે ને કે તને એચ-1 વિઝા એટલા માટે મળ્યો કે અમેરિકામાં જે જ્ઞાનની જરૂર છે તેમાં તું કાબેલ છે ખરુંને? હવે કેટલાક માનસિક અભિગમો જે દેશમાં જાય છે તે દેશના સમજવા જરૂરી છે જેમકે અમેરિકામાં કાયદો અને કાયદાનું માન ઘણું જ છે…જે લાંચરુશવતની બદીને કારણે ભારતમાં તળિયે પહોંચ્યું છે અને જે અહીં નીચેના સ્તરે બિલકુલ નથી. ગાડી પાછળ પોલીસે સાયરન વગાડી કે લાઇટો ચાલુ કરી એટલે તરત જ ગાડીની ગતિ ઘટાડી સેફ જગ્યાએ પાર્કિંગ કરી ઊભા રહી જ જવાનું. પોલીસ આવશે અને વિનયથી તમને કેમ રોક્યા કે તમારો શું ગુનો છે તે કહેશે અને વીમો અને ડ્રાઇવિંગ લાઇસન્સ માંગશે…અત્રે ભારતીય નિયમો પ્રમાણે લાંચ આપવાની કે પૈસા ધરવાની વાત કરો તો એક વધુ ગુનો તમારા નામે ચઢી જાય.

અહીં રામલો કે બાઇ મળવાની કોઇ જ શક્યતા નહીં, તેથી જુદાં જુદાં કામો જેવાં કે બેબી સીટિંગ, લોન મૉવિંગ અને ઘર જાળવણીનું કામ માણસ જાતે કરતો હોય છે.ડીયર ઝરણા, તેથી યાદ રાખવું કે ઇન્સ્યોરન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના કાર ચલાવવી નહીં અને જે કારના ઇન્સ્યોરન્સમાં તમારું નામ ન હોય તેવી કાર તો ભૂલેચૂકે પણ નહીં ચલાવવાની. તું કહીશ કે મારી પાસે તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો હું ચલાવું તો તેમાં શું વાંધો છે? તે વાંધો પોલીસ કાયદાની કલમ અને દંડ ભરવાની ટિકિટ સાથે સમજાવે એ કરતાં તો સારું છે કે શોખ માટે ગાડી ના ફેરવીએ.

તું કહીશ કે મને તમે ગભરાવો છો…ના. આપણા દેશમાં જે ઘણું બધું છે તે અહીંયા નથી. ઉદાહરણ તરીકે તને અહીં ક્યાંય કામ કરતી વખતે અને તે જગ્યાએ ખુરશી કે બેસવાનું ટેબલ જોવા નહીં મળે…તેથી પગની કઢી થઇ જાય પણ અહીંના માલિકોને પૂરેપૂરા સમયનું કામ મળતાં તેઓ સમૃદ્ધ વધારે બને છે. હવે તમે જ્યારે 8 કલાક ઊભા રહીને ઘરે આવો ત્યારે રસોઇ, વાસણ અને અન્ય ઘરકામ માટે સમય જ ના હોય એટલે રેસ્ટોરંટ અને લોન્ડ્રામેંટનાં વ્યવસાયો ખૂબ જ ચાલે…વળી અહીં રામલો કે બાઇ મળવાની કોઇ જ શક્યતા નહીં તેથી જુદાં જુદાં કામો જેવાં કે બેબી સીટિંગ, લોન મૉવિંગ અને ઘર જાળવણીનું કામ માણસ જાતે કરતો હોય છે. રસોઇ, હેંડીમેન, ઇસ્ત્રી, વાસણો ધોવા માટે કામવાળી કે રામાની ગેરહાજરીમાં તે બધું માણસ જાતે કરતો થાય છે. અને તેમાં તેમને નાનમ નથી આવતી પણ ગર્વથી કહે છે…મારું કામ હું કરું તો જ મને જોઇતું મળે ને?

(વધુ આવતાં અંકે)

Vijay Shah(વિજય શાહ 1964થી લેખનપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેઓ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં રહીને પણ માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અદા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 4 કાવ્યસંગ્રહો, 4 નવલકથાઓ, 2 નિવૃત્તિ વિષયક નિબંધસંગ્રહો અને 16 જેટલી સહિયારી નવલકથાઓ પ્રગટ થયાં છે.)
More…
http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-foreign-life-style-for-indian/

વસવાટ વિદેશે: રંગભેદ કોઈ પ્રશ્ન નથી…Vijay Shah | November 06, 2012, 10:38 AM IST
(ફાઈલ ફોટો)

હ્યુસ્ટન, યુએસએ :
પપ્પા મમ્મી સાથે બાર વર્ષનો કિંજલ ૯મા ધોરણમાં હ્યુસ્ટન આવ્યો. હ્યુસ્ટનમાં મેક્સિકન લોકો અને કાળા હબસીઓનું પ્રમાણ ગોરાઓ કરતા વધુ તેવું સ્કુલમાં જ્યારે જુઓ ત્યારે સમજાય. કિંજલ શાકાહારી અને તેના વર્ગનાં છોકરાઓમાં હાઇટ પણ ઓછી તેથી કાયમ જ સ્કુલમાં તે ભયભીત રહે. તેના બાપુજીએ તેને સમજાવ્યુ કે જો આપણે ખોટા ના હોઇએ તો કોઇનાથી ડરવુ નહી અને સામેના વિદ્યાર્થીનું શરીર મોટું છે તો તારે મોટા અવાજે વાતો કરવાની કે ઘાંટાઘાંટ કરવાની…બસ તે દિવસથી સ્કુલમાં તે નિર્ભય થઇને ફરવા લાગ્યો કારણ કે મોટા અવાજે બોલો એટલે સ્કુલ પોલિસ તરત જ આવે. કેમેરા અને માઇક તો રૂમે-રૂમે હોવાનાં જ.

વળી બીજો નિયમ એવો કે શિક્ષક બાળક પર હાથ ના ઉપાડી શકે તેથી તેઓ પણ આ જ રીતનો ઉપયોગ કરે. બે-ચાર પ્રસંગે સફળ થયો તેથી કોમ્પ્યુટર શિક્ષક નોરાની નજરે તે ચઢ્યો અને કોમ્પ્યુટર વર્ગનો ઇન્ચાર્જ બન્યો…પછી તો બાકીનાં સૌ તેના મિત્રો બની ગયા…

કિંજલ તે દિવસે પપ્પાને કહે, ‘આપણા દેશમાં સૌ સમાનની વાતો છે પણ ક્યાંય સમાનતા નથી જ્યારે અહીં ચામડીનાં રંગથી માંડી અનેકો વિભાજન છે છતાં સૌ વર્તનમાં એકત્વ ગુમાવતાં નથી. નાનો હોય કે મોટો-સૌને શિક્ષક સર કે માદામ કહીને જ બોલાવે છે. બે કે ત્રણ વાર વોર્નિંગ આપ્યા પછી સીધી જ પોલિસ કસ્ટડી બતાવી દેવાય તેથી અહીં ભારતની જેમ મિત્રોમાં ગમા-અણગમા ચાલતા નથી. મજાની વાત તો નોરામેડમે મને કહી તે એ કે દરેક સાથે હાસ્યનો મુખવટો પહેરો…જબાન ઉપર ખાંડનો ઢગલો હંમેશા રાખો તો તમે ક્યારેય અટકશો નહીં અને પ્લીઝ..થેંક્સ.. એપ્રીશીયેટેડ શબ્દોનો ઉપયોગ વાતે વાતે કરો…આ દેશ તકોનો દેશ છે અને આમ વર્તનારાઓને તકો મળ્યાં જ કરતી હોય છે.’

નવમાં ધોરણમાં તો કિંજલ કોમ્પ્યુટર આવડતોને કારણે મોટા વૃંદનો લીડર હતો અને ઘણા સજાતિય અને વિજાતિય મિત્રોનો ચહીતો હતો. જોકે કિંજલ કામઢો હતો તેથી તેની જગ્યા દરેકેદરેક નવા પ્રોજેક્ટમાં રહેતી જ હતી. આ સમય દરમ્યાન તેને નડતી ઘણી બધી વાતો નોરા અને કાઉન્સેલર બેથ દુર કરતાં. ખાસ તો તે શાકાહારી હતો અને તેની ઘણા મિત્રોને ચીઢ હતી, પણ કિંજલનો જવાબ એક જ હતો, ‘મારે મારા પેટને મરેલા જાનવરોનું સ્મશાન નથી બનાવવું…’

મિત્રો તેને કહે તારામાં પ્રોટીન ક્યાંથી આવશે? ત્યારે તે એક ફિલસૂફની અદાથી પ્રશ્ન પૂછનારને પૂછતો, ‘જાનવરોમાં જ્યાંથી પ્રોટીન આવે છે ત્યાંથી…કઠોળ અને શાકભાજીમાંથી.’

કિંજલનાં ઉદાહરણ થી “વસવાટ વિદેશે” કેટલીક વાતો ફરીથી કહું…..

અહીં રંગભેદ વર્ણભેદ કે દેશભેદ જેવું કશું નથી, સર્વ દરેક રીતે સમાન છે.

અહીં દરેકને પોતાનો ગમો અને અણગમો રજૂ કરવાનો હક્ક છે.

વિનય અને વિવેક સૌના તમે જાળવશો તો તમને પણ તે સૌ મળશે.

સૌથી અગત્યની વાત છે કે દેશીની વ્યાખ્યા આખુ સાઉથ એશિયા છે તેથી વિચારધારા વિસ્તૃત કરો. એટીટ્યુડ બદલો…

કામ સૌને ગમે છે અને કામઢો માણસ સૌને વહાલો છે.

કિંજલને તેની કરેલી સેલ્ફલેસ મહેનતને કારણે કોલેજ ખાતે ૧૦૦૦૦ ડોલરની સ્કોલરશીપ તરીકે મળી અને એવો સરસ ભલામણપત્ર મળ્યો કે તે ઓસ્ટીન ખાતે યુનિવર્સીટી ઓફ ટેક્સાસમાં દાખલ થયો.

VS / KP

Vijay Shah(વિજય શાહ 1964થી લેખનપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેઓ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં રહીને પણ માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અદા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 4 કાવ્યસંગ્રહો, 4 નવલકથાઓ, 2 નિવૃત્તિ વિષયક નિબંધસંગ્રહો અને 16 જેટલી સહિયારી નવલકથાઓ પ્રગટ થયાં છે.)
More…

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-racial-discrimination/

વસવાટ વિદેશે: ભારતમાં સાચું, અમેરિકામાં ખોટું?

Vijay Shah | November 16, 2012, 12:00 PM IST

હ્યુસ્ટન, યુએસએ :
સ્વરા ડૅાક્ટર હતી અને તેથી અમેરિકન પ્રતીકને તે ગમી ગઈ. સ્વરાને ના કહેવાનું કોઇ જ કારણ ન હતું, કેમ કે પ્રતીક પણ ડૅાક્ટર હતો અને તેથી પૂરાં ઠાઠથી લગ્ન થઇ ગયાં. છ મહિને સ્વરા આવી ત્યારે અમેરિકાનો નશો પહેલાં છ મહિના રહ્યો.

નિયમિત ક્લિનિકે જતો પ્રતીક ધીમે ધીમે ઘરે વધુ રહેવા લાગ્યો અને સ્વરાને મેડિકલની પરીક્ષા જલદી પૂરી કરવા સમજાવવા માંડ્યો.

સમય જતાં ખબર પડી કે પ્રતીક તો લગ્ન પહેલાંનો સસ્પૅન્ડ થયેલ નકામો ડૅાક્ટર છે તેને તો આખી જિંદગી તબીબી કાર્ય મળવાનું નથી.

ભારતમાં માતા-પિતા ઉદાસ. પડ્યું પાનું નિભાવી લેવાની વાતો આવી.

સ્વરા કહે આ તો હળાહળ જુઠાણું છે. વકીલને પૂછ્યું તો કહે હા, આ જુઠાણું છે…તમે ભારત જઇને છૂટાછેડાનો કેસ દાખલ કરાવો…પણ તેમ કરવામાં અમેરિકાનો વસવાટ પ્રશ્નાર્થચિહ્નમાં નહીં આવી જાય? શું જરૂરી છે? કરિયર કે લગ્નજીવન?

દ્વિધામાં રહેતી સ્વરાની મદદે તેના સિનિયર ડૅાક્ટર ગોમ્સ આવ્યા.

તેઓ કહે “પ્રતીક તને મારઝૂડ કરે છે?”

“ના.”

“તારી પાસે આ નાનકડા જૂઠ સિવાય ક્યારેય એવું બન્યું છે કે તારું કોઇ પણ પ્રકારે શોષણ કર્યું હોય…તારી ઈચ્છા વિરુદ્ધ કોઇ કુકર્મ કર્યું હોય?”

“ના.”

“તેના ઘરમાં તને રાખી હોય અને ઘરનું ભાડું કે ખાવાપીવાનો ખર્ચો માંગ્યો હોય?”

“હા. અને ત્યારે તો ખબર પડી કે ભાઇ કમાતાં જ નથી.”

“હેં?”

“તારા એની સાથે વિધિસરનાં લગ્ન તો થયાં છે ને?”

“ હા. અને એ સર્ટિફિકેટ ઉપર તો હું અહીં આવી છું”

“હવે બે વાત સ્પષ્ટતાથી સમજ. એક તેણે કાયદાની દ્રષ્ટિએ કોઇ જ મોટો ગુનો નથી કર્યો અને તે જે કહે છે અને કરે છે તે અમેરિકાની ભાષામાં કાયદેસર છે. બીજી વાત છૂટાછેડા લીધા પછી તારે તેને ભરણપોષણ આપવું પડશે.”

“એ જબરું ! એ સસ્પેંડેડ છે તે ઘટના છુપાવી તે ગુનો નહીં? મારે તેને પાલવવાનો તે ગુનો મારો?”

ડૅા. ગોમેઝ કહે, ”સ્વરા, પહેલાં તો ભારતમાં જે સાચું તે અહીં ખોટું હોઇ શકે છે. અહીંના કાયદા પતિ અને પત્ની બંનેને બધી જ બાબતે સરખો હક્ક આપે છે. તેથી બધું જ સહિયારું તેમ માનીને ચાલ.”

“આ તો છેતરપિંડી જ કહેવાય ને?”

“હા, અને કાયદાકીય રીતે તું તારી કારકીર્દિમાં સ્થિર થાય તો પણ અને ના સ્થિર થાય તો પણ તું જ વધારે નુકસાનમાં છે તે સમજીને ભારતમાં તેના વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરીશ તો પણ તને મળેલ અમેરિકન પાસપોર્ટ જશે નહીં અને તેનો તારા ઉપરનો હક્કદાવો પણ મટશે નહીં.”

“તો?”

આ પ્રશ્નાર્થચિહ્નનો ભાર લઇને સ્વરા આજે પણ ભણે છે…ભણી રહ્યાં પછી ભારત પાછા જવાની વાત ઉપર પ્રતીક મૂછમાં હસે છે…

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-cheating-with-indian-bride/

વસવાટ વિદેશે: લગ્નમાં છેતરામણીથી બચજો!
Vijay Shah | November 20, 2012, 12:18 PM IST
(પ્રતીકાત્મક તસ્વીર)

હ્યુસ્ટન, યુએસએ :
અમેરિકાથી જ્વલંત લગ્ન માટે આવ્યો હતો. બહુ લાંબો સમય ન હોવાથી ઓળખીતામાં એક માઇક્રોબાયોલોજી ભણેલી છોકરી ઊર્જા સાથે લગ્ન કરી ટૂંકસમયમાં પરત થયો અને 6 માસનો વિરહ શરૂ થયો.

ઊર્જા અને કેવિન આમ તો સાથે ભણતાં, સાથે ફરતાં અને સાથે રહેતાં.

જ્વલંતે જ્યારે ઊર્જાને હા કહી ત્યારે ઊર્જા અને કેવિને નક્કી કર્યું અમેરિકા જઇને જ્વલંતને છૂટાછેડા આપી દઇને તે કેવિનને ત્યાં બોલાવી લેશે…

ઊર્જા કેવિન સાથે છેલ્લા દિવસ સુધી રહી.

અમેરિકામાં પગ મૂકતાંની સાથે તેને લગ્નના આધારે અરજી કરી અને સિટીઝનશિપ તરત મેળવી લીધી…અને ભણવાનું શરૂ કર્યું.

જ્વલંત શરૂઆતમાં તો કલ્ચરલ શૉક સમજીને ઊર્જાનું દૂર રહેવું સમજી શકતો…ઊર્જાએ ફોડ પાડીને કહી દીધું કે તે કેવિન સાથે સર્વ દેહસુખ ભોગવી ચૂકી છે અને જ્વલંત તો માત્ર અમેરિકા આવવા માટેની નિસરણી હતી.જ્વલંત શરૂઆતમાં તો કલ્ચરલ શૉક સમજીને ઊર્જાનું દૂર રહેવું સમજી શકતો…પણ તે લાંબું ન ચાલ્યું અને ઊર્જાએ ફોડ પાડીને કહી દીધું કે તે કેવિન સાથે સર્વ દેહસુખ ભોગવી ચૂકી છે અને જ્વલંત તો માત્ર અમેરિકા આવવા માટેની નિસરણી હતી.

જ્વલંતને છેતરાયાનો ફટકો તો લાગ્યો જ…પણ એક પ્રકારનું ખૂનસ પણ ભરાયું કે હવે તને અમેરિકા નહીં રહેવા દઉં. કોઇ સગુંવહાલું નહીં અને નોકરીની આવકો પાતળી…એકલા રહેવાની શક્યતાઓ ઓછી.

જ્વલંતે ઊર્જા પર ચોરી અને ઘરમાં ભાંગફોડ કર્યાના દાવા સાથે પોલિસકેસ કર્યો. પોલીસ નોકરી ઉપર આવીને ઊર્જાને બેડી પહેરાવીને લઇ ગઇ.

પોલીસકેસ થવાથી ઊર્જાની નોકરી જતી રહી…ઘર જતું રહ્યું અને ભારત પાછા જઇ લગ્ન કરવાની વાત ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું.

છ મહિના કાચીજેલ પછી કેસ ચાલ્યો ત્યારે ઊર્જાને ડી-પોર્ટ કરાઇ અને સિટીઝનશિપ પણ છીનવાઈ ગઈ. અત્યંત ખરાબ હાલતમાં તે પાછી આવી ત્યારે કેવિને પણ ઊર્જાને મોં પર સંભળાવી દીધું કે હવે તું મારે શું કામની?છ મહિના કાચીજેલ પછી કેસ ચાલ્યો ત્યારે ઊર્જાને ડી-પોર્ટ કરાઇ અને સિટીઝનશિપ પણ છીનવાઈ ગઈ. અત્યંત ખરાબ હાલતમાં તે પાછી આવી ત્યારે કેવિને પણ ઊર્જાને મોં પર સંભળાવી દીધું કે હવે તું મારે શું કામની?

આગલા પ્રેમ અને કોલની વાતો હવામાં ઉડાડી કેવિન અમેરિકાથી આવેલી જીજ્ઞાને પરણીને અમેરિકા જવાનાં કોડ પૂરાં કરવામાં લાગ્યો.

કાચી ઉંમર અને કાયદાથી અણજાણ ઊર્જા જ્વલંતને છેતરવા જતાં પોતે જ રસ્તે રઝળતી વાર્તા બની ગઇ.

અમેરિકામાં કાયદાની અડફેટે જો તમે ચઢ્યા અને ગુનેગાર સાબિત થયા તો સજા અને દંડ પૂરતાં નથી. રેકોર્ડમાં નામ ચઢી જતાં વરસો સુધી બેરોજગારી અને ગરીબાઇ પણ વેઠવી પડે છે. અમેરિકામાં કાયદાનું ઘણું માન છે અને તેથી કાયદામાં રહીને જીવી શકાતું હોય તો જ અમેરિકા વસવાટે આવવું નહિંતર ઊર્જાની જેમ નહીં ઘરનાં કે નહી ઘાટનાં જેવા હાલ થતાં હોય છે….

VS / KP

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-us-law/

વસવાટ વિદેશે: વૃદ્ધો માટે સોનાનું પીંજર…

Vijay Shah | November 27, 2012, 11:05 AM IST

હ્યુસ્ટન, યુએસએ :
અમેરિકા આવવાનો મોહ જુવાનિયાઓમાં જ હોય છે તેવું નથી. વૃદ્ધોમાં પણ એટલો જ હોય છે તેથી પોતાના યુવાન સંતાનોને તે દિશામાં જવા પ્રેરતાં હોય છે. કનુભાઈ ઠક્કર એક એવા શિક્ષક કે જેના ઘણા વિદ્યાર્થીઓ વિદેશે વસતાં અને તેઓ જ્યારે પણ દેશ આવે ત્યારે તેમની રિદ્ધિ અને સિદ્ધિઓની વાત કરતા. ધીમે ધીમે તેમના મનમાં એ ઘર કરી ગયું કે સુખી થવું હોય તો ઘરમાંથી કોઇકે તો વિદેશ જવું જ…

તેમનો દીકરો અમુલ ભણીને સીએ થયો અને સારી જગ્યાએ નોકરીએ લાગ્યો પણ કનુભાઈ કાયમ કહે કે અમેરિકા જેવું ક્યાંય નહીં અને આ વાતોથી અંજાઇ જઈને અમુલને અમેરિકાથી આવેલી તોરલ સાથે લગ્ન કરાવ્યાં. તોરલ આમ તો બધી રીતે અમુલથી ઊતરતી પણ કનુભાઈના મતે સિટીઝન એ મોટું હકારાત્મક પરિબળ તેથી ધામધૂમથી લગ્ન કર્યાં.

શરૂઆતમાં બધું બરોબર ચાલ્યું. ભણવાની પરીક્ષાઓ અપાઇ અને સીપીએ થઇ ગયો. સાથેસાથે ગૃહસ્થ જીવને એક બાબો અને એક બેબીનો પિતા પણ થયો. કનુભાઈને પૌત્ર અને પૌત્રી રમાડવા હતાં તેથી તેમની ટિકિટો કઢાવી કનુભાઈને છ મહિના માટે તેડાવ્યા.

અમુલ પછીનો ભાવિક અને ત્યાર પછી નેહા એ સૌને આકાશ-પાતાળ એક કરીને અમેરિકા મોકલ્યા અને છેવટે સોસાયટીનું ઘર અને બધી બચતો વેચીને તે પણ અમેરિકા પહોંચ્યા. તેમને આશા હતી કે જતાંની સાથે જ તેમને સોશિયલ સિક્યોરિટી મળશે.અમેરિકાનો અહોભાવ અને અમેરિકાના ભૌતિક સુખોએ તેમને વારંવાર એમ બોલતાં કરી દીધા કે ભારતમાં તો કોઇ જિંદગી જ નથી..છ મહિના પછી પાછા જતાં જતાં તો તેમને નવ નેજાં થયાં..

અમુલ પછીનો ભાવિક અને ત્યાર પછી નેહા એ સૌને આકાશ- પાતાળ એક કરીને અમેરિકા મોકલ્યાં અને છેવટે સોસાયટીનું ઘર અને બધી બચતો વેચીને તે પણ અમેરિકા પહોંચ્યા. તેમને આશા હતી કે જતાંની સાથે જ તેમને સોશિયલ સિક્યોરિટી મળશે..મેડિકેર મળશે અને પાછલી જિંદગી ધન્ય ધન્ય થઇ જશે.

પણ એવું કશું જ ના થયું. તોરલના રૂઆબ સામે અમુલનું કશું ન ઊપજતું…અને ક્ષણે ક્ષણે “શું ભાળી બેઠા છો કે બધા મુઠ્ઠીઓ વાળીને મારા ઉપર તાગડધિન્ના કરવા આવ્યા છો? જાઓ કમાઓ અને કમાયેલા ડોલર મને હાથમાં આપો પછી મારા ઘરમાં રહેવા આવો..

સ્વામિનારાયણ મંદિરમાં વૃદ્ધોની બેઠકમાં કનુભાઇ કહેતા…ભૂલ કરી કે બધું વેચી સાટીને અહીં આવ્યો. સારી એવી શાખ હતી તે ખોઇ અને અહીં ડફોળ બની રહ્યો છું. એમને આશા છે કે ભાવિક અને નેહા ઠેકાણે પડી જશે પછી તેમને તકલીફ નહીં પડે.અમુલના ઘર પાસે એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં આખું કુટુંબ રહે છે અને આઠ કલાક્ની પાળીઓ ભરીને નવેસરથી જિંદગી શરૂ કરી છે. 40 ક્વાર્ટર પૂરાં થાય(દસ વર્ષ) પછી સોશિયલ સિક્યોરિટી મળવાની છે…અમુલ અને તેના દીકરાને રમાડવા ત્યારે જ જવાય જ્યારે તોરલ હા પાડે. તોરલના પૈસે અમુલનું ઘર ચાલતું હોય ત્યારે અમુલ દાદાગીરી પણ કેમ કરે…અને નવી નવી નોકરીમાં ઘર, ગાડી અને તેમના વીમામાં અને હપતામાં કંઇ બચે નહીં.

સ્વામિનારાયણ મંદિરમાં વૃદ્ધોની બેઠકમાં કનુભાઇ કહેતા…ભૂલ કરી કે બધું વેચી સાટીને અહીં આવ્યો. સારી એવી શાખ હતી તે ખોઇ અને અહીં ડફોળ બની રહ્યો છું. એમને આશા છે કે ભાવિક અને નેહા ઠેકાણે પડી જશે પછી તેમને તકલીફ નહીં પડે..પણ અંદર તો બીક છે જ કે અમુલની જેમ ભાવિક પણ વહુના તાબે થઇને રહેશે અને તેમને વીલે મોંએ પાછા જવું પડશે તો…?

કનુભાઈએ કરેલી બે ભૂલ..ઘર કાઢવાની જરૂર નહોતી અને અમેરિકામાં બધું જ સારું છે તેમ વિચારીને તાગડધિન્ના કરવાની ભૂલ….!

VS / KP
http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-old-indians-in-usa/

વસવાટ વિદેશે: સંપ છે તો સુખ પણ છે!
Vijay Shah | December 04, 2012, 01:22 PM IST

હ્યુસ્ટન, યુએસએ : અત્યાર સુધીની વાતો વાંચીને કોઇ તારણ ઉપર જલ્દી ન આવતા..આજે મારે અંબુકાકાની વાત કરવી છે. જતીને ગાંઠનાં પૈસા ભરીને પાંચે પાંચ ભાઇઓને બોલાવ્યાં. અંબુકાકાએ પાંચે ભાઇઓને કેટલીક વાતો સ્પષ્ટ સમજાવી કે જતીન તો દાયણનું કામ કરે છે પણ અહીં આવી પગભર થવાનું કામ તો તમારું છે. જણનારીમાં જોર જોઇએ 52 વર્ષનાં અશ્વિનભાઇથી માંડીને 42 વર્ષનો રાજીવ બેંકની સ્થિર નોકરીઓ છોડીને અમેરિકા આવ્યાં અને તે પાંચ અને જતીન સાથે યુગલોનાં નાના બે સંતાનો એમ કુલ સાત યુગલો અને તેમના બે નાના ભૂલકાંઓ સાથે એક વખતે 28 જણાનું કુટુંબ સાથે રહેતું બધાં ભાઇઓને ગાડી આપવી તેમને ગાડી ચલાવતા શીખવવાની, દરેકને તેમને યોગ્ય કામ અપાવવાની નૈતિક જવાબદારી જતીન અને અંજુભાભીએ સરસ રીતે ઉપાડી…

કારણ ખબર છે?

ભારતમાં આ કુટુંબો 1983 અને 85માં જે રીતે રહેતું હતું તે જ રીતે સમજણથી જળવાઇને જીવી રહ્યું છે. આજે તો એ ઘર જમાઇઓ અને વહુઓ અને કેટલાય પૌત્ર અને પ્રપૌત્રોથી ધમધમી રહ્યું છે.અંબુકાકાની સ્પષ્ટ કહેવાની આદત અને શક્ય તેટલું સૌને માટે કરી છૂટવાની અને ઘસાવાની ઇચ્છાએ તેમને સાચે જ દાદાજી બનાવ્યા હતાં. શાંતાબામાં કોઠાસૂઝ જબરી..તેથી છ વહુઆરુનાં મનદુઃખને ક્ષણમાં પકડે અને દર શુક્રવારે થતા ભજનોને અંતે નામ પાડ્યા વિના તેનો ઉકેલ દાદાને કહેવાઇ ગયો હોય…

આ ચિત્ર આટલુ સુંદર રહ્યું તેનું કારણ અંબુકાકા જ…

છ એ છ છોકરાને ઘર એક જ સબડીવીઝનમાં(એક જ લત્તામાં) અપાવ્યાં અને અઠવાડીયાનો રવિવાર સિવાય એક એક દિવસ બધાને ઘેર બા દાદા સાથે રહે. દાદા બગીચો સંભાળે અને બા નાસ્તા પૂરીઓ કરે. જે ઘરમાં વહુ કામે જાય ત્યારે અઠવાડીયાનો નાસ્તો બને. છોકરાઓને વાર્તાઓ કહે અને સૌથી અગત્યની વાત ક્યારેય વડીલ તરીકેનો રુઆબ નહીં કે કોઇ કડપ નહીં..સંપૂર્ણ અમેરિકન વર્તાવ સાથે તેમણે વાંચેલાં સારાં સાહિત્યની સાત નકલ થાય અને બધા છોકરાઓની ટપાલ દાદાજી તરફથી જાય…વર્ષગાંઠની યાદી અપાય અને સૌને તાકીદ થાય કે ફોન કરો અને “કુટુંબી” તરીકે સૌ એક સાથે રહો.

હા, ભારતમાં આ કુટુંબો 1983 અને 85માં જે રીતે રહેતું હતું તે જ રીતે સમજણથી જળવાઇને જીવી રહ્યું છે. આજે તો એ ઘર જમાઇઓ અને વહુઓ અને કેટલાય પૌત્ર અને પ્રપૌત્રોથી ધમધમી રહ્યું છે.

વિદેશે જેઓને વસવું છે તેમણે ઘણું બદલાવું પડે છે અને આ બદલાવ અંબુકાકા સરળતાથી લાવી શક્યા અને તેમના સહુ સંતાનોને સમૃદ્ધ જીવનની તક આપી શક્યાં.શાંતાબાનાં નિધન વખતે તેમણે કહ્યું હતું કે, “શાંતા તારા ગયાનો અફસોસ અમારે નથી કરવાનો પણ જ્યાં તે તારો નવો જન્મ લીધો છે તે જન્મની અમે તને વધામણી આપીએ છીએ અને આવજો કહેતા હાથ ઉંચો કરીને કહે છે તારા નવા જન્મની વધાઇ..”

વિદેશે જેઓને વસવું છે તેમણે ઘણું બદલાવું પડે છે અને આ બદલાવ અંબુકાકા સરળતાથી લાવી શક્યા અને તેમના સહુ સંતાનોને સમૃદ્ધ જીવનની તક આપી શક્યાં. તેઓ આજે પણ કહેતાં હોય છે કે 84માં જતીન અમને અહીં લાવ્યો ત્યારે અમારા ઘરમાં એક ટોયોટા હતી 2012માં મારા કુટુંબમાં 50 કરતાં વધુ ગાડીઓ છે અને તેટલા જ તેના ચાલકો..એક ફોન કરું ને 3 ગાડીઓ આવે! તે સમયે ભગવાન પાસે એક જ પ્રાર્થના..એકસંપ સંતાનો અને તેમના ઘરવાળાં સમજુ તે પ્રભુનો મહાન ઉપકાર. તેઓ સૌને કહેતાં, ‘મારી Daughter in Law ને મેં out law કરી ત્યારે મને છ Daughter મળી. અને એ છ દીકરીઓએ શાંતાબાનો વેલો વધારીને આજે 45નો કર્યો.’

ટૂંકમાં વિદેશે વસવાટમાં જો સંપ હોય, એકરાગ હોય અને એકસૂત્રતા હોય તો ભૌતિક સુખોની લહાણી સાથે સ્વર્ગસમું પણ બની શકે છે!

VS / KP
http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-joint-family-life-in-usa/
1355894334_Statue_of_liberty_USA74_100
વસવાટ વિદેશે: ભારતીય માનસિકતા ન ચાલે!Vijay Shah | December 18, 2012, 10:38 AM IST

હ્યુસ્ટન, યુએસએ :
દિનકરભાઇ જ્યારે પહેલી વખત અમેરિકા આવ્યા ત્યારે તેમના મનમાં તેઓ ભારતમાં નિવૃત સરકારી અધિકારી હતા તે વાત ભૂલાતી નહોતી. તેઓ તેમને મળેલા પીપીએફનાં અને સરકારી પૈસા અને નિવૃત્તિનાં ધનથી સંતુષ્ટ હતા. આટલા પૈસા તો હું બાંધી મુદ્દતની એફડીમાં મુકી દઈશ તો પણ મને જીવન જીવવામાં કદી તકલીફ નહીં પડે તેમ તેઓ વિચારતાં અને તેઓ સાચા પણ હતાં.

દીકરા સાથે તેઓ અધિકારી તરીકે જીવવાનું યોગ્ય માનતાં. બાપ તરીકે તેમણે કદી ન વિચાર્યુ કે પાણીની જેમ ડોલર ખર્ચી આખુ ડિઝનીલેન્ડ બતાવતો કે હજારો માઇલ પ્લેનમાં ફેરવતો દીકરો તમારા ઉપર પૈસા ખર્ચી શકે છે. પણ ભારતમાં ફલાણા માટે રમકડું કે કપડું લેતા ખચકાય તે વાત ઉપર મનદુઃખ ન કરાય કેમકે ભલે ને ડોલરનાં ત્યારે તો 35 રૂ. ઉપજતા હોય પણ તે જ્યારે ખર્ચવાના હોય ત્યારે તો ડોલર જ છે ને?

તેમને એરકંડીશન ન ફાવે તેથી ઘરની બારી ખુલ્લી રાખીને સેન્ટ્રલ એસી ચાલુ ના રખાય. ઘરમાં ચોર ઘુસી જઇ શકે જેવી વાતો સમજ્યા વિના એમનાં રૂમની બારી ખુલ્લી જ રાખે.

અઠવાડીયા સુધી દિનકરભાઇને અનુકૂલન કર્યુ પણ એક દિવસ દિકરાને પૂછ્યા વિના દિકરાની વહુએ સસરાજીને મોટુ લેક્ચર સંભળાવી દીધું…અઠવાડીયા સુધી દિનકરભાઇને અનુકૂલન કર્યુ પણ એક દિવસ દિકરાને પૂછ્યા વિના દિકરાની વહુએ સસરાજીને મોટુ લેક્ચર સંભળાવી દીધું કે આ અમેરિકા છે તમને તાપ લાગે તો પંખાની સ્પીડ વધારો કે એસી વધારો પણ બારી ખુલ્લી રાખવાનો આગ્રહ રાખી સૌના જીવ જોખમમાં ના મૂકાય….

બીજે દિવસે દીકરાને ભારત જવાની ટિકીટ કઢાવી આપવાનું હુકમનામું દિનકરભાઇએ ફરમાવી દીધું….તારી વહુને કહે અમને મોટી ઉંમરે નવું શીખવાડવાનો આગ્રહ ના રાખે…પાકા ઘડે હવે નવા કાંઠા ના ચઢે.

દીકરાએ ટિકીટો કઢાવવાનો પ્રયત્ન કર્યો પણ એમની ધારી તારીખોએ ટિકીટ રીઝર્વેશન ના મળે અને રીઝર્વેશન કમ્ફર્મેશન ના હોય વધારાની ટીકીટોનાં પૈસા આપવા પડે..તેથી વાત લંબાઇ…

જો અંબુકાકાની જેમ તેમણે થોડીક ધીરજ ધરી હોત તો તેમના બધાં સંતાનો બે વર્ષે જ અમેરિકા આવ્યા હોત. ખૈર તેઓ આવ્યા પણ બાર વર્ષ બાદ….આખો દિવસ કામ ન હોય તેથી ઘર પણ ખાવા ધાય..એક દિવસ બરફ કાઢવા માણસ ના આવ્યો ત્યારે બીજે દિવસે તે માણસને દિનકરભાઇએ ખખડાવવા માંડ્યો…ત્યારે પણ તેમને શાંત રાખતા દીકરાને કડક અવાજે બોલવું પડ્યું…બાપા તમે રિટાયર થયા પણ તમારો અધિકારીનો કડપ ના ગયો..અને બરફ કાઢવા આવેલા ભાઇને દીકરાએ એપોલોજાઇઝ કર્યુ ત્યાં પણ તેમને વાંધો પડ્યો…

ત્રણ મહીના જેમ તેમ પુરા કરી જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે કહેતા હતા..મને તો જેલ થઇ ગઇ હતી..

જો અંબુકાકાની જેમ તેમણે થોડીક ધીરજ ધરી હોત તો તેમના બધાં સંતાનો બે વર્ષે જ અમેરિકા આવ્યા હોત. ખૈર તેઓ આવ્યા પણ બાર વર્ષ બાદ….

ટૂંકમાં મોટી ઉંમરે ભારતથી આવતાં હો તો એટલું જરૂર યાદ રાખજો કે જ્યારે ભારત છોડો ત્યારે તમારા મનમાંથી પણ ભારતનું બધું છોડીને આવો તો જ અહીં સ્થિરતાથી રહી શકો…ભારતમાં તમે રાજા હો પણ અમેરિકામાં તે રાજપાટ અર્થહીન છે….!

VS / KP

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-indian-mentality-in-us/

વસવાટ વિદેશે: ડોલરની મમતમાં ‘સ્વ’ત્વનો ભોગ?
Vijay Shah | December 25, 2012, 12:26 PM IST
1356419165_Dollar

હ્યુસ્ટન, યુએસએ : ૪૪ વર્ષે ડોક્ટર આભા અને ૪૬ વર્ષનાં તેમના વકીલ પતિ અભય ભારતથી અમેરિકા સ્થિર થવા અને બે સંતાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આવ્યાં. મોટો નૃપ ૧૬ વર્ષનો અને ૧૨ વર્ષની અવનીને લઇ અમેરિકા આવેલાં આ પરિવારને સ્પોન્સર કરતી વખતે અભયનાં મોટાંબહેને કહ્યું હતું કે તમે બંન્ને તમારી ધીખતી પ્રેક્ટીસ છોડીને આવવાને બદલે સંતાનોની યોગ્ય ગોઠવણ કરી તમારા અધિકારો અને પેપર લઇને પાછા જતા રહો.

આભાને તે વાત ના જચી. ‘અમારા છોકરા ક્યાંક ભટકાઇ ના જાય તેથી હજી તેમને ભણાવીને પાછા જઇશું…’ વાળી વાતો થઈ. ભારતથી મંગાવેલા પૈસાથી વરસ તો બધુ સમુંનમું ચાલ્યું. સાથેસાથે ભણવાનું પણ શરૂ કર્યુ. આભા તો દોઢ વર્ષે અમેરિકન લાયસન્સ મેળવી ચૂકી પણ અભય પરિક્ષાઓ પસાર ન કરી શક્યો.
મોટીબહેન અભયને હંમેશા કહે, ‘ભાઇ, તું જજ ભરૂચનો. પણ અહીં તારી કિંમત જ્યાં સુધી લાયસન્સ ન લે ત્યાં સુધી કશી જ નહીં.’
નૃપ ૧૮ વર્ષે જુદા એપાર્ટમેન્ટમાં રહેવા જતો રહ્યો. બે ઘર, ત્રણ ગાડીઓ સાચવવામાં આભાને મળેલી નાની નોકરીની આવક ખર્ચાઇ જતી. ભારતની બચતો હવે ખૂટી ગઇ. અભયે ભારતમાં જજ તરીકે કામ કરેલું તેથી અહીં નાના મોટા કામ કરવાની તૈયારી જ નહિં! અને મોટીબહેન હંમેશા કહે, ‘ભાઇ, તું જજ ભરૂચનો. પણ અહીં તારી કિંમત જ્યાં સુધી લાયસન્સ ન લે ત્યાં સુધી કશી જ નહીં.’ મોટા બનેવી પણ એમ જ કહે, ‘તને અમે ના પાડી હતી ને કે તમારે અહીં કમાઇને નવેસરથી કારકીર્દી બનાવવાની જરૂર નથી.’

અવની ભણતી અને સાથેસાથે અમેરિકાનાં મુક્ત વાતાવરણને પણ માણતી. કોલેજમાં જેમ વિષયો બદલાય તેમ તેના બોયફ્રેન્ડ પણ બદલાય. ન જોયાનું જોયું અને મા બાપને તેમના ગજા બહારનું ખેંચાતા જોઇને હસતી. જ્યારે અવની ૧૮ની થઇ ત્યારે ૫૪ વર્ષનાં અભય લીકર સ્ટોર લઇને ૧૮ કલાક મજુરી કરતાં. તેવે સમયે લીકર સ્ટોર ઉપર રોબરી થઇ અને ગોળીબારમાં તે ઘવાયાં.
અનુભવે એ સિદ્ધ કર્યું છે કે ડોલર જ્યાં સુધી રૂપિયા કરતાં વધુ રહેશે ત્યાં સુધી તો કોઇ ભારતીય અમેરિકન ભારત જવાની તૈયારી દેખાડતો નથી.
નૃપ અને અવની તો અમેરિકન થઇ ગયા હતા. ઇન્સ્યોરન્સ ના ધરાવતાં અભયને તાબડતોબ નાણાં ખરચી ભારત લાવ્યાં. આભાને અઠવાડિયાથી વધુ રજા ના મળી તેથી ઘવાયેલાં અભયને મૂકી ભારતથી તેને પાછું વળી જવું પડ્યું.

આટલી સત્ય હકીકતો જાણ્યા પછી તમે જ કહો, તેમના મોટીબહેન કેટલા સાચા હતાં? તેમની હાજરી હોવા છતાં એમના સંતાનોએ માબાપનાં નિર્ણયને તો ખોટો જ કહ્યો. આભા એક એવા આશાવાદમાં છે કે તે એક દિવસે ઘણું કમાશે અને ઘડપણ સચવાય તેટલું તો તે કમાશે અને …અને…ડોલરમાં કમાયેલા પૈસાથી ભારતમાં ઘડપણ કાઢશે…!

અનુભવે એ સિદ્ધ કર્યું છે કે ડોલર જ્યાં સુધી રૂપિયા કરતાં વધુ રહેશે ત્યાં સુધી તો કોઇ ભારતીય અમેરિકન ભારત જવાની તૈયારી દેખાડતો નથી. ભલેને ત્યાં એકલવાયુ જીવન કેમ ન જીવવું પડે…!!!

VS / KP
http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-self-respect-in-usa/

1357034075_Old_Couple

વસવાટ વિદેશે: ભારરૂપ હોવાની લાગણી કેટલી યોગ્ય?
Vijay Shah | January 01, 2013, 02:59 PM IST

હ્યુસ્ટન, યુએસએ :
55ની વયે સ્વયં નિવૃત્તિ લઇ અવિનાશ તેને ગમતા લેખન વ્યવસાયમાં સક્રિય થયાં દીકરીને ત્યાં સારા દિવસો આવ્યા એટલે અવિનાશ અને હેમા અમેરિકા આવ્યા. જમાઇ થોડાં રિઝર્વ એટલે અવિનાશ મૂંઝાવા માંડ્યાં…હેમાને તો દીકરીનું કામ કરવું ગમે એટલે મા-દીકરીની વાતો ચાલુ હોય પણ એકાદ મહિને અવિનાશ કંટાળ્યો. ડ્રાઇવીંગ શીખવાની ઇચ્છા કરી ત્યારે પહેલી વખત દીકરી બોલી, “પપ્પા અહીં ક્લાસ લેવા તો મોંઘા પડશે અને એમને સમય મળશે તો શીખવાડશે. પણ શું જરૂર છે ડ્રાઇવીંગ શીખવાની?”

“દીકરા તારી વાત તો સાચી છે પણ ગ્રોસરી કે મંદિરે જવું હોય તો તમને લોકોને ક્યાં તકલીફ આપવી?”

હેમા કહે, “આમેય એમને તો ઘરમાં ચિત્ત લાગે નહીં..અને વળી અમદાવાદની જેમ અહીં રિક્ષા પણ ના મળે.”

દીકરી કહે, “ પણ ગાડી શીખ્યા પછી ગાડી પણ જોઇશે ને ચલાવવા? મારી પાસે તો વધારાની ગાડી ખરીદવાના પૈસા અને પાર્કિંગની જગ્યા પણ નથી.”

રવિવારે જમાઇ કાયદા-કાનૂન સમજાવતી 152 પાનાંની ચોપડી લઇ આવ્યાં અને કહ્યું, “આ ગોખી જાવ..ટેમ્પરરી લાયસન્સની પરિક્ષા આપો અને તેમા 70 ગુણે પાસ થાવ.”અવિનાશે કહ્યું, “પણ ક્યારેક સાજે-માંદે કામ આવે તે હેતુથી ડ્રાઇવીંગ લાયસન્સ હોય તો સારું ને?”

જમાઇએ કહ્યું, “ભલે પપ્પા તમારે શીખવી હશે તો રવિવારે શીખવાડવા માંડીશ..પણ ભારતનું ડ્રાઇવીંગ અને અહીંનું ડ્રાઇવીંગ બહુ જુદું છે..અહીં આંખ ખુલ્લી રાખીને બધા પાટિયાં વાંચવા જરૂરી છે..અને તેથી તે પાટિયાની ભાષા એટલેકે ચિન્હો સમજવા જરૂરી છે.”

રવિવારે જમાઇ કાયદા-કાનૂન સમજાવતી 152 પાનાંની ચોપડી લઇ આવ્યાં અને કહ્યું, “આ ગોખી જાવ..ટેમ્પરરી લાયસન્સની પરિક્ષા આપો અને તેમા 70 ગુણે પાસ થાવ.”

અવિનાશને તો ખોટું લાગ્યું કે જમાઇ મારી મજાક કરે છે..પણ જમાઇ સાચા હતાં તેવું જ્યારે બે વખત પરિક્ષામાં ફેલ થયાં ત્યારે લાગ્યું…કારણકે કાયદો અને તે કાયદો કઈ કલમથી આવ્યો તે સમજવાની વાત નહોતી…તે તો ગોખવું પડે તેમ જ હતું. ભારતમાં તો આવું કશું હતું જ નહીં…! જમાઇરાજા ગાડી શીખવાડે ત્યારે ક્યારેક મોટા અવાજે એકની એક વાત ઊંચા અવાજે બોલે તો પણ અવિનાશને તકલીફ થાય…

કાર ચલાવવાનું શીખવાનું એ એક જોખમી સાહસ હતું અને તે અવિનાશ લેવા માંગતો હતો કારણ કે તેને ઘરે બેસીને દીકરીને ભારરૂપ નહોતુ થવું.તેને દીકરીના પૈસા વપરાય તે ગમતું નહોતું.ખૈર…રોજની પ્રેક્ટીસ અને ગોખણપટ્ટી બાદ લાયસન્સ મળ્યુ અને પ્રેક્ટીસ દરમ્યાન દીકરીની ગાડી અથડાઇ ત્યારે જમાઇ કરતાં દીકરી વધારે ગરમ હતી…કારણ અકસ્માત દીકરીનાં રેકોર્ડમાં ગણાય અને નવા વર્ષે તેથી વિમાનું પ્રીમીયમ વધી જાય…ને કકળાટમાં હેમા બોલી ગઈ જરા ધ્યાન તો રાખવું જોઇએ ને? બસ આવી બન્યું…

તો એક કામ કરો મને ઘરભેગો કરો અને તમે તમારે જે કરવું હોય તે કરો…

અવિનાશ છેલ્લે પાટલે કેમ બેઠો તે સમજાવું તો તેના મનમાં હતુ કે તે “ઘરસસરો” બનીને જમાઇનાં ઘરમાં નહીં રહે અને શક્ય હશે તો થોડાક ડોલર કમાશે…પણ કાર અકસ્માતે બધુ હવા કરી નાખ્યું અને હેમાની જરૂર છે પણ હું નકામો છું તે માન્યતા ભૂલભરેલી છે.

દીકરીનાં ઘરે રહો છો તો એ પણ સમજવું રહ્યું કે જમાઇના ગમા-અણગમા દીકરીને તો સહેવા પડે છે જ…કાર ચલાવવાનું શીખવાનું એ એક જોખમી સાહસ હતું અને તે અવિનાશ લેવા માંગતો હતો કારણ કે તેને ઘરે બેસીને દીકરીને ભારરૂપ નહોતુ થવું. તેને દીકરીના પૈસા વપરાય તે ગમતું તો નહોતું પણ અમેરિકન કલ્ચર પ્રમાણે અવિનાશ દીકરીની સુવાવડ માટે ગયો હતો તેથી દીકરીને ભારરૂપ થશે તે વાત દીકરી માનતી નહોતી.

અવિનાશની જેમ જો તમે દીકરા દીકરીના કામે આવતા હો તો એટલુ માનજો કે તેમને તેમની બુદ્ધિ વાપરવા દેજો. તમે તમારી બુદ્ધિ વાપરશો નહીં અને ખોટુ લાગશે કે સમાજ શું કહેશે તે ભયને અસ્થાને ગણજો…!!!

VS / KP

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-feeling-of-cumbersome-in-us/

વસવાટ વિદેશે: ગેરકાયદે પ્રવેશની ભૂલ

Vijay Shah | January 22, 2013, 12:22 PM IST
content/uploads/2012/10/1358838292_Illegal_US_Entry-e1358887476985.jpg” alt=”1358838292_Illegal_US_Entry” width=”495″ height=”301″ class=”aligncenter size-full wp-image-9860″ />

હ્યુસ્ટન, યુએસએ :
અભિનવ ૫ લાખ રૂપિયા ખર્ચીને ખોટે રસ્તે અમેરિકામાં દાખલ થયો. પોલીસથી સંતાતો અને ઘણી જ કનિષ્ટ દશામાં તેના ગામનાં મનુભાઇનાં ઘરે આવ્યો. મનુભાઇનો દીકરો શિવાંગ અભિનવનો શાળામિત્ર, તેથી અભિનવને શ્રદ્ધા હતી કે મનુકાકા તેને ઠેકાણે પાડશે.

પણ શિવાંગે તો ઘસીને ના જ પાડી દીધી. ખોટા પાસપોર્ટ અને ખોટા સિક્કા સાથે તે અમેરિકામાં ભવિષ્ય બનાવવા આવ્યો હતો.

ટ્રાવેલ એજંટે તો તેને અમેરિકામાં મૂકી દીધો અને તેના તો પૈસા વસૂલ થઇ ગયાં. ‘હવે શું?’નો પ્રશ્ન બહુ જ મોટો હતો. ભાષા સમજાય નહીં અને ભારતથી લાવેલા પૈસા ઉપર અમેરિકામાં જીવાય નહી. કંઇ કામ કરવું પડે તેથી નાના ગામડા તરફ પ્રયાણ કર્યુ અને ખેતરમાં મજુર તરીકેની જિંદગી શરૂ થઇ. તેમાંથી મોવર તરીકે એટલે બાગબગીચામાં સફાઇનું અને ઝાડને ટ્રીમ કરવાનું કામ શરૂ કર્યુ.

“પપ્પા, તેને સપોર્ટ કરશો તો તમે પણ તકલીફમાં આવશો.. ગરજવાનને તો અક્કલ નહીં..પણ ક્યારેક અકસ્માત થશે કે રેડ પડશે ત્યારે તેનો નકલી પાસપોર્ટ તેને તો ડીપોર્ટ કરશે પણ તેની સાથે તમને પણ ભારત મોકલી દેશે અને દંડ મને પણ ભરાવશે.”મેક્સિકન લારા અભિનવની પરિસ્થિતિથી વાકેફ હતી તેથી બધુ થાગડથીંગડ ચાલ્યું..પણ મનુકાકાનો જીવ માનતો નહોતો તેથી તેમણે અભિનવને સલાહ આપી કે કોમ્યુનીટી સ્કુલમાં ભણવાનું શરુ કર. બ્રાહ્મણનું ખોળીયું લઇને આવ્યો છું અને આ મજૂરીનાં કામે દહાડો નહીં વળે.

શિવાંગને આ ખબર પડી તેથી તે ફરી ચિઢાયો… પપ્પા, તેને સપોર્ટ કરશો તો તમે પણ તકલીફમાં આવશો.. ગરજવાનને તો અક્કલ નહીં..પણ ક્યારેક અકસ્માત થશે કે રેડ પડશે ત્યારે તેનો નકલી પાસપોર્ટ તેને તો ડીપોર્ટ કરશે પણ તેની સાથે તમને પણ ભારત મોકલી દેશે અને દંડ મને પણ ભરાવશે. ભારતથી તમને ફરી આવવાનાં વિસા નહીં મળે. માટે આ ધર્માદા કામ રહેવા દો. ગેરકાનૂની રીતે રહેનારા જ્યાં સુધી નથી પકડાયા ત્યાં સુધી “હાલે છે તો હાલવા દ્યો”ની રીતે રહે છે.

મનુકાકા માણસાઇની રીતે કે ગામનો છોકરો છે તે રીતે જે વિચારતા હતા તે રીત ખોટી હતી.. શિવાંગે જ્યારે ભારે દંડ અને ડીપોર્ટેશનની વાત કરી એટલે તેઓ તો પાછા વળી ગયા. અભિનવ લાસવેગાસ જઇને મેક્સિકન લારાને પરણ્યો અને ત્રીજે દિવસે મેક્સિકો ડીપોર્ટ થયો. કોઇ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન થયું નહિં અને શોધખોળ ચાલુ થઇ ગઈ. એ જ રીતે અથડાતો-કૂટાતાં અભિનવે મેક્સિકો અને લારાને છોડી ભારતની વાટ પકડી.

ડૉલરમાં કમાણી નાની હોય તો પણ ત્યાં જીવી જવાય પણ અનધિકૃત રીતે ભયભીત જીવન પરોપજીવી તરીકે ના જીવાય. તેમની સીસ્ટમમાં સોશીયલ સીક્યોરીટી નંબર ખાલી નોંધણી પૂરતો નથી. ટેક્ષ અને આરક્ષણ બે મોટા કામો માટે છે.ફરીથી એજ દુઃખપૂર્ણ સફરને અંતે ભારત પહોંચ્યો તો ખરો..પણ ત્યારે એચ.આઇ.વી.નો રોગ(લારા પાસેથી) લઇને આવ્યો હતો..મા બાપને શિવાંગ ઉપર ગુસ્સો હતો..પણ અભિનવ કહેતો કે શિવાંગ જ સાચો હતો..કારણ કે ડૉલરમાં કમાણી નાની હોય તો પણ ત્યાં જીવી જવાય પણ અનધિકૃત રીતે ભયભીત જીવન પરોપજીવી તરીકે ના જીવાય. તેમની સીસ્ટમમાં સોશીયલ સીક્યોરીટી નંબર ખાલી નોંધણી પૂરતો નથી. ટેક્ષ અને આરક્ષણ બે મોટા કામો માટે છે. તેથી મોડું થાય તો ભલે પણ અધિકૃત રસ્તે જ જવું હિતાવહ છે. તો જ ઓળખ પત્ર મળે, ડ્રાઇવીંગ લાયસન્સ મળે..ટેક્ષ ભરવો પડે અને મોટી ઉંમરે તે ભરેલા પૈસામાંથી બેનીફીટ મળે.

ભારતનાં બોગસ ટ્રાવેલ એજંટો પોતાનાં પેટ ભરવા આવા કેટલાં અભિનવોને દુઃખનાં ખપ્પરમાં નાખતાં હશે એ તો કોને ખબર?

VS / KP

http://www.globalgujaratnews.com/article/vijay-shah-article-about-illegal-entry-in-us/

One Response to વસવાટ વિદેશે

  1. Rajul Shah says:

    Very good information .

Thanks for Inspiring me by your gracefull visit